આવી રહી છે મહિંદ્વાની નવી કાર Marazzo, શાર્ક જેવી છે ડિઝાઇન, જુઓ તસવીરો
મહિંદ્વાએ પોતાની નવી મલ્ટી પર્પસ વ્હીકલ (MPV) કારના નામની જાહેરાત કરી દીધી છે. કંપનીની નવી કારનું નામ મેરાજો (Marazzo) હશે.
મહિંદ્વાએ પોતાની નવી મલ્ટી પર્પસ વ્હીકલ (MPV) કારના નામની જાહેરાત કરી દીધી છે. કંપનીની નવી કારનું નામ મેરાજો (Marazzo) હશે. જોકે, કંપનીએ તેને એક કોડનેમ U321 આપ્યું છે. લાંબા સામ્યથી U321 નામથી ઓળખાતી મહિંદ્વાની નવી MPVને સત્તાવાર નામ મળી ગયું છે. કંપનીના અનુસાર Marazzo એક સ્પેનિશ શબ્દ છે જેનો અંગ્રેજીમાં અર્થ 'શાર્ક' થાય છે. ગાડીની ડિઝાઇનની કારણે તેનું આ નામ રાખવામાં આવ્યું છે. આ મહિંદ્વાના નોર્થ અમેરિકી ટેક્નોલોજી કેંદ્રમાં બનનાર પ્રથમ સવારી ગાડી છે.
મહિંદ્વા દ્વારા જાહેર કરવામાં પ્રેસ રીલિઝના અનુસાર મેરાજો કંપનીનું બેંચમાર્ક પ્રોડક્ટ છે, જેમાં ગ્લોબલ સ્ટાડર્ડની ક્વોલિટી, ટેક્નોલોજી, ટેસ્ટિંગ અને વેલિડેશન નોર્મ્સ, સેફ્ટી, રેગ્યુલેશન અને એમિશનના હિસાબે બનાવવામાં આવી છે. કંપનીના નાસિક પ્લાંટમાં આ કારનું મેન્યુફેક્ચરિંગ થઇ રહ્યું છે. તેનું કોમર્શિયલ લોંચ Q2 FY ના 2019 ખતમ થતાં પહેલાં કરવામાં આવશે.
શાર્કથી પ્રભાવિત ડિઝાઇન: આ ગાડી પેનિનફેરિના અને મુંબઇ સ્થિત મહિંદ્વાના ડિઝાઇન સ્ટૂડિયોની સાથે મળીને ડિઝાઇન કરવામાં આવી છે. મહિંદ્વાની આ MPV 7-8 સીટર બનાવવામાં આવશે. મહિંદ્વાની અન્ય ગાડીઓની માફક તેમાં પણ ઘણા કંફર્ટ એક્વિમેંટ ઉપલબ્ધ હશે. તેમાં એપલ કારપ્લે અને એંડ્રોઇડ ઓટોની સાથે મહિંદ્વાનું લેટેસ્ટ ઇનફોટેનમેંટ સિસ્ટમ પણ મળશે. તે ઉપરાંત સ્ટીયરિંગ પર ઓડિયો કંટ્રોલ ઉપલબ્ધ છે, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, પ્રોજેક્ટર હેડલેંપની સાથે ઘણા અન્ય ફિચર્સ ઉપલબ્ધ છે.
શાર્કના દાંતોની માફક કારનો ફ્રંટ : આ ઉપરાંત, કારનો ફ્રંટ ગ્રિલ શાર્કના દાંતોની માફક દેખાઇ છે. એટલું જ નહી, તેના ટેલ લેમ્પ પણ શાર્કની પૂંછડીથી પ્રભાવિત છે. મેરાજો એક ગ્લોબલ ડેવલોપ પ્રોડક્ટ છે, જેમાં મહિંદ્વા નોર્થ અમેરિકા ટેક્નિકલ સેંટર (MNATC) અને મહિંદ્વા રિસર્ચ (MRV), ચેન્નઇની સાથે મળીને બનાવ્યું છે.
કેવું હશે એંજીન : મેરાજો (Marazzo)માં મહિંદ્વા 1.5 લીટરનું ડીઝલ એંજીન ઉપયોગ કરશે, જે લગભગ 21 હોર્સપાવરની તાકાત 300Nm ટોર્ક જનરેટ કરશે. આ સાથે જ 6-પીડ મેનુઅલ ગિયરબોક્સ હશે.
નવી પ્રીમિયમ પ્રોડક્ટ : મહિંદ્વાનું કહેવું છે કે આ ગાડી કોઇપણ હાલના પ્રોડ્ક્ટને રિપ્લેસ નહી કરે, ના તો આ Xyloનું નવું વર્જન છે. તેનાથી ઉપર એક પ્રીમિયમ પ્રોડક્ટ છે.
સપ્ટેમ્બરમાં થશે લોંચ : મહિંદ્વાની આ નવી ગાડી સપ્ટેમ્બર મહિનામાં લોંચ થઇ શકે છે. લોંચ થતાં આ ગાડીની ટોયોટો ઇનોવા ક્રિસ્ટા અને ટાટા હેક્સા જેવી ગાડીઓને ટક્કર આપી શકે છે.
મહિંદ્વાનું નેક્સ્ટ જનરેશન વ્હીકલ : એમએન્ડએમના એમડી પવન ગોયનકાએ કહ્યું કે શાર્કથી પ્રભાવિત Marazzo મહિંદ્વા વ્હીકલ્સના નેકસ્ટ જનરેશનને દર્શાવે છે. Pininfarina, ડિઝાઇન સ્ટૂડિયો, MNATC અને MRV બધાના સહયોગથી Marazzoને બનાવવામાં આવી છે. અમે અમારા ગ્રાહકોની ઇચ્છાને ધ્યાનમાં રાખતાં ગ્લોબલ ક્વોલિટીની સાથે તેને ડિઝાઇન કરી છે.
Trending Photos