અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ધૂમધામથી સગાઈ થઈ, એન્ટિલિયાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું, જુઓ Inside Photos

Anant Ambani Radhika Merchant Engagement Photos: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ થઈ ગઈ છે. અંબાણી પરિવારે પોતાના ઘર એન્ટિલિયામાં ધામધૂમથી સગાઈ કરી છે. ખાસ વાત છે કે થોડા સમય પહેલા અનંત અને રાધિકાની રોકા સેરેમની થઈ હતી. જેના  મહેંદી સેરેમનીના ફોટો અને વીડિયો ખુબ વાયરલ થયા હતા. તમે પણ જુઓ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈની તસવીરો....
 

અનંત અંબાણી અને રાધિકાની થઈ સગાઈ

1/6
image

પોતાની સગાઈના દિવસે રાધિકા મર્ચન્ટે ગોલ્ડન અને ક્રીમ કલરની લહેંગા ચોલી પહેરી. ગળામાં ડાયમંડનો સેટ અને હાથમાં ડાયમંડનું કડું પહેર્યું હતું. 

શેરવાનીમાં જોવા મળ્યો અનંત

2/6

તો અનંત અંબાણી થનારી પત્ની રાધિકાથી અલગ બ્લૂ રંગની શેરવાનીમાં જોવા મળ્યો. બંનેએ એક સાથે અને પરિવારની સાથે પોઝ પણ આવ્યા હતા.

3/6
image

આ પ્રસંગે નીતિ અંબાણી ગોલ્ડન અને ક્રીમ કોમ્બિનેશની રેડ સાડી પહેરી જોવા મળ્યો તો મોટી વહુ શ્લોકા લાઇટ બ્લૂ કલરના લહેંગામાં જોવા મળી હતી. 

 

 

એક સાથે જોવા મળ્યા પરિવારના સભ્યો

4/6

આ તકે ઈશા અંબાણી પતિની સાથે જોવા મળી. સગાઈ બાદ અંબાણી પરિવારે એક સાથે તસવીરો ખેંચાવી, જેમાં બધા ખુશ જોવા મળી રહ્યાં છે. 

થશે ઉજવણી

5/6
image

મીડિયા રિપોર્ટ પ્રમાણે સગાઈનો જશ્ન અંબાણી પરિવાર ધૂમધામથી મનાવશે. જેમાં બોલીવુડથી લઈને ક્રિકેટની ઘણી હસ્તિઓ સામેલ થઈ શકે છે. 

 

 

સેલિબ્રિટીઓ થશે સામેલ

6/6
image

આ ફંક્શનમાં બોલીવુડની સિંગર શ્રેયા ઘોષાલ પરફોર્મ કરી શકે છે.