Lok Sabha Election 2024: આ બોલીવુડ અભિનેત્રી પિતા માટે કરશે ચૂંટણી પ્રચાર, રાહુલ ગાંધી 20મીએ સભા ગજવશે

લોકસભા ચૂંટણી હવે ઢૂંકડી છે અને રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. રેલીઓ કરી રહ્યા છે. જનસભાઓ પણ ગજવી રહ્યા છે. અનેક નેતાઓ પોતાના પ્રચાર માટે બોલીવુડ સ્ટાર્સને પણ બોલાવી રહ્યા છે. 

1/8
image

બિહારના ભાગલપુરમાં એક પિતા માટે પુત્રી ચૂંટણી પ્રચાર કરશે. બોલીવુડ અભિનેત્રી નેહા શર્મા પિતા અજીત શર્મા માટે ચૂંટણી પ્રચાર કરશે. 

2/8
image

અત્રે જણાવવાનું કે કોંગ્રેસના ઉમેદવાર અજીત શર્માના સમર્થનમાં મતદાન માટે અપીલ કરવા માટે રાહુલ ગાંધી પણ ભાગલપુર આવશે. 20 એપ્રિલે એરપોર્ટ પર તેમની જનસભા છે. બીજી બાજુ પિતાને સપોર્ટ કરવા માટે નેહા શર્મા પણ ભાગલપુર પહોંચશે. 

3/8
image

નેહા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા પણ ખુબ છે. 

4/8
image

નેહા શર્માએ ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ ક્રૂકથી બોલીવુડ ડેબ્યુ કર્યું હતું. આ ઉપરાંત તાનાજી: ધ અનસંગ વોરિયર, યમલા પગલા દીવાના 2, તુમ બિન 2, અને મુબારકા જેવી ફિલ્મો પણ કરી છે. 

5/8
image

નેહા શર્માની એવી કોશિશ છે કે તે દરેક વિધાનસભા વિસ્તારમાં રોડ શો કરે. અને આ દ્વારા તે લોકોને મત માટે અપીલ કરશે. 

6/8
image

કોંગ્રેસ નેતા અજીત શર્માએ જણાવ્યું કે ભાગલપુરમાં જનતા તેમનું સમર્થન કરી રહી છે અને લોકોમાં ખાસ્સો ઉત્સાહ છે. 

7/8
image

પિતાના સમર્થન માટે અજીત શર્માની પુત્રી અને બોલીવુડ અભિનેત્રી નેહા શર્મા ભાગલપુર પહોંચશે. જો કે તેના કાર્યક્રમ અંગે હજુ તારીખ નક્કી થઈ નથી. આ જાણકારી અજીત શર્માએ પોતે આપી છે. 

8/8
image

કોંગ્રેસના ઉમેદવાર અજીત શર્મા ભાગલપુર બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે. થોડા સમય પહેલા એવી ચર્ચા હતી કે અજીત શર્માની પુત્રી  ભાગલપુરથી ચૂંટણી લડી શકે છે. પરંતુ હવે ત્યારબાદ અજીત શર્માનું નામ ફાઈનલ થયું.