Photos: આ ગુજરાતી યુવતીના વાળે બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ

મોડાસા તાલુકાનું સાયરા ગામ હવે આંતરરાષ્ટ્રીય લેવલ પર ચમકી ગયું છે. કારણ કે, આ ગામની દીકરી નિલાંશીએ ગામને એવી પ્રસિદ્ધિ અપાવી છે કે લોકો વિચારમાં મૂકાયા છે. સાયરામાં રહેતી નીલાંશીને ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ સ્થાન તેને પોતાના 5.7 ફૂટ લાંબા વાળને કારણે મળ્યું છે. 

1/7
image

તમને પણ નવાઈ લાગશે કે, નીલાંશીના વાળ આટલા લાંબા કેવી રીતે થયા. તે અંગે તેણે જણાવ્યું કે, 6 વર્ષની ઉંમરે વાળ કપાવતા સમયે તેના વાળ ખરાબ થઈ ગયા હતા. જેના બાદ તેણે ક્યારેય વાળ કપાવ્યા નહિ. આ જ કારણ છે કે આજે તેના વાળ 5.7 ફૂટ લાંબા થઈ ગયા છે. 

2/7

3/7
image

નીલાંશીના આવા રેકોર્ડની પાછળ તેની માતાનો હાથ છે. દીકરીના આવા લાંબા વાળનું જનત કરવામાં તેની માતા દામીની પટેલનો મોટો ફાળો રહ્યો છે. નીલાંશીના વાળ ધોવાથી લઈન ઓળવાની દરેક બાબતમાં તેની માતા સારી દેખરેખ કરે છે.  

4/7
image

નિલાંશીએ પોતાના પોણા છ ફૂટ એટલે કે 1.65 મીટર લાંબા વાળના રેકોર્ડ માટે લિમ્કાબુકમાં પણ અગાઉ નોંધાવ્યો છે. બાળપણથી લાંબા વાળ રાખવાનો શોખ ધરાવતી નિલાંશી પટેલ ટેબલ ટેનિસ અને તરણમાં નિપુણતા ધરાવે છે. રમતગમતમાં રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ ચૂકી છે.

5/7
image

હવે તમને લાગશે કે, આટલા લાંબા વાળ સાથે નીલાંશી ટેનિસ કેવી રીતે રમે છે. તો તેણે કહ્યું કે, રમતા સમયે તે તેના વાળને બાંધી દે છે. તેને કોઈ પણ એક્ટિવિટી કરવામાં તેના વાળ આડે આવતા નથી. આ રેકોર્ડ જીતીને તે ખુશ છે. 

6/7

7/7
image

નીલાંશી કહે છે કે હું વાળ વધારવાનું ચાલુ જ રાખીશ. મેં વાળ કપાવવા અંગે હજી સુધી કોઈ જ નિર્ણય લીધો નથી.