IPL 2022: લખનઉ માટે આ 5 ખેલાડીઓએ મચાવ્યો ગદર, તમામ ટીમો માટે બન્યા ટેન્શન

Lucknow Super Giants In IPL 2022: આઇપીએલમાં પહેલીવાર રમી રહેલી લખનઉ સુપર જાઇન્ટસ (LSG) માટે આ સીઝનમાં અત્યાર સુધીની સફર સારી રહી છે. ટીમ અત્યારે પોઇન્ટ ટેબલમાં ટોપ પર ચાલી રહી છે. લખનઉના આ શાનદાર પ્રદર્શન પાછળ પાછળ ટીમના 5 ખેલાડીઓનો સૌથી મોટો હાથ છે. આ ખેલાડી દરેક મેચમાં લખનઉને જીત અપાવવામાં સૌથી મોટું યોગદાન રહ્યું છે. 

ક્વિંટન ડી કોક

1/5
image

ક્વિંટન ડી કોકએ કેએલ રાહુલ બાદ ટીમ માટે સૌથી રન બનાવ્યા છે. ક્વિટન ડી કોકએ 11 મેચોમાં 31.27 ની સરેરાશથી 344 રન બનાવ્યા છે. તેમણે આ સીઝનમાં અત્યાર સુધી 3 ફિફ્ટી ફટકારી છે. 

આવેશ ખાન

2/5
image

આવેશ ખાને આ સીઝનમાં અત્યાર સુધી 9 મેચો રમાઇ છે, તેમણે આ મેચોમાં 8.14 ની ઇકોનોમી રેટથી 14 વિકેટ પ્રાપ્ત કરી છે. તે આ સીઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી સૌથી વિકેટ લેનાર બોલર છે. 

જેસન હોલ્ડર

3/5
image

જેસન હોલ્ડરે બોલ અને બેટ બંને ટીમો સામે ટીમને જીતાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. જેસન હોલ્ડરે આ સીઝનમાં અત્યાર સુધી 9 મેચોમાં 12 વિકેટ પ્રાપ્ત કરી છે અને 56 રન બનાવ્યા છે. 

કેએલ રાહુલ

4/5
image

લખનઉ સુપર જાઇન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ ટીમના સૌથી સફળ બેટ્સમેન સાબિત થયા છે. તેમણે 11 મેચોમાં 50.11 ની સરેરાશથી 451 રન બનાવ્યા છે. તે આ સીઝનમાં 2 સદી અને 2 સદી અને 2 ફીફ્ટી ફટકારી ચૂક્યા છે. 

દીપક હુડ્ડા

5/5
image

દીપક હુડ્ડાએ પોતાની રમતથી આ સીઝનમાં તમામનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. દીપક હુડ્ડા આઇપીએલ 2022 ની 11 મેચોમાં 29.09 ની સરેરાશ 320 રન બનાવી ચૂક્યા છે. તેમણે પણ આ સીઝનમાં 3 ફિફ્ટી ફટકારી છે.