ભારે વરસાદ

જૂનાગઢ : ડેમમાં ડૂબી રહેલા યુવકને મહિલાઓએ દુપટ્ટો નાંખીને બચાવ્યો

હાલ ગુજરાતમાં વાવાઝોડાની અસરને પગલે ચોમેર વરસાદ છે. ભારે વરસાદે તારાજી સર્જી છે. વાવાઝોડાને કારણે જે જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે, તેમાં જૂનાગઢ જિલ્લો પણ સામેલ છે. ત્યારે જૂનાગઢમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જૂનાગઢના ફેમસ વિલિંગ્ડન ડેમમાં ન્હાવા પડેલા એક યુવકનો જીવ સ્થાનિક લોકોએ બચાવ્યો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યો છે. 

Sep 30, 2021, 02:59 PM IST

જામનગરથી આવ્યા ભયાવહ દ્રશ્યો, રંગમતી નદીના પાણીમાં સમાયુ ખોડિયાર માતાજીનું મંદિર

સૌરાષ્ટ્રના દરિયાકાંઠે શાહીન વાવાઝોડાની અસર થવાની છે. ત્યારે વાવાઝોડાની અસરને પગલે NDRF ની ટીમો તૈનાત કરી દેવાઈ છે. પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, જામનગર, દિવ અને રાજકોટમાં ટીમો તૈનાત કરાઈ છે. NDRFની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. સંભવિત વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ પર છે. ત્યારે જામનગરમાં ભારે વરસાદ વચ્ચે ભયાવહ દ્રશ્યો સામે આવી રહ્યાં છે. 

Sep 30, 2021, 11:48 AM IST
Sunday Special: Country Will Change With Resolution Of Economic Cleanliness PT6M19S

રવિવાર સ્પેશિયલ: આર્થિક સ્વચ્છતાના સંકલ્પથી બદલાશે દેશ

Sunday Special: Country Will Change With Resolution Of Economic Cleanliness

Sep 26, 2021, 10:20 PM IST
Sunday Special: Disaster Of Gulab Cyclone PT5M2S

અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી, આ તારીખ દરમિયાન બહાર પણ ન નિકળતા નહી તો...

ગુજરાતમાં રહી રહીને જાણે ચોમાસુ જામી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આગામી 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના વિવિધ હિસ્સાઓમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. મહારાષ્ટ્રના દક્ષિણભાગ, મધ્યપ્રદેશ, ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો અને રાજસ્થાનના કેટલાક હિસ્સાઓમાં સારો વરસાદ પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત 12થી 15 ઓક્ટોબર દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. 20-22 ઓક્ટોબર દરમિયાન હવામાનમાં મોટો પલટો આવે તેવી શક્યતા છે. 

Sep 24, 2021, 04:53 PM IST

વડોદરામાં ઉપરવાસમાં વરસાદથી વિશ્વામિત્રી નદીની સપાટી વધી, ભયજનક લેવલથી 10 ફૂટ દૂર

ઉપરવાસમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે વડોદરાના આજવા સરોવરની સપાટી 209.75 ફૂટે પહોંચી ગઈ છે. જેથી હવે વડોદરામાં આગામી વર્ષ માટે પાણીનં સંકટ ટળી ગયુ છે. આગામી એક વર્ષ સુધી શહેરીજનોને પીવાનું પાણી મળી રહેશે. પરંતુ બીજી બાજુ વિશ્વમિત્રી નદીની સપાટી પણ વધતા તંત્ર એલર્ટ બન્યું છે.

Sep 23, 2021, 02:24 PM IST

જામનગરમાં વરસાદે ફરી તોબા પોકારી, જોડિયામાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં હજુ ચાર દિવસ મધ્યમ વરસાદ (gujarat rain) ની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. ત્યારે હાલ ગુજરાતમાં મેહુલિયો ધોધમાર વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 135 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે 6:00 થી 8:00 સુધીમાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જામનગરમાં ફરી વરસાદે તોબા પોકારી છે. સવારના બે કલાક દરમિયાન જ જામનગરના જોડિયામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ (heavy rain) ખાબક્યો છે. 

Sep 23, 2021, 09:50 AM IST

વડોદરામાં 4 ઈંચ વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા, ગણેશ પંડાલ તૂટતા બે લોકો ઈજાગ્રસ્ત

વડોદરા (vadodara) માં ચોમાસાની સેકન્ડ ઈનિંગમાં પહેલીવાર મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. ચોમાસામાં પહેલીવાર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. વડોદરામાં રાતભરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. હાલમાં સવારે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ (heavy rain) થી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અલકાપુરી રેલવે સ્ટેશનના ગરનાળામાં પણ પાણી ભરાયા છે. 

Sep 11, 2021, 09:11 AM IST

સપ્ટેમ્બર મહિનો ગુજરાતને ફળ્યો, સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ, તલાલામાં 6 ઈંચ વરસ્યો

  • 24 કલાકમાં ઉમરગામમાં 16 ઈંચ, વાપીમાં 8 ઇંચ, માંગરોળમાં 5 ઇંચ, વિસાવદરમાં 4 ઇંચ વરસાદ 
  • રાજ્યના 71 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો, રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ 45.84 ટકા નોંધાયો 
  • આજે સવારે 6 થી 10 કલાક સુધીમાં તલાલામાં 6 ઈંચ, માળિયામાં 5 ઇંચ, ઉનામાં 4 ઈંચ વરસાદ

Sep 1, 2021, 12:44 PM IST

Monsoon સીઝન-2 : 24 કલાક દરમિયાન 228 તાલુકામાં વરસાદ, 12 ઈંચ વરસાદથી વલસાડ પાણી પાણી

ગુજરાતમાં આખરે મેઘ મહેર (gujarat rain) થઈ છે. લાંબા સમયથી વરસાદની રાહ જોવાતી હતી, જેથી આખરે હાશકારો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો છે. 24 કલાક દરમિયાન 228 તાલુકામાં વરસાદ (rains) નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં 12 ઇંચ ખાબક્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 14 તાલુકામાં 3 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. તો રાજ્યના 31 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 76 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 

Sep 1, 2021, 09:19 AM IST

બનાસકાંઠામાં ગરીબ ખેડૂતના ઘર પર વીજળી પડી, તમામ વીજ ઉપકરણો બળીને ખાક થયા

આ સીઝનમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ (gujarat rain) વરસી રહ્યો છે. આ વર્ષે વીજળી પડવાના સૌથી વધુ બનાવો બની રહ્યાં છે. ત્યારે બનાસકાંઠાના દાંતીવાડાના માળીવાસમાં મોડી રાત્રે એક ઘર ઉપર વીજળી પડી હતી. ઘર ઉપર વીજળી પડતાં (lightning) ઘરમાં રહેલ વીજ ઉપકરણ બળીને ખાક થયા હતા. એટલુ જ નહિ, ઘરની દિવાલો ઉપર પણ સામાન્ય તિરાડો પડી છે. 

Jul 25, 2021, 10:46 AM IST

ગુજરાતમાં મહારાષ્ટ્ર જેવા વરસાદની આગાહી, આવી શકે છે પાણીનું સંકટ

ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે. ત્યારે વરસાદ (gujarat rain) ને લઇ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરાઈ છે. આજથી બે દિવસ રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે. બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે 27 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ (heavy rain) ની આગાહી કરાઈ છે. ત્યારે આજે રવિવારનો દિવસે આફતનો વરસાદ આવી શકે છે. 

Jul 25, 2021, 08:25 AM IST

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : 24 કલાકમાં 111 તાલુકામાં મેહુલિયો મન મૂકીને વરસ્યો

ગુજરાતમા હવે ચોમાસું જામ્યુ છે. મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે. જેથી લોકો તથા ધરતીપુત્રોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા બે દિવસથી ગુજરાતના અનેક જિલ્લાઓમા મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની નદીઓમાં વરસાદથી ધોડાપૂર (heavy rain) આવ્યા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદ (gujarat rain) ના આંકડા પર નજર કરીએ તો, 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 

Jul 20, 2021, 09:09 AM IST

8.5 ઈંચ વરસાદથી ઉમરગામ પાણી પાણી, આખા તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ

સાડા આઠ ઈંચ વરસાદથી વલસાડ જિલ્લાનું ઉમરગામ પાણી પાણી થઈ ગયું છે. ઉમરગામ તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. તાલુકાના ભિલાડ અંડરપાસમાં પાણી ભરાયા છે. પાણી ભરવાના કારણે વાહન વ્યવહાર બંધ થયો છે. 

Jul 18, 2021, 11:56 AM IST

આગામી 24 કલાકમાં ગુજરાતના આ શહેરોમાં છે ભારે વરસાદની આગાહી

  • સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી
  • માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ. દરિયા કિનારે ભારે પવન ફૂંકાઇ શકે છે

Jul 16, 2021, 03:17 PM IST

રાજ્યમાં ફરી સક્રિય થયું ચોમાસું, સૌરાષ્ટ્રનાં દરિયામાં ભારે વરસાદની આગાહી, આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ચોમાસુ નિષ્ક્રિય હતુ તે ફરી એકવાર સક્રિય તઇ ચુક્યું છે. તેવામાં હવામાન વિભાગે પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. અત્રે નોંધનીય છે કે, વરસાદની તાતી જરૂર હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, અમરેલી, ગીરસોમનાથમાં વરસાદ પડી શકે છે. 

Jul 11, 2021, 07:08 PM IST

વરસાદની બીજી ઈનિંગમાં 156 તાલુકામાં મેઘમહેર, ડીસામાં વીજળી પડતા મહિલાનું મોત

  • ઉત્તર અને દક્ષિણ ગુજરાતના માછીમારો માટે હવામાન વિભાગે દરિયો ન ખેડવા ચેતવણી આપી છે. આ વિસ્તારમાં 11 તારીખથી 14 તારીખ સુધી દરિયાઇ કાંઠે 45 થી 65 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. ત્યારે માછીમારોને આ વિસ્તારમાં દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી

Jul 11, 2021, 08:57 AM IST

ગુજરાતમાં ચોમાસુ ફરી એક્ટિવ થયું, બપોર સુધી 19 તાલુકામાં વરસાદ વરસ્યો

હવામાન ખાતાની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદ આવ્યો છે. આ સાથે જ ગુજરાતમાં ચોમાસું ફરીથી એક્ટિવ થયું છે. દક્ષિણ ગુજરાતના અનેક શહેરોમાં વરસાદ પડ્યો છે. સુરત, વલસાડ, નવસારીમાં વરસાદનું આગમન થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. વરસાદ આવતા જ વાતાવરણમાં બફારો ઓછો થયો છે. સાથે જ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ નોંધાયો છે. ભાવનગર, અમરેલીમાં વરસાદ આવતા ખેડૂતો રાજીના રેડ થયા છે. બે સપ્તાહના વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતો પણ ખુશ થયા છે.

Jul 10, 2021, 03:22 PM IST