નવા અવતારમાં આવી રહી છે ભારતની મોટ ફેવરિટ કાર, ઓછી કિંમતમાં મળશે મોંઘી ગાડીની મજા

મારુતિ સુઝુકી ભારતની સૌથી ફેવરિટ કાર સ્વિફ્ટ (Maruti Suzuki Swift) ને સંપૂર્ણપણે નવા અવતારમાં લોન્ચ કરવા જઈ રહી છે. મારુતિ સ્વિફ્ટનું લેટેસ્ટ વર્ઝન હાલમાં સૌથી વધુ વેચાતું મોડલ છે. હવે નવી આવનારી સ્વિફ્ટમાં પણ ઘણા નવા ફીચર્સ જોવા મળશે.

1/6
image

નવી મારુતિ સુઝુકી સ્વિફ્ટ ન માત્ર નવા ફીચર્સ અને ફંક્શનથી સજ્જ હશે પરંતુ તેની સાઈઝ પણ પહેલા કરતા મોટી હશે. મારુતિના પાર્ટનર સુઝુકી મોટર્સે તાજેતરમાં જ જાપાન ઓટો શોમાં સ્વિફ્ટના નવા મોડલનું પ્રદર્શન કર્યું હતું. સ્વિફ્ટનું આ ફોર્થ જનરેશન મોડલ છે.

2/6
image

આગામી મારુતિ સુઝુકી સ્વિફ્ટ હાલના હાર્ટટેક પ્લેટફોર્મના વિકસિત એડિશન પર આધારિત હશે, જે કાર નિર્માતાના અન્ય ઘણા વાહનોને અન્ડરપિન કરે છે. કદ વિશે વાત કરીએ તો, નવી સ્વિફ્ટ ભારતમાં વેચાતા વર્તમાન મોડલ કરતાં કદમાં મોટી હશે.

3/6
image

સ્વિફ્ટને 25 ઓક્ટોબરે જાપાન ઓટો શોમાં પ્રદર્શિત કરવામાં આવી હતી, તેની લંબાઈ 3,860 mm, પહોળાઈ 1,695 mm અને ઊંચાઈ 1,500 mm છે. હવે લંબાઈ લગભગ 15 મીમી વધી છે.

4/6
image

હેચબેકના જૂના લુકને જાળવી રાખવા છતાં, સ્વિફ્ટની ડિઝાઇનને ઘણા નવા તત્વો સાથે અપડેટ કરવામાં આવી છે. જેમ કે એલઇડી હેડલાઇટનો નવો સેટ, નવા બમ્પર, બ્લેક એક્સેંટ સાથે ડ્યુઅલ ટોન કલર જેવા ઘણા કોસ્મેટિઅક ફેરફાર સાથે આવી રહી છે. 

5/6
image

મારુતિ સુઝુકી 1.2-લિટર પેટ્રોલ એન્જિન ઓફર કરશે, જે પાંચ-સ્પીડ મેન્યુઅલ અથવા ચાર-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. એન્જિન 88.76 bhp સુધીનો પાવર અને 113 Nmનો પીક ટોર્ક જનરેટ કરી શકે છે. ઈંધણ કાર્યક્ષમતા વધારવા માટે નવી સ્વિફ્ટમાં હાઈબ્રિડ ટેક્નોલોજી પણ મળી શકે છે.

6/6
image

નવી સ્વિફ્ટ ઓછામાં ઓછા વિદેશી બજારોમાં લેવલ-2 ADAS ટેક્નોલોજી સાથે આવશે. એ જોવાનું બાકી છે કે સ્વિફ્ટ ADAS સાથે આવનારી ભારતની પ્રથમ હેચબેક બનશે કે નહીં.