Coronavirus નો એવો તે ડર પેસી ગયો...મહિલાએ 5 વર્ષની દીકરી પર ચાકૂના 15 ઘા ઝીંક્યા, દર્દનાક મોત

36 વર્ષની સુથા શિવનાથમ (Sutha Sivanantham) ની આ હેવાનિયત બદલ પોલીસે ધરપકડ કરી છે અને કોર્ટમાં હાલ સુનાવણી ચાલે છે. 
 

બ્રિટનની રાજધાની લંડનમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક માતાએ પોતાની 5 વર્ષની પુત્રીને ચાકૂના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી. 36 વર્ષની સુથા શિવનાથમ (Sutha Sivanantham) ની આ હેવાનિયત બદલ પોલીસે ધરપકડ કરી છે અને કોર્ટમાં હાલ સુનાવણી ચાલે છે. 
 

કેમ કરી પુત્રીની હત્યા?

1/5
image

ધ સનના રિપોર્ટ મુજબ કોર્ટના દસ્તાવેજો પરથી જાણવા મળે છે કે સુથા શિવનાથમે તેની પાંચ વર્ષની પુત્રીની ચાકૂના ઘા મારી હત્યા કરી નાખી. કારણ કે તેને ડર હતો કે તે કોવિડ-19થી મરી જશે અને તેની દીકરી તેના વગર રહી શકશે નહીં. (ફોટો- ધ સન)

માસૂમ પર 15 ઘા ઝીંકી દીધા

2/5
image

માસૂમ પર 15 ઘા ઝીંકી દીધા રિપોર્ટ મુજબ સુથા શિવનાથમે પોતાના દક્ષિણ લંડન સ્થિત ફ્લેટના બેડરૂમમાં પુત્રી સયાગી શિવનાથમ પર ચાકૂના 15 ઘા ઝીંક્યા અને મોતને ઘાટ ઉતારી દીધી. ત્યારબાદ પોતાના ઉપર પણ ચાકૂથી હુમલો કર્યો. પાડોશીઓએ જો કે તાબડતોબ બંનેને હોસ્પિટલમાં ખસેડ્યા હતા પરંતુ ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી. 

કોર્ટમાં જોર જોરથી રડવા લાગ્યા બાળકીના પિતા

3/5
image

કોર્ટમાં સુનાવણી દરમિયાન બાળકીના પિતા સુગંથન શિવનાથમે જણાવ્યું કે કોરોના મહામારી અને પ્રતિબંધોની તેની પત્ની પર ખુબ ખરાબ અસર પડી. તેમણે કહ્યું કે તે ડરી ગઈ હતી કે તેને કોરોના થઈ જશે અને તે મરી જશે. ત્યારબાદ તેઓ કોર્ટમાં જ જોર જોરથી રડવા લાગ્યા હતા. (ફોટો-ધ સન)  

2006માં થયા હતા લગ્ન

4/5
image

કોર્ટમાં રજુ કરાયેલા દસ્તાવેજો મુજબ સુથા શિવનાથમ અને સુગંઠનના વર્ષ 2006માં અરેન્જ મેરેજ થયા હતા. ત્યારબાદથી તેઓ લંડનમાં રહેતા હતા. જો કે તેને અંગ્રેજી આવડતું નથી.   

માનસિક રીતે બીમાર છે મહિલા

5/5
image

સુથા શિવનાથમની સારવાર કરનારા એક મનોચિકિત્સકે જણાવ્યું કે કોવિડ-19 મહામારી અને લોકડાઉનના કારણે તેના મગજ પર ઊંડી અસર થઈ છે અને સોશિયલ આઈસોલેશને ગંભીર રીતે માનસિક બીમાર કરી નાખી. આ બાજુ સુથાના પતિએ કહ્યું કે આ ઘટના બાદથી પત્ની સાથે તેમણે વાત કરી નથી. પરંતુ તેમને ખબર છે કે આ ઘટના માટે તે જવાબદાર નથી. તેમણે કહ્યું કે 'જો તે સાજી હોત તો અમારી પુત્રીને ક્યારેય મારી શકત નહીં.' (સાંકેતિક તસવીર)