ભારતમાં લોન્ચ મારૂતિ સુઝુકીની નવી Grand Vitara, દમદાર ફીચર્સથી છે લેસ, જાણો કિંમત

મારૂતિ સુઝુકીએ પોતાની લેટેસ્ટ હાઇબ્રિડ SUV Grand Vitara ને ભારતમાં લોન્ચ કરી દીધી છે. તેની કિંમત 10.45 લાખ રૂપિયાથી શરૂ છે અને તેનું ટોપ મોડલ 19.65 લાખ રૂપિયાનું છે. કંપનીએ 20 જુલાઈએ પોતાની દમદાર અને શાનદાર ફીચર્સથી લેસ હાઇબ્રિડ SUV પરથી પડદો ઉઠાવ્યો હતો. કંપનીએ આ કારની ગ્લોબલ અનવિલિંગ કરી છે અને તેને એક મલ્ટી ડાઇમેન્શલ એસયૂવી ગણાવી છે. આવો જાણીએ મારૂતિની આ નવી કારના ફીચર્સની તમામ વિગત...

ડિઝાઇન અને લુક

1/4
image

મારૂતિ સુઝુકીની લેટેસ્ટ હાઇબ્રિડ SUV Grand Vitara નો લુક Toyota  હાઈરાઇડરને મળે છે. તેમાં નવુ ડ્યુઅલ-પોડ પ્રોજેક્ટર હેન્ડલેમ્પ સેટઅપ, નવા રૂફ રેલ્સ, નવા ડ્યુઅલ-ટોન ફ્રંટ અને રિયર બમ્પર અને નવા રેપ-એરાઉન્ડ LED ટેલ લાઇટ્સ સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય એસયૂવીમાં ઇન્ટીગ્રેડેટ LED, ફોગ લાઇટ, બ્લેક બોડી ક્લેડિંગ, નવો ડાયમંડ કટ 17-ઇંચના અલોય વ્હીલ્સ, બ્લેક-આઉટ એ, બી અને સી-પીલર્સ, રિયર વાઇપર અને વોશર પણ આપવામાં આવ્યા છે. 

કેબિન અને ઈન્ટીરિયર

2/4
image

મારૂતિ સુઝુકી ગ્રાન્ડ વિટારામાં હેડ-અપ ડિસ્પ્લેની સુવિધા છે. આ એક નાની સ્ક્રીન હોય છે, જે ગાડી ચલાવતા સમયે ડ્રાઇવરનું ધ્યાન ભટકવા દેતી નથી. સાથે તેમાં 360 ડિગ્રી વ્યૂ કેમેરો પણ આપવામાં આવ્યો છે. તે એસયૂવીમાં બે ડ્રાઇવિંગ મોડ્સ, ઓલ-વ્હીલ ડ્રાઇવ અને 2 વ્હીલ ડ્રાઇવ આપવામાં આવી છે. તેને ગ્રાહક પોતાની સુવિધા અનુસાર પસંદ કરી શકે છે. તો તેમાં ટ્રાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ પણ આપવામાં આવી છે. સાથે કારમાં 9 ઇંચની ઇન્ફોટમેન્ટ સિસ્ટમ પણ છે. તેમાં 6 સ્પીકરવાળુ અપકમિસ ઓડિયો સિસ્ટમ, હેડ-અપ ડિસ્પ્લે, એન્બિયંટ લાઇટિંગ અને વેન્ટિલેટેડ ફ્રંટ સીટ સામેલ છે. 

 

સિક્યોરિટી ફીચર્સ

3/4
image

ગ્રાન્ડ વિટારા પેરાનોમિક સનરૂફવાળી પ્રથમ મારૂતિ કાર છે. આ કારમાં મારૂતિએ પેસેન્જર્સની સુરક્ષાની પણ વ્યવસ્થા કરી છે. પેસેન્જર્સની સેફ્ટી પ્રમાણે કારમાં એરબેગ, પાર્કિંગ કેમેરા અને સેન્સર્સ, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), સ્ટેબિલિટી કંટ્રોલ, હિલ અસિસ્ટ અને EBD જેવા ફીચર્સ સામેલ છે. 

કારનું એન્જિન

4/4
image

મારૂતિ સુઝુકી ગ્રાન્ડ વિટારામાં માઇલ્ડ હાઇબ્રિડ તકનીકની સાથે ચાર સિલિન્ડરવાળુ 1.5 લીટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 103bhp નો પાવર અને 137Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન માટે એન્જિનને 5 સ્પીડ મેન્યુઅલ કે પેડલ શિફ્ટરની સાથે 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સની સાથે જોડવામાં આવ્યો છે. સાથે તેમાં ચાર ડ્રાઇવિંગ મોડ્સ ઓટો, સ્પોર્ટ્સ, સ્નો અને લોક આપવામાં આવ્યા છે.