PICS: 'પૃથ્વીરાજ'ના સેટ પર પહોંચી માનુષી છિલ્લર, તસવીરો પર નહી હટે નજર

માનુષી છિલ્લર (Manushi Chhillar) અભિનેતા અક્ષય કુમાર સાથે પોતાની આગામી ફિલ્મ 'પૃથ્વીરાજ'ના શૂટિંગ માટે ટીમાં સામેલ થઇ ગઇ છે.   

નવી દિલ્હી: પૂર્વ બ્યૂટી ક્વીન અને બોલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત કરનાર માનુષી છિલ્લર (Manushi Chhillar) અભિનેતા અક્ષય કુમાર સાથે પોતાની આગામી ફિલ્મ 'પૃથ્વીરાજ'ના શૂટિંગ માટે ટીમમાં સામેલ થઇ ગઇ છે. માનુષીએ પોતાના ઇંસ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી, જેમાં તે મેકઅપ રૂમમાં મિરર સેલ્ફી લેતાં જોવા મળી રહી છે. જુઓ તસવીરો... 

માનુષી છિલ્લર સેટ પર પહોંચી

1/5
image

માનુષી છિલ્લર પોતાની આગામી ફિલ્મ 'પૃથ્વીરાજના શૂટિંગ માટે ટીમમાં સામેલ થઇ ગઇ છે. ચંદ્રપ્રકાશ દ્વીવેદી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'પૃથ્વીરાજ'માં અભિનેતા અક્ષય કુમાર રાજા પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકામાં જોવા મળશે. 

સંયોગિતાનું પાત્ર ભજવી રહી છે માનુષી

2/5
image

તો બીજી તરફ માનુષી સંયોગિતાનું પાત્ર ભજવતી જોવા મળશે.

અક્ષયે 10 ઓક્ટોબરથી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું

3/5
image

અક્ષયે 10 ઓક્ટોબરથી ફિલ્મની શૂટિંગ શરૂ કરી દીધું છે અને અત્યારે તેમના પર કામનું દબાણ વધુ છે. 

સોનું સૂદે પણ 10 તારીખથી શૂટિંગ શરૂ કર્યું

4/5
image

આ કડીમાં સોનુ સૂદે પણ 10 તારીખથી શૂટિંગ શરૂ કરી દીધું છે. ટીમ સતત કામ કરી રહ્યા છે. 

સંજય દત્ત દિવાળી બાદ શૂટિંગ પર વાપસી કરશે

5/5
image

ફિલ્મમાં અક્ષય કુમારના સહ-કલાકાર સંજય દત્ત પણ ફરીથી શૂટિંગ શરૂ કરશે. સંજય દત્ત દિવાળી બાદ શૂટિંગ પર પોતાની વાપસી કરશે.