SEX બાદ ગર્લફ્રેન્ડની વિચિત્ર ડિમાન્ડથી પરેશાન છે બોયફ્રેન્ડ, માંગી મદદ

પ્રેમિકાની વિચિત્ર માંગથી પરેશાન એક યુવકે રિલેશનશિપ પોર્ટલ પર એક્સપર્ટ પાસે સલાહ માંગી છે. 

1/6
image

પ્રેમિકાની વિચિત્ર માંગથી પરેશાન એક યુવકે રિલેશનશિપ પોર્ટલ પર એક્સપર્ટ પાસે સલાહ માંગી છે. યુવકે લખ્યું છે કે તે પોતાની ગર્લફ્રેંડ સાથે છેલ્લા ત્રણ વર્ષથી સંબંધમાં છે જે ખૂબ સારી, બહાદુર અને સ્માર્ટ છોકરી છે. જોકે યુવક પોતાની ગર્લફ્રેંડની એક આદતથી ખૂબ પરેશાન છે. (પ્રતિકાત્મક તસવીર)

2/6
image

યુવકે લખ્યું કે 'મારી ગર્લફ્રેંડમાં સારી આદતો છે પરંતુ તેની એક આદત મને ખૂબ વિચિત્ર અને ખરાબ લાગે છે. કોઇપણ કામ શરૂ કર્યા બાદ તે મારી પાસે પ્રશંસા સાંભળવાની સાથે સાથે ટીકા પણ સાંભળવા માંગે છે.(પ્રતિકાત્મક તસવીર)

3/6
image

'જમવાનું બનાવવાથી માંડીને મને ગિફ્ટ આપવા અથવા પછી મારા માટે કોઇપણ કામ કર્યા બાદ તે મને થેંક્યુંની સાથે-સાથે એક સારી ટીકાની પણ આશા રાખે છે. તેના કામમાં ખામી ન કાઢતાં તે નારાજ થઇ જાય છે. (પ્રતિકાત્મક તસવીર)

4/6
image

યુવકે લખ્યું 'મારે ઘણીવાર કહેવું પડે છે કે જમવાનું તો સારું હતું પરંતુ બટાકામાં સ્વાદ ન હતો. તારી પાવર પોઇન્ટ સારી હતી પરંતુ રંગોનો યોગ્ય ઉપયોગ કર્યો ન હતો. એટલું જ નહી, ખામીઓને સાંભળવાની તેની આદત અમારી સેક્સ લાઇફ પર પણ લાગૂ થાય છે. (પ્રતિકાત્મક તસવીર)

5/6
image

'જ્યારે પણ અમે સેક્સ કરીએ છીએ તો મારે પરર્ફોમેન્સ વિશે કંઇક ને કંઇક ખામી જરૂર કહેવી પડે છે, જ્યારે મને તેમાં કોઇ કમી લાગતી નથી. સ્થિતિ એવી છે કે હવે લડાઇ ઝઘડાથી બચવ માટે જાણીજોઇને તેના કામમાં ખામી કાઢવા લાગ્યો છું.(પ્રતિકાત્મક તસવીર)

6/6
image

'સાચું કહું તો મેં આ વસ્તુઓની એક યાદી બનાવી છે કે તેને કઇ કઇ વસ્તુઓ પર કામ કરવાની જરૂર છેલ જો હું તેના કામની ટીકા ન કરું તો તેને પેનિક એટેક આવી જાય છે. તેના ઘરમાં પણ બધા સારા છે પરંતુ બધાને દરેક કામમાં પરફેક્ટ દેખાવવાની આદત છે. જ્યારે બધા ભેગા થાય તો પણ તેઓ એકબીજાથી સારા દેખાવવાનો પ્રયત્ન કરે છે. (પ્રતિકાત્મક તસવીર)