MILESTONE: રોડ પર જોવા મળતા માઈલસ્ટોનના રંગ કેમ હોય છે અલગ? જાણો દરેક રંગ આપે છે શેનો સંકેત

અલગ અલગ માઈલસ્ટોનના રંગના શું હોય છે સંકેત. રસ્તા પર જતી વખતે તમે રોડની બાજુમાં ઘણીવાર અલગ અલગ રંગના માઈલસ્ટોન જોયા હશે. તમને જોઈને જરૂર એમ થતું હશે કે આનો રંગ અલગ-અલગ કેમ હોય છે. તો એનું કારણ પણ જાણવા જેવું છે.

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતમાં તમે કોઈ પણ હાઈવે પર જશો. ત્યાં તમને અલગ અલગ સ્થળનું અંતર બતાવતો માઈલ સ્ટોન જોવા મળશે. આ માઈલ સ્ટોન રોડની ખુણામાં મુકેલો જોવા મળશે આ માઈલ સ્ટોન માત્ર એક રંગના નથી હોતા. આ માઈલ સ્ટોન પીળો, લીલો, કાળો અને નારંગી રંગના હોય છે. સાથે જ સફેદ રંગ હોય છે. માઈલ સ્ટોનમાં મુકવામાં આવેલા અલગ અલગ રંગ, અલગ અલગ સંકેત આપે છે. મોટા ભાગે જોવા મળતા માઈલસ્ટોન પર લોકો માત્ર સ્થળનું નામ અને તેના અંતર પર ધ્યાન રાખતા હોય છે. પરંતુ માઈલ સ્ટોન પર લગાવવામાં આવેલા રંગ પર કોઈનું ધ્યાન નથી હોતુ. ખુબ ઓછા લોકો જાણે છે માઈલસ્ટોનમાં કયો રંગ ક્યારે વપરાય છે તે બાબતે.

પીળા રંગનું માઈલસ્ટોન 

1/4
image

જો આપને ડ્રાઈવ કરતા સમયે એક માઈલ સ્ટોન જોવા મળે જેનો ઉપરનો ભાગ પીળા રંગનો છે તો આપ સમજી જજો કે આપ નેશનલ હાઈવે એટલે કે રાષ્ટ્રીય રાજમાર્ગ પર છો.

કેસરી રંગનું માઈલસ્ટોન 

2/4
image

જો આપને રસ્તાની બાજુમાં નારંગી રંગના પટ્ટાવાળા માઈલસ્ટોન જોવા મળે તે આપ સમજી જજો કે આપ કોઈ ગામ કે પછી ગામના રસ્તા પર છો.

લીલા રંગનું માઈલસ્ટોન 

3/4
image

જો આપને ડ્રાઈવ કરતા વખતે રોડની બાજુમાં માઈલ સ્ટોન જોવા મળે જેના ઉપરનો ભાગ લીલા રંગનો છે તો આપ સમજી જજો કે આપ રાષ્ટ્રીય નહીં પણ રાજ્ય રાજમાર્ગ એટલે કે સ્ટેટ હાઈવે પર છો.  

કાળા રંગનું માઈલસ્ટોન 

4/4
image

જો તમને ડ્રાઈવ કરતા વખતે રોડની બાજુમાં કાળો, અને સફેદ રંગના પટ્ટાવાળા માઈળસ્ટોન જોવા મળે તો સમજી જજો કે આપ મોટા શહેર અને જિલ્લામાં આવી ગયા છો.