highway

ઠાકોર પરિવાર માટે રવિવારની સવાર કાળમુખી બની, અકસ્માતમાં 5 ના મોત, મૃતકોમાં બે બાળકો

બનાસકાંઠામાં રવિવારની વહેલી સવારે થયેલા ગમખ્વાર અકસ્માતમા પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. અલટો કાર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 5 લોકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. 

Jan 16, 2022, 09:26 AM IST

ચોટીલા હાઈવે પરથી ઝડપાયો ચાર કિલો ગાંજો, ક્યાં પહોંચાડવાનો હતો જથ્થો, તપાસનો દૌર શરૂ

મોરબી જીલ્લાના વાંકાનેર ચોટીલા હાઈવે ઉપર આવેલ મેસરીયા ચેક પોસ્ટ પાસે એસ.ઓ.જી અને વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા વાહન ચેકિંગ કરી રહી હતી. ત્યારે રિક્ષાને રોકીને પોલીસે ચેક કરી હતી જે રિક્ષામાંથી ૪ કિલો ગાંજા સાથે ત્રણ શખ્સો મળી આવ્યા હતા.

Jan 6, 2022, 09:50 PM IST

ગાઢ ધુમ્મસમાં વધુ એક અકસ્માત બન્યો, ગુજરાતથી એમપી જતી બસ કોતરમાં પડી, 3 ના મોત

બસને કોતરમાંથી બહાર કાઢવા ચાર ચાર જેસીબી મશીનનો સહારો લેવામાં આવ્યો 

Jan 2, 2022, 10:59 AM IST

વડોદરા નેશનલ હાઈવે પર કમકમાટીભર્યો અકસ્માત, ક્લિનરનું ઘડ અને માથુ જ અલગ થઈ ગયું

શહેર નજીક નેશનલ હાઇવે 48 ઉપર મોડી રાત્રે ઉભેલી ટ્રક અને પસાર થઈ રહેલી ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં પસાર થઈ રહેલી ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં કેબિનમાં બેઠેલ ક્લિનરનુ માથું ધડથી અલગ થઇ ગયું હતું. ફાયર બ્રિગેડે દ્વારા કેબિનમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. નોધનીય છે કે, અકસ્માત ઝોન તરીકે ઓળખાતી દેણા ચોકડીની રાજ્યના રોડ ટ્રાન્સપોર્ટ મંત્રીએ મુલાકાત લીધી હતી.

Dec 25, 2021, 01:45 PM IST

શનિવારની સવાર કાતિલ બની, વટામણ-ભાવનગર હાઈવે પર અકસ્માતમાં 5 લોકોના મોત

ફરી એકવાર ગમખ્વાર અકસ્માતથી સવાર પડી છે. ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. વટામણ-ભાવનગર હાઈવે પર વારના ગામ પાસે ઈકો કાર અને ટેન્કર સામસામે ટકરાતા ઈકો કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. 

Nov 20, 2021, 07:33 AM IST

વિચિત્ર અકસ્માત : 3 વાહનોની ટક્કરથી વચ્ચે આવેલી રીક્ષાનો કુચડો વળ્યો, 4 લોકો વાહનોની આગમાં જીવતા ભૂંજાયા

ડીસા પાલનપુર હાઈવે ફરી એકવાર લોહિયાળ બન્યો છે. ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ચાર વાહનોના એકબીજાના ટકરાવથી ત્રણ વાહનોમાં આગ લાગી હતી. અકસ્માત (accident) બાદ આગ લાગતા રીક્ષામાં બેઠેલા 4 લોકો સળગી જતા મોત નિપજ્યા છે. 

Oct 8, 2021, 11:56 AM IST

Gujarat: મોરબી માળીયા હાઈવે ઉપર ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત, 5ના મોત

મોરબી માળીયા હાઈવે ઉપર આવેલ ટીંબડી ગામના પાટિયા પાસે બંધ પડેલા ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર બેઠેલા યુવાન સહિત પાંચ રાજસ્થાનીઓના મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

Sep 22, 2021, 11:07 PM IST

PAK સરહદ નજીક ભારતનું શક્તિ પ્રદર્શન, હાઈવે પર ફાઈટર વિમાનોનું જબરદસ્ત લેન્ડિંગ, જુઓ Video

રાજસ્થાનના જાલૌરમાં આજે બાડમેર હાઈવે પર સ્પેશિયલ એરસ્ટ્રિપની શરૂઆત કરવામાં આવી.

Sep 9, 2021, 11:59 AM IST

હાઇવે પર મધરાત્રે ફિલ્મી સ્ટાઇલે કરોડોની લૂંટનો પ્રયાસ, મુસાફરોએ પ્રતિકાર કર્યો અને...

જિલ્લાના અંકલેશ્વર મુલદ હાઇવે ઉપર ફાયરિંગ કરી રૂ. 2.50 કરોડના હીરાની લૂંટનો પ્રયાસ નિષ્ફળ થયો છે. લૂંટના પ્રયાસમાં લૂંટારુઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવતા એક મુસાફરને ઈજાઓ પહોંચી હતી. બસના ક્લીનર તેમજ મુસાફરોની સમય સૂચકતાના કારણે લૂંટ કરવા આવેલ લૂંટારુઓ ભાગવું પડ્યું હતું. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જિલ્લાના તમામ નાકા ઉપર ચેકીંગ હાથ ધરી લૂંટારૂઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Aug 24, 2021, 04:24 PM IST

માલેગાવ ઘાટ પર બ્રેક ફેલ થયેલી ટ્રક જીપ સાથે ટકરાઈ, ચાર મુસાફરો ગંભીર રીતે ઘાયલ

  • બેકાબુ બનેલ ટ્રકનો જીપ સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને જીપનો ગંભીર અકસ્માત સર્જાતા અફરાતફરી મચી હતી

Jul 1, 2021, 02:09 PM IST

સાપના લિસોટા જેવો દેખાતો આ પુલ ગુજરાતની શાન બન્યો, જે સૌથી લાંબો એલિવેટેડ કોરિડોર છે

બ્રિજ ઉપર તથા સર્વિસ રોડ પર LED લાઇટિંગને કારણે રાત્રે તેની શોભા અનેકગણી વધી જાય છે

Jun 17, 2021, 09:36 AM IST

આણંદ અકસ્માતમા માર્યા ગયેલા 9 લોકો માટે મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરી

  • સિરાજ અજમેરીના પરિવારના કુલ 9 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. આ અકસ્માતમાં બે બાળકોના પણ મોત નિપજ્યાં
  • અકસ્માત એટલો ગંભીર હતો કે, સ્થાનિકોને ઓજારોની મદદથી ઈકો ગાડીને તોડીને મૃતદેહોને બહાર કાઢવા પડ્યા હતા

Jun 16, 2021, 09:55 AM IST

આણંદમાં અકસ્માત બાદનો ભયાવહ નજારો : ટ્રકની ટક્કરે ઈકો કાર અડધી થઈ ગઈ, એક બાજુ લાશોનો ઢગલો થયો

આ અકસ્માત તંત્રના વાંકે થયો હોવાનું કહી શકાય. અકસ્માત વાસદ બગોદરા હાઈવે પર સર્જાયો હતો, જેનું લાંબા વર્ષોથી રોડનું કામ ચાલી રહ્યુ છે. વિવાદોને કારણે 6 લેન હાઈવેનું કામ ઠકેલપંચે ચાલી રહ્યું છે. જેથી વર્ષોથી એક જ સાઈડનો રોડ ચાલુ હતો. તેથી વહેલી સવારના અંધારામાં બે ગાડીઓ સામસામે ભટકાઈ

Jun 16, 2021, 08:43 AM IST

આણંદ પાસે ટ્રક અને કાર ભટકાતા એક જ પરિવારના 9 લોકોના કરુણ મોત

આણંદ અકસ્માતમાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈકો કારમાં સવાર એક જ પરિવરના 9 લોકોના કરુણ મોત નિપજ્યા છે. આ અકસ્માત તારાપુર ઇન્દ્રાજ પાસે થયો હતો. 

Jun 16, 2021, 07:49 AM IST

આણંદ એક્સપ્રેસ હાઇવે પાસે ઉભા રહેલા ટેમ્પાને પાછળથી બીજી ગાડીએ ટક્કર મારી, એકનું મોત

આણંદ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સામરખા ટોલનાકા પાસે થયેલા અકસ્માતમાં બે ટેમ્પો સામસામે ટકરાયા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. તો અન્ય એક ઘાયલને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. 

Jun 8, 2021, 03:42 PM IST

MORBI: હાઇવે પર ટેન્કર પલટી મારી ગયું, લોકોએ ડીઝલ લેવા માટે પડાપડી કરી

માળીયા હાઇવે પર કન્ટેનર પલટી જતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. જેમાં એક તરફ કન્ટેનરમાં ડીઝલ જેવું પ્રવાહી ભરેલું હતું. જેથી રોડ પર આ પ્રવાહી ઢોળાતા જ લોકોએ લુંટ ચલાવી હતી. આ પ્રવાહી ઘરે લઇ જવા માટે પડાપડી કરતા ટ્રાફીક જામની સ્થિતિમાં ઓર વધારો થયો હતો. 

May 31, 2021, 10:16 PM IST

પત્નીના નજર સામે પતિનું મોત, હાઈવે પર પત્ની આખી રાત પતિના મૃતદેહ પાસે બેસી રહી

વડોદરાના તરસાલી બાયપાસ પાસે હિટ એન્ડ રન (hit and run) નો બનાવ બન્યો હતો. પણ આ અકસ્માત એક પત્નીએ તેના પતિને ગુમાવ્યો હતો. પત્નીની નજર સામે જ પતિનું મોત નિપજ્યું હતુ. પરંતુ પત્ની આખી રાત પતિના મૃતદેહ પાસે બેસી રહી હતી. 

May 9, 2021, 03:03 PM IST

MILESTONE: રોડ પર જોવા મળતા માઈલસ્ટોનના રંગ કેમ હોય છે અલગ? જાણો દરેક રંગ આપે છે શેનો સંકેત

અલગ અલગ માઈલસ્ટોનના રંગના શું હોય છે સંકેત. રસ્તા પર જતી વખતે તમે રોડની બાજુમાં ઘણીવાર અલગ અલગ રંગના માઈલસ્ટોન જોયા હશે. તમને જોઈને જરૂર એમ થતું હશે કે આનો રંગ અલગ-અલગ કેમ હોય છે. તો એનું કારણ પણ જાણવા જેવું છે.

Mar 28, 2021, 03:54 PM IST

હાઇવે પર Accident થતાં Ambulance ને થશે જાણ, જલદી આટલી હાઇટેક બનશે સિસ્ટમ

તમને જણાવી દઇએ કે કે આ વ્યવસ્થામાં એંબુલન્સ (Ambulance) જીપીએસ સિસ્ટમ (GPS System) થી સજ્જ હશે. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અત્યારે રોડ અકસ્માતને રોકવા માટે માટે ઘણા નવા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

Feb 7, 2021, 04:01 PM IST

ઠાસરાના ડાકોર કપડવંજ હાઇવે પર ટ્રકચાલક લૂંટાયો, મિનિટોમાં 31 લાખ રૂપિયાની લૂંટ થતા ચકચાર

જિલ્લાના ઠાસરા પંથકમાં ચકચારી લૂંટની ઘટના સામે આવી છે. ડાકોર કપડવંજ હાઇવે પર ટ્રક ચાલક અને ક્લિનરને બંધક બનાવીને ટ્રકમાંથી 31 લાખ રૂપિયાનો મુદ્દામાલ લૂંટાયો છે. આ બનાવ અંગે ઠાસરા પોલીસ દ્વારા લૂંટ અને અપહરણનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર 31 મી જાન્યુઆરીના રોજ મોડી રાત્રે ઠાસરા તાલુકાના ડાકોર-કપડવંજ હાઇવે પર ચંદાસર નજીક ટ્રક નંબર RJ 14 GK 6257 પસાર થઇ રહી હતી. તે સમયે બીજી એક ટ્રકે તેનો પીછો કરીને તેમને આંતર્યા હતા. જેમાંથી 3થી 4 અજાણ્યા વ્યક્તિઓ ઉતર્યા અને ટ્રક ચાલક સાવનખાન સાથે બોલાચાલી કરી હતી. 

Feb 5, 2021, 08:58 PM IST