Maa Lakshmi Upay: માં લક્ષ્મીના આ સંકેતોને ન કરો નજરઅંદાજ, વધવાનું છે બેન્ક બેલેન્સ, કરિયરમાં મળશે સફળતા

Auspicious Signs of Maa Lakshmi : હિન્દુ ધર્મમાં માં લક્ષ્મીને ધનના દેવી માનવામાં આવે છે. માં લક્ષ્મીની કૃપાથી જાતકને જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી રહેતી નથી. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે ધન લક્ષ્મી તમારા પર મહેરબાન થાય છે તો તમને કેટલાક સંકેત મળે છે. તો ચાલો જાણીએ આ સંકેત વિશે..

કાળી કીડી

1/5
image

જો તમને અચાનક ઘર કે આંગણામાં કાળી કીડીઓનો સમૂહ દેખાય તો તે દેવી લક્ષ્મીની પ્રસન્નતાનો સંકેત છે. એવું માનવામાં આવે છે કે આવનારા સમયમાં તમને પૈસા મળી શકે છે.

ગરોળી

2/5
image

જો તમને દીવાલ પર ગરોળી જોવા મળે તો તે પણ માં લક્ષ્મી પ્રસન્ન થવાનો સંકેત માનવામાં આવે છે. તમને અચાનકથી ધન લાભ કે વેપારમાં વધારો થઈ શકે છે. 

ઘરમાં પક્ષીનો માળો બનાવવો

3/5
image

તમારા ઘરમાં ચકલી માળો બનાવે છે તો તે શુભતાનું પ્રતીક હોય છે. તમને જલદી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થવાના છે. 

 

 

હાથમાં ખંજવાળ

4/5
image

માં લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે તેનો સ્પષ્ટ ઈશારો છે કે તમારા ડાબા હાથમાં ખંજવાળ આવવી. આ ધનલાભનો સંકેત આપે છે. 

 

 

વાંદરો

5/5
image

ઘરની બહાર નિકળતા સમયે જો તમને વાંદરો દેખાય તો તેનો અર્થ છે કે તમે જે કામ કરવા જઈ રહ્યાં છો તે કામ જરૂર પૂરુ થશે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)