ચંદ્રમા પર હશે 174 કરોડ રૂપિયાનું ટોયલેટ, NASAનો ખર્ચ જાણી રહી જશો દંગ

જો તમે વિચારી રહ્યા છો કે અંતરિક્ષ (Space)માં એક પૈસો પણ કેવી રીતે ખર્ચ કરી શકાય? તો અહીં કરવામાં આવનાર ખર્ચ વિશે જાણીને તમને આશ્વર્ય થશે. નાસા (NASA)દ્વારા અંતરિક્ષમાં ટોયલેટ બનાવવા માટે 14 મિલિયન પાઉન્ડ એટલે કે 1,86,48,000 ડોલર ખર્ચ કરી રહ્યું છે. 

નવી દિલ્હી: જો તમે વિચારી રહ્યા છો કે અંતરિક્ષ (Space)માં એક પૈસો પણ કેવી રીતે ખર્ચ કરી શકાય? તો અહીં કરવામાં આવનાર ખર્ચ વિશે જાણીને તમને આશ્વર્ય થશે. નાસા (NASA)દ્વારા અંતરિક્ષમાં ટોયલેટ બનાવવા માટે 14 મિલિયન પાઉન્ડ એટલે કે 1,86,48,000 ડોલર ખર્ચ કરી રહ્યું છે. 

ISS પર થઇ રહ્યું છે નવા ટોયલેટનું પરીક્ષણ

1/5
image

નવા ડિઝાઇનના ટોયલેટને ચંદ્રમા પર મોકલતાં પહેલાં તેનું આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (International Space Station) પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. 

ટાયટેનિયમ ડિઝાઇન

2/5
image

નવી ડિઝાઇન ટાઇટેનિયમ છે અને ઉલ્લેખનીય છે કે મહિલાઓ માટે આ પહેલાંના ટોયલેટ કરતાં ઘણું સારું રહેશે. 

એક શૌચાલયની કિંમત

3/5
image

નાસા (NASA)દ્વારા બનાવવામાં આવી રહેલા એક અંતરિક્ષ શૌચાલયનો ખર્ચ 19 મિલિયન ડોલર છે. આ વર્ષે નવા ટોયલેટની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે જેની કિંમત 22 મિલિયન ડોલર એટલે કે લગભગ 174 કરોડ રૂપિયા છે. આ ટોયલેટને ચંદ્રમા પર મોકલવામાં આવશે. 

સામાન્ય ટોયલેટ જેવું હોતું નથી

4/5
image

તમારા મગજમાં પ્રશ્ન થતો હશે કે આ આટલું મોંઘું કેમ છે? અંતરિક્ષ ટોયલેટ કોઇ સામાન્ય ટોયલેટની માફક હોતુ6 નથી આ સુપર-સ્પેશિયલ વેક્યૂમ ક્લીનર (super-special vacuum cleaners)ની માફક હોય છે.  

ખૂબ જ મોંઘી ટેક્નોલોજીનો ઉપયોગ

5/5
image

તેમાં એકદમ મોંઘી ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. જેના લીધે વિશેષ રીતે પાઇપ અને વેક્યૂમ ટ્યૂબનો ઉપયોગ થાય છે. તેમાં ઉપયોગ થનાર પાણીને રીસાઇકલ કરવામાં આવે છે જ્યારે વેસ્ટને સ્ટોર કરવામાં આવે છે.