સુરત મહાનગરપાલિકાને દિવાળી ફળી! નેચરપાર્ક અને એક્વેરિયમમાં મુલાકાતીઓનું ઘોડાપુર, લાખોની આવક

ઝી બ્યુરો/સુરત: દીવાળી વેકેશન સાથે જ સુરતીઓ વિદેશ કે અન્ય રાજ્યમાં ફરવા ઉપડી જાય છે જેના કારણે સુરત શહેર અડધું જેટલું ખાલી થઈ ગયું છે. પરંતુ સુરતમાં વેકેશન દરમિયાન રહેલા સુરતીઓ પણ હરવા ફરવાની જગ્યા હાઉસ ફુલ કરી રહ્યાં છે. વેકેશન દરમિયાન સુરત પાલિકાના નેચર પાર્ક એક્વેરિયમમાં એક લાખની આસપાસ લોકો મુલાકાતે આવ્યા હતા, જેના કારણે પાલિકાને 34 લાખની આવક થઈ છે. 
 

1/5
image

હાલમાં પડેલા દિવાળી વેકેશનને કારણે સુરત મહાનગરપાલિકાના મનોરંજનનાં સ્થળો પર સુરતીઓએ કબજો કરી લીધો હોય તેવા દ્રશ્યો સર્જાય રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના પ્રાણીસંગ્રહાલય નેચર પાર્ક, એક્વેરિયમ અને ગોપી તળાવ સહિત શહેરના અને ગાર્ડનમાં હાઉસ ફૂલ જેવો માહોલ છે.

2/5
image

લોકોને મનોરંજન માટે મુશ્કેલી ન પડે તે માટે સોમવાર ની રજા પણ રદ કરવામાં આવી છે. વેકેશનને કારણે હરવા-ફરવાના સ્થળો પર લોકોની ભીડ સાથે પાલિકાની આવકમાં પણ વધારો થઇ રહ્યો છે.

3/5
image

હાલમાં દિવાળી વેકેશન પડતાની સાથે જ અનેક સુરતીઓ બહારગામ ફરવા ઉપડી ગયા છે. પરંતુ સુરતમાં રહેતા સ્મૃતિઓ અને તેમને ત્યાં આવેલા મહેમાનો સુરત મહાનગરપાલિકાના ફરવા ફરવા ના સ્થળ ઉપર પહોંચી ગયા છે.સુરતના સરથાણા વિસ્તારમાં આવેલો મહાનગરપાલિકા નું પ્રાણીસંગ્રહાલય મુલાકાતીઓ થી ઉભરાઇ રહ્યા છે. 

4/5
image

9 થી 16 નવેમ્બર દરમિયાન પાલિકાના નેચર પાર્ક માં 86971 મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા. જેમાં પણ 14 નવેમ્બર ના રોજ પાલિકાના નેચર પાર્કમાં સૌથી વધુ 25081 મુલાકાતીઓ આવ્યા હતા. 

5/5
image