અમારું બધું પલળી ગયું, અનાજ-પુસ્તકો બધું પલળ્યું, હવે અમે શું કરીશું... પૂર્ણાના પાણીએ નવસારીમાં તારાજી સર્જી
Navsari Flood ધવલ પારેખ/નવસારી : નવસારીમાં પૂર્ણા નદીના પૂરના પાણી ઓસર્યા બાદ જિલ્લા તંત્ર સ્થિતિને થાળી પાડવાના પ્રયાસોમાં મંડી પડ્યું છે. નવસારીના છ વોર્ડ અને 14 ગામડાઓમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. જેમાં સીધા કે આડકતરી રીતે એકથી દોઢ લાખ લોકોને અસર થઈ હતી. આજે જ્યારે પૂરના પાણી ઉતર્યા છે, ત્યારે નવસારી શહેરમાં ચારેતરફ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. લોકોના ઘરનો તમામ સામાન પલળી ગયા છે, તો બાળકોના પુસ્તકો પણ પલળી ગયા છે. લોકો 24 કલાકથી ઘરમાંથી પાણી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તો કારખાનાઓમાં મશીનો પણ પલળી ગયા છે. ત્યારે હવે પૂર્વવત જીવન થાય તેવી લોકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે.
ગોડાઉનમાં પલળી ગયેલા અનાજનો સરવે શરુ
અલગ અલગ નગરપાલિકાઓ સાથે નવસારી પાલિકાની ટીમ મળી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં 396 કર્મચારીઓ જોડાયા છે અને તેમની અલગ અલગ 23 ટીમો બનાવવામાં આવી છે. સાથે જ આરોગ્ય વિભાગની પણ 96 જેટલી ટીમો બનાવવામાં આવી છે, જે અલગ અલગ વિસ્તારોમાં ફરી પાણી શુદ્ધિકરણ માટે ક્લોરીનેશન સહિતની કામગીરી કરશે. 417 જેટલી ટીમો અલગ અલગ વિસ્તારમાં આરોગ્ય કેમ્પ લગાવી લોકોને શરદી ખાંસી તાવ ઝાડા ઉલટી જેવી બીમારીઓમાં તપાસી દવા વિતરણ પણ કરશે. આ સાથે જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમો બનાવી જ્યાં 10 કલાકથી વધુ પાણી રહ્યું હતું એવા વિસ્તારોમાં સરકારી કે ખાનગી અનાજના ગોડાઉન ખાણીપીણીની લારીઓ અનાજ કરિયાણાની દુકાનોમાં સર્વે કરશે. જ્યાં તકલીફ જણાશે એ જથ્થાનો નાશ કરવામાં આવશે.
સરવે કરાશે, પણ સહાય ક્યારે
અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકારના નવા જીઆર પ્રમાણે સર્વે ટીમો બનાવી સહાય ચૂકવવાને તૈયારી થશે. જ્યારે ખેતીમાં થયેલા નુકસાન માટે પણ સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર ક્ષીપ્રા અગરે દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી જિલ્લામાં પૂરની સ્થિતિ અને ત્યારબાદ થઈ રહેલી કામગીરી અંગે માહિતી આપી હતી.
વૃદ્ધાશ્રમ પણ પાણી પાણી થયું
નવસારીની પૂર્ણા નદીમાં ગતરોજ આવેલા પૂરમાં જૂના થાણા નજીક ને સ્વપ્નલોક સોસાયટીના પુનવાલા વૃદ્ધાશ્રમમાં પણ પૂરના પાણી ભરાયા હતા જેના કારણે 26 વૃદ્ધોને પહેલા માળે શિફ્ટ કરવામાં આવ્યા હતા પરંતુ અત્યાર સુધીમાં વધુ પાણી આવ્યું હોવાથી વૃદ્ધાશ્રમ માડીથી ત્રણ ફૂટ પાણી ચડી ગયા હતા અને જે વૃદ્ધો જ્યાં રહી રહ્યા છે એ ઓરડામાં પ્રવેશતા બેડ ગાદલા તેમજ તેમની રોજિંદી વસ્તુઓ ભીલડી ગઈ હતી પુસ્તકો અને દવાઓ પણ પૂરના પાણીમાં પલળી હતી જો કે સમય સૂચકતા વાપરી વૃદ્ધો ને ઉપરના માળે ખસેડી લેવામાં આવ્યા હતા અને અનાજ પણ ખસેડી લેવામાં આવ્યું હતું પૂર્ણ પાણી ઓસરિયા પરંતુ હજુ સુધી વૃદ્ધાશ્રમમાં પૂર્ણ સફાઈ થઈ શકી નથી પુરથી વૃદ્ધાશ્રમ ને ઘણી નુકસાની થઈ છે ત્યારે વૃદ્ધાશ્રમના વૃદ્ધોને મદદ એ દાતાઓ આવે એવી અપીલ સંસ્થા દ્વારા કરવામાં આવી છે.
વેપારીઓની હાલત કફોડી બની, રત્ન કલાકારોની રોજગારી છીનવાઈ
નવસારીમાં પૂર્ણાના પૂરે તારાજી સર્જી છે. પૂરના પાણી ઓસરિયા બાદ નવસારીના શાંતાદેવી રોડ પર આવેલા હીરાના કારખાના તેમજ હીરાના વેપારીઓની બની છે. નવસારીના ડાયમંડ ઉદ્યોગનું ગણાતા રૂબી કોમ્પ્લેક્સમાં પણ ચાર ફૂટ સુધી પૂરના પાણી ભરાઈ ગયા હતા. ડાઉનલોડ પર આવેલા કારખાનાઓ અને ઓફિસોમાં પાણી ભરાતા લાખોનું નુકસાન આપવામાં આવી રહ્યું છે. ગ્રાન્ટ રોડ પર હીરા વેપારી કમલેશ માલાણીના કારખાનામાં 25 રત્ન કલાકારો કામ કરે છે. પરંતુ પાણી ભરાવાના કારણે હીરાની ઘંટીઓ શરણ સહિત અન્ય સાધનો પાણીમાં પલળાઈ જતા અઠવાડિયા સુધી કારખાનું શરૂ થઈ શકે એમ નથી. જેથી અઠવાડિયા સુધી રત્ન કલાકારોને રોજગારી છીનવાય છે.
વેપારીઓને લાખોનું નુકસાન
બીજી તરફ ઓફિસમાં પણ પાણી ભરાતા લાખોના લેસર મશીન ને શરૂ કરતા સમય જશે. આ પુર થી હીરા વેપારી કમલેશ માલાણીને અંદાજિત ત્રણ લાખ રૂપિયાનું નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે શાંતાદેવી રોડ ઉપર આ પ્રકારે ઘણા નાના મોટા કારખાના ચાલે છે અને એમાં હીરાની ઘંટી સહિત લેસર મશીનો પણ કાર્યરત હતા. પૂરના પાણીને કારણે ૧૦ થી ૧૫ લાખના આ લેસર મશીનોમાં પણ પાણી ભરાયું. જ્યારે કારખાનામાં ઘંટીઓમાં પણ પાણીના કારણે નુકસાન થયું છે. જેથી નવસારીના હીરા ઉદ્યોગને પૂરના કારણે મોટો આર્થિક માર પડ્યો છે.
અમે પૂર બાદ ઘરે આવ્યા તો આખું ઘર પાણીમાં હતું
પૂર્ણ નદીના પૂર ઓસર્યા બાદ નવસારીના નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ કફોડી બની છે. શાંતાદેવી રોડની ગાંધીનગર સોસાયટીમાં આઠ ફૂટ થી વધુ પાણી ભરાયા હતા. જેના કારણે ભાડેથી રહેતા ભમરાભાઇ ઠાકોરના ઘરમાં ઘરવખરીને મોટું નુકસાન થયું હતું. ઘરનો સામાન ખસેડવાનો સમય ન મળ્યો તેના કારણે અનાજ તેમજ અન્ય વસ્તુઓ પલળી ગઈ હતી. જ્યારે પૂરના પાણી ઉતર્યા અને ઘરે આવ્યા તો અનાજ સંપૂર્ણ પલળેલું હતું, જેથી એને ફેંકી દેવા પડ્યું હતું. સાથે જ ઘરની અન્ય વસ્તુઓ ગાદલા ગોદડા સહિત કપડા પણ પલળી જતા ફેંકી દેવા પડ્યા છે.
વૃદ્ધાશ્રમ આખું પાણીમાં ગરકાવ, દાતાઓને મદદની અપીલ કરાઈ
પૂરમાં જૂના થાણા નજીક ને સ્વપ્ન લોક સોસાયટીના પુનવાલા વૃદ્ધાશ્રમમાં પણ પૂરના પાણી ભરાયા હતા. જેના કારણે 26 વૃદ્ધોને પહેલા માળે શિફ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ અત્યાર સુધીમાં વધુ પાણી આવ્યું હોવાથી વૃદ્ધાશ્રમમાં ત્રણ ફૂટ થયા હતા. આશ્રમના ગ્રાઉન્ડ ફ્લોરમાં પુસ્તકો, બેડ અને દવાઓ પણ પૂરના પાણીમાં પલળી હતી. જો કે સમય સૂચકતા વાપરી વૃદ્ધો ને ઉપરના માળે ખસેડી લેવામાં આવ્યા હતા અને અનાજ પણ ખસેડી લેવામાં આવ્યું હતું. પરંતુ પૂરના પાણી હજી ઓસર્યા નથી. હજુ સુધી વૃદ્ધાશ્રમમાં પૂર્ણ સફાઈ થઈ શકી નથી. પૂરથી વૃદ્ધાશ્રમને ઘણી નુકસાની થઈ છે. ત્યારે વૃદ્ધાશ્રમના વૃદ્ધોને લોકો મદદે આવે એવી અપીલ સંસ્થા દ્વારા કરવામાં આવી છે.
નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂર્ણા નદીની જળ સપાટીમાં એકદમ વધારો તથા શહેરના શાંતાદેવી રોડ ઉપર 8 ફૂટ સુધી પૂરના પાણી ભરાઈ ગયા હતા. જેમાં દુકાનોમાં પાણી ભરાતા અનેક દુકાનદારોને હજારો લાખો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. શાંતાદેવી રોડનાં કિનારા એપાર્ટમેન્ટમાં આવેલ ઇલેક્ટ્રિક દુકાન ચલાવતા મનસુખભાઇ ઈલેક્ટ્રીક સાધનોનું સમારકામ કરે છે. ધારવા કરતા બે ફૂટ વધુ પાણી ભરાતા તેમને અંદાજે 40 હજારથી વધુનું નુકશાન થયું છે. તો બાજુમાં આવેલી જવેલર્સમાં પણ ચાંદીના નાના દાગીના તેમજ ફર્નિચર પુરના પાણીમાં ડૂબી જતાં જવેલર્સ ચેતન પારેખને પણ અંદાજે 50 હજારથી વધુનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. આ રીતે શાંતાદેવી રોડ વિસ્તારના દુકાનદારોને પુરમાં હજારો રૂપિયાનું નુકશાન વેઠવા પડ્યું છે.
નવસારીમાં પૂર્ણ નદીએ ગતરોજ રૌદ્ર રૂપ બતાવ્યુ હતુ. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી પૂર્ણાની જળ સપાટી વધી હતી અને આક્રમક બનેલી પૂર્ણાનાં પ્રવાહમાં નવસારી બારડોલી માર્ગ પર સુપા ગામ નજીક પૂર્ણા નદી પર બનેલ પૂલની રેલીંગ તૂટી ગઈ હતી. પૂર્ણાનો પ્રવાહ એટલો તેજ હતો કે નદીના પાણીમાં મોટા લાકડા પણ તણાઈ આવ્યા હતા. જે પુલની રેલિંગ પર અથડાયા હતા. જેથી ઘણી જગ્યાએ પુલની રેલિંગ તૂટી ગઈ હતી. જ્યારે નદીમાં વમળ ઉઠતા ડામર રોડની સરફેસ પણ ઉખડીને પાણીમાં વહી ગઈ હતી. જોકે પૂર્ણાની રોદ્રતા બાદ પણ પુલને મોટું નુકસાન થયું નથી. પુલ સક્ષમ છે અને જે રેલિંગ તૂટી છે અને રોડની સરફેસ ઉખડી છે, તેનું સમારકામ આજ સાંજ સુધીમાં કરી આવતીકાલથી વાહન વ્યવહાર માટે પુલ શરૂ કરી દેવામાં આવશે. જોકે આજ પૂરતું સુપા ગામથી ડાઈવરજન આપવામાં આવ્યું છે. જે વાહનો બારડોલીથી આવશે એ સુપાથી પેરા થઈ ધોળાપીપળા નીકળી શકશે અને નવસારીથી બારડોલી જવા માટે પણ ધોળાપીપળાથી સુપા ગામ તરફનો રસ્તો લેવા પડશે.
નવસારીમાં પૂરના પાણી ઓસરિયા બાદ અસરગ્રસ્તોની સ્થિતિ વિકટ બની છે. નવસારીના શાંતાદેવી રોડ ઉપર પાણી ઓસર્યા બાદ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પાલિકા એકલદોકલ સફાઈ કર્મી પાસે સફાઈ કરાવી રહી છે. જેને જોઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. જેથી પાલિકા સફાઈ માટે એક બે નહીં, પણ સફાઈ કર્મીઓની આખી આખી ટીમ ઉતારીને એક અભિયાન ચલાવે તો જ આ વિસ્તારમાંથી ગંદકી દૂર થઈ શકે એવી સ્થાનિકોની માંગ છે
Trending Photos