New York માં પૂરે મચાવી તબાહી, ચોતરફ પાણી જ પાણી, આ ફોટા કરી દેશે હેરાન

New York Flood: અમેરિકાના ન્યુયોર્કમાં શુક્રવારે તોફાન અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને લાગાર્ડિયા એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશનમાં વિલંબ થયો હતો.
 

1/6
image

ન્યૂયોર્કના ગવર્નર કૈથી હોચુલે કહ્યું કે શહેરના કેટલાક ભાગોમાં આખી રાત 13 સેમી વરસાદ પડ્યો છે.

2/6
image

તેમણે ટીવી સ્ટેશન એનવાય1ને જણાવ્યું હતું કે ''આ એક ખતરનાક, જીવનને ખતરામાં મુકનાર આંધી છે''. તેમણે કહ્યું કે આગામી 20 કલાક સુધી પરિસ્થિતિ જોવા જેવી હશે.

3/6
image

અધિકારીના જણાવ્યા અનુસાર તોફાન અને વરસાદને કારણે વાહનવ્યવહાર થંભી ગયો છે. મેનહટનના પૂર્વ ભાગમાં મુખ્ય માર્ગ FDR ડ્રાઇવ પર કાર પાણીમાં ડૂબવા લાગી છે. કેટલાક વાહન ચાલકો પોતાના વાહનો મુકીને ચાલ્યા ગયા હતા.

4/6
image

પ્રિસિલા ફોન્ટેલિયો નામની મહિલાએ જણાવ્યું કે તે તેની કારમાં ફસાઈ ગઈ હતી. તેણે કહ્યું, "મેં મારા જીવનમાં આવું ક્યારેય જોયું નથી." સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા ફોટા અને વીડિયોમાં સબવે સ્ટેશન અને ભોંયરામાં પાણી દેખાય છે.

5/6
image

મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી, જે સબવે અને પેસેન્જર રેલ લાઇનનું સંચાલન કરે છે, તેણે લોકોને તેમના ઘરો ન છોડવા માટે હાકલ કરી છે.

6/6
image

લાગાર્ડિયા એરપોર્ટ પર રિફ્યુઅલિંગ એરિયામાં પૂરના કારણે ફ્લાઈટ ઓપરેશન થોડા સમય માટે અટકાવી દેવામાં આવ્યું હતું અને ફ્લાઈટ્સ મોડી પડી હતી. તેના ત્રણમાંથી એક ટર્મિનલ પૂરના કારણે બંધ થઈ ગયું હતું.