નવસારી

આઈસ્ક્રીમ ખાધા બાદ બેભાન થઈ યુવતી, ઉઠી ત્યારે રિસોર્ટ નહિ પણ હોસ્પિટલના બિછાને હતી

નવસારીમાં સામૂહિક દુષ્કર્મની ઘટના આવી સામે છે. નવસારીની યુવતી સાથે સુરત-મરોલી સ્ટેટ હાઈવે પર જાણીતા રિસોર્ટમાં સામૂહિક દુષ્કર્મ આચરાયુ છે. જાણીતા રિસોર્ટમાં કામ કરતી યુવતીને લગ્ન પ્રસંગમાં રોકી રાખવામાં આવી હતી. પ્રસંગમાં આઈસ્ક્રીમ ખાધા બાદ યુવતી બેભાન થઈ હતી. પરંતુ યુવતી ભાનમાં આવી ત્યારે નવસારીની ખાનગી હોસ્પિટલમાં હતી. રિસોર્ટમાં બેભાન થયા બાદ યુવતી સાથે સામુહિક દુષ્કર્મ થયાની લેખિત ફરિયાદ કરાઈ છે. 

Sep 25, 2021, 09:53 AM IST

નવસારીમાં સામૂહિક આત્મહત્યા : એક જ પરિવારના ત્રણે ફાંસો ખાધો, 3 વર્ષની ફૂલ જેવી દીકરી અનાથ બની

નવસારીના વાંસદા જિલ્લાના મોળાઆંબા ગામે પરિવારે સામુહિક આત્મહત્યા (suicide) કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. કોરોના મહામારીના કારણે વધુ એક પરિવાર વિંખાઈ ગયો છે. નવસારી (Navsari) ના વાંસદાના મોળાઆંબા ગામે એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ગામની સીમમાં આવેલ વૃક્ષ પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. 

Sep 1, 2021, 04:30 PM IST

દક્ષિણ ગુજરાતમાં નવા રોગથી લોકોમાં ફફડાટ, પ્રાણીઓ ટપોટપ આ બીમારીમાં સપડાયા

કોરોના મહામારી હજુ ગઈ નથી ત્યારે હવે પશુઓમાં લમ્પી સ્કીન ડિસીસ નામનો રોગ જોવા મળતાં આરોગ્ય વિભાગમાં દોડધામ જોવા મળી રહી છે. નવસારીના ખેરગામ તાલુકામાં છેલ્લા બે માસમાં અનેક પશુઓ આ બીમારીમાં સપડાયા છે. જેને કારણે પશુપાલકોમાં ચિંતા જોવા મળી રહી છે. આ રોગ ખાસ કરીને ગાયમાં વધુ જોવા મળે છે.

Aug 20, 2021, 08:42 AM IST

રખડતા ઢોરોએ પરીક્ષા આપવા નીકળેલા વિદ્યાર્થીનું માથુ ફાડી નાંખ્યું, માતાપિતા દીકરાનો મૃતદેહ જોઈ ચોધાર આસુંએ રડી પડ્યા

રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. પરંતુ હજી સુધી તેના ત્રાસમાંથી મુક્તિ મળતી નથી. નવસારી અને વડોદરાના ડભોઈમાં રખડતા ઢોરને લીધે બે મોત થયા છે. તો જામનગરમાં પણ રખડતા આખલાએ એક મહિલા પર હુમલો કરતાં મહિલા ગંભીર ઈજાગ્રસ્ત થઈ છે.  

Aug 11, 2021, 02:39 PM IST

ચીખલી પોલીસ સ્ટેશનમાં બે શંકમંદ આરોપીઓએ કરી આત્મહત્યા, અધિકારીઓ દોડતા થયા

ચીખલી પોલીસ સ્ટેશનમાં અત્યંત ચોંકાવનારી એક ઘટના બની છે, જેમાં નવસારીના ઉપરી પોલીસ અધિકારીઓ પણ દોડતા થયા છે. ચીખલી પોલીસ સ્ટેશનમાં બે શંકાસ્પદ આરોપીઓએ એકસાથ ગળેફાંસો ખાઈ આત્મહત્યા (custodial death) કરી લેતા ચકચાર મચી ગઈ છે. બંને આરોપીઓને ચોરીના ગુનામાં પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. 

Jul 21, 2021, 12:47 PM IST

નવસારીના દાંડી માર્ગ પર વિશાળકાય સાઇનબોર્ડ ગાડી પર પડ્યું, કાર ચાલકનો આબાદ બચાવ

હાઇવેને અડીને આવેલા સિસોદરા ગામ નજીક ઓવરબ્રિજ થઇને દાંડી જતા સ્ટેટ હાઇવે પર એકાએક સાઇનબોર્ડ અને કિલોમીટર દર્શાવતું વિશાળકાય બોર્ડ કાર પર પડતા અકસ્માત થયો હતો. જેમાં કારચાલકનો આબાદ બચાવ થયો હતો. જેનો વીડિયો અન્ય કાર ચાલકોએ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું છે. 

May 15, 2021, 01:05 AM IST

અકસ્માતના 11 મૃતકો માટે સયાજી હોસ્પિટલે માત્ર એક એમ્બ્યુલન્સ અને શબવાહિની ફાળવી

 • વડોદરાની એસએસજી હોસ્પિટલે 11 મૃતદેહોને વતન લઈ જવા માટે માત્ર એક એમ્બ્યુલન્સ અને એક શબવાહિની ફાળવી છે.
 • મૃતદેહોને લઈ જવા માટે આહીર સમાજના લોકોએ બહારથી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવી પડી

Nov 18, 2020, 01:10 PM IST

પીએમ મોદીએ વડોદરા અકસ્માતમાં મૃત્યુ પામેલા 11 લોકો માટે દુ:ખ વ્યક્ત કર્યું

 • વરાછા વિસ્તારમાં રહેતા અલગ અલગ આહીર પરિવાર રાત્રે 11 વાગ્યે સુરતથી આઈસર ટેમ્પોમાં સવાર થઈને પ્રવાસે નીકળ્યા હતા.
 • આ તમામ લોકો સુરતના ગોડાદરા, પુના ગામ, વરાછા, સીતારામ સોસાયટી, આશાનગરના રહેવાસી છે

Nov 18, 2020, 11:35 AM IST

કાળ બનીને આવી બુધવારની સવાર, ગુજરાતભરમાં 3 અકસ્માતમાં 15ના મોત

 • નવા વર્ષે ફરવા નીકળેલા લોકો માટે બુધવારનો દિવસ કાળ બનીને આવ્યો.
 • વહેલી સવારે પાવાગઢ દર્શનાર્થે જઈ રહેલા મુસાફરોને મોટો અકસ્માત નડ્યો.
 • સુરેન્દ્રનગરમાં કાર અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત

Nov 18, 2020, 10:51 AM IST

નેશનલ હાઈવે 48 પર બસ અકસ્માત, મધ્યપ્રદેશના મજૂરો મુંબઈ જવા નીકળ્યા હતા

 • દિવાળીના પર્વમાં લોકો વતનમાં જઇ રહ્યાં હોવાથી ખાનગી તથા સરકારી બસોમાં મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે.
 • ખાનગી બસોના ડ્રાયવરો રાત્રિના સમયે બસો પૂરપાટ ઝડપે હંકારતાં હોવાથી અકસ્માતના બનાવો બનતાં રહે છે

Nov 18, 2020, 10:27 AM IST

અહો વૈચિત્રમ ! નવસારીમાં ભર શિયાળે વરસાદ પડ્યો, નાગરિકોની દિવાળી બગડી

ચોમાસાની ઋતુ દરમિયાન અનરાધાર વરસાદ પડ્યા બાદ શિયાળાની શરૂઆત થઇ ચુકી છે. જો કે નવસારી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના આકાશમાં વરસાદી માહોલ છવાયો હોય તેમ કાળાડિબાંગ વાદળા ઉતરી આવ્યા છે. વરસાદી માહોલ વચ્ચે દિવાળીના દિવસે બપોર બાદ ધીમી ધારે છાંટા પડવા લાગ્યા હતા. 

Nov 14, 2020, 07:50 PM IST

ACB નો સપાટો: જિલ્લા શિક્ષણાધિકારી 10 લાખની લાંચ લેતા ઝડપાયા

તાપી જિલ્લામાં આવેલી એક શાળાને તાપીને ફટકારાયેલી નોટિસ પરત લેવાની અવેજમાં 10 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. શિક્ષણાધિકારી બી.એમ પટેલ દ્વારા શાળાના સંચાલકો પાસેથી રૂપિયા 10 લાખની માંગણી કરવામાં આવી હતી. જેમાં રૂપિયાની ડિલીવરી ગઇકાલે રાત્રે થવાની હતી. આ દરમિયાન ACB એ છટકું ગોઠવી ઝડપી પાડ્યા હતા. જો કે લાંચ લેવામાં અધિકારીનો સાથીદાર રવિ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ લાંચ લેતા હોય છે ત્યારે એસીબી દ્વારા આવા લાંચીયાઓને ઝડપી લેવા માટે કાર્યવાહી કરવામાં આવે છે. 

Oct 17, 2020, 04:41 PM IST

ત્રણ પિતરાઈ ભાઈએ મળીને સગીર બહેનને પીંખી નાંખી, ત્રણેયની ઉંમર 14, 13 અને 10 વર્ષ

 • નવસારીના ખેરગામ તાલુકામાં એક જ દિવસમાં બળાત્કારની બે ઘટના સામે આવી
 • 12 વર્ષની બાળકીને ગર્ભ રહી જતા સમગ્ર ઘટનાનો ભાંડો બહાર ફૂટ્યો હતો, તેમજ પિતરાઈ ભાઈઓની કરતૂત પણ સામે આવી

Oct 9, 2020, 12:09 PM IST

વર્લ્ડ ચેમ્પિયન બ્લાઇન્ડ ભારતીય ક્રિકેટ ટીમનો સભ્ય શાકભાજી વેચવા બન્યો મજબૂર

બ્લાઇન્ડ ખેલાડીઓ માટે રમતા વર્લ્ડ કપના સભ્યએ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે. વર્ષ 2018ની વિજેતા બ્લાઇન્ડ ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય નરેશ તુમડા મદદ માંગવા મજબૂર બન્યો છે. દેશ માટે ગૌરવ મેળવનાર, દેશને ગૌરવ અપાવનાર નરેશ તુમડા આર્થિક રીતે પરેશાન રહેતા સરકારથી મદદ માંગી છે.

Aug 21, 2020, 04:26 PM IST

નવસારી: સ્વતંત્રતા સંગ્રામમાં સજા ભોગવનાર 96 વર્ષીય સ્વતંત્રતા સેનાનીનું સન્માન

9  ઓગ્ટનાં દિવસે ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ નિમિત્તે સ્વતંત્રય સેનાનીઓને રાષ્ટ્રપતિ ભવનમાં સન્માનિત કરવામાં આવે છે. જો કે ચાલુ વર્ષે કોરોના મહામારીના પગલે ભારતે સરકારે સ્વતંત્રતા સેનાનીઓને પોતાનાં ઘરે સન્માન કરવામાં આવ્યા છે. ત્યારે નવસારીના સ્વતંત્રતા સંગ્રામમાં 16 માસની સજા ભોગવનાર 96 વર્ષીય દિનકર દેસાઇનું સન્માન કરવામાં આવ્યું છે.

Aug 9, 2020, 05:23 PM IST

નવસારીમાં ભાજપ પ્રદેશ પ્રમુખના કાર્યક્રમમાં હોબાળો, વિદ્યાર્થીને બોલાવીને તેનુ સન્માન ન કરાયું

નવસારીમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત આદિવાસી દિવસ પર સરકારી કાર્યક્રમ યોજાયો હતો. ચીખલી ખાતે સરકારી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હોબાળો થયો હતો. મહત્વનું એ છે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લામાં પ્રથમ આવનારા વિદ્યાર્થીનું જ સન્માન ન કરાતા તેના માતાપિતાએ હોબાળો મચાવ્યો હતો. 

Aug 9, 2020, 12:20 PM IST

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ગણદેવીમાં વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ નવસારીના ગણદેવીમાં પોણા ચાર ઈંચ વરસાદ ખોબક્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને વલસાડના ધરમપુરમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 7 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસા નોંધાયો છે.

Jul 28, 2020, 09:20 AM IST

નવસારી: ગણદેવી પોલીસે 88 લાખથી વધારેની રોકડ સાથે 3 યુવાનોને ઝડપ્યા

ગણદેવી પોલીસે હવાલાના રૂપિયાની હેરફેર થતી હોવાની આશંકા સાથે ત્રણ લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. આ હવાલાનાં રૂપિયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. ઝડપાયેલા યુવકો પાસેથી કરોડો રૂપિયા રોકડ સ્વરૂપે મળી આવ્યા છે. હાલ ત્રણેય યુવકોને ઝડપી લેવામાં આવ્યા છે. આ તમામ નાણા મહારાષ્ટ્રનાં નાસિકથી સુરત લાવવામાં આવી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. 

Jul 27, 2020, 04:10 PM IST

નવસારીમાં 3 લેન ઓવરબ્રિજને સરકારની મંજુરી, લાખો લોકોનો સમય બચશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં થ્રી-લેન રેલ્વે ઓવરબ્રીજ બનાવવા માટે રૂ. ૧૧૪.પ૦ કરોડના કામોની મંજૂરી આપી છે. નવસારી નગરપાલિકા વિસ્તારમાં ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર કોર્પોરેશન ઓફ ઇન્ડીયા લીમીટેડના રૂટ પર લેવલ ક્રોસીંગ ૧ર૭ પર આ થ્રી-લેન ઓવરબ્રીજ માટે પ૦ ટકા ફાળો રાજ્ય સરકારનો અને પ૦ ટકા ફાળો કેન્દ્રો સરકારનો રહેશે.

Jul 24, 2020, 05:04 PM IST

દુખદ સમાચાર : જલાલપોરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનું કોરોનાથી મોત

નવસારીમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. આવામાં કોરોનાએ નવસારીના પૂર્વ ધારાસભ્યનો ભોગ લીધો છે. જલાલપોરના પૂર્વ ધારાસભ્યનું સંભવિત કોરોના (Coronavirus) થી મોત નિપજ્યું છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વસંત પટેલનું મોત થયું છે. છેલ્લાં કેટલાક દિવસોથી વસંત પટેલ કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. તેઓ 1980 થી 1990 સુધી જલાલપોરના ધારાસભ્ય રહ્યા હતા. 81 વર્ષની વયે કોરોનામાં સપડાયા બાદ તેમનું મોત નિપજ્યું છે. 

Jul 22, 2020, 11:50 AM IST