માત્ર નાડેલા જ નહીં, આ ભારતીય પણ છે વિદેશી કંપનીઓના સુપરબોસ, રોજ કમાય છે કરોડો રૂપિયા
સત્યા નાડેલા હવે દુનિયાની લીડિંગ ટેક કંપની માઈક્રોસોફ્ટના ચેરમેન છે. કોણ જાણતું હતું કે હૈદરાબાદથી અભ્યાસ કરનારા એક યુવક આજે માઈક્રોસોફ્ટ જેવી કંપનીને લીડ કરશે. આમ તો માત્ર નાડેલા જ આ પદ સુધી પહોંચ્યા છે એવું નથી. ગૂગલ સહિત દુનિયાની અનેક એવી લીડિંગ કંપનીઓ છે, જેના બોસ કે સીઈઓ ભારતીય છે.
દિનેશ પાલીવાલ
ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, સિંગાપુર, સ્વિત્ઝરલેન્ડ અને અમેરિકામાં રહેનારા દિનેશ પાલીવાલ આ સમયે હરમન ઈન્ટરનેશનલના સીઈઓ છે. અને નેસ્લેના બોર્ડ મેમ્બર પણ છે. દિનેશ પાલીવાલે IIT રૂરકીથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેના પછી ઓહાયોમાં આવેલ મિયામી યૂનિવર્સિટીથી ફાઈનાન્સમાં એમબીએનો અભ્યાસ કર્યો.
નિકેશ અરોરા
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં જન્મેલા નિકેશ અરોરા જૂન 2018થી પાલો ઓલ્ટો નેટવર્ક્સના સીઈઓ પદ પર છે. ગૂગલ એક્ઝિક્યૂટિવનું પદ સંભાળ્યા પછી અરોરાએ જાપાનની સોફ્ટબેંક ગ્રૂપના સીઈઓની જવાબદારી પણ સંભાળી હતી. તેમના પિતા ઈન્ડિયન એરફોર્સના ઓફિસર રહ્યા છે. નિકેશ અરોરાએ બનારસ હિંદુ યુનિવર્સિટી, બોસ્ટન કોલેજ અને નોર્થ ઈસ્ટર્ન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.
રાજીવ સૂરી
નવી દિલ્લીમાં જન્મેલા અને કુવૈતમાં મોટા થયેલાં રાજીવ સૂરી એપ્રિલ 2014માં નોકિયા ઈન્કની જવાબદારી સીઈઓ તરીકે સંભાળી રહ્યા છે. ભારત અને નાઈજીરિયામાં એક કંપની માટે કામ કરનારા રાજીવે 1995માં નોકિયાની જવાબદારી સંભાળી હતી. ફિનલેન્ડમાં રહેતા સૂરીની પાસે આ સમયે સિંગાપુરની નાગરિકતા છે.
જયશ્રી ઉલાલ
લંડનમાં જન્મેલા અને નવી દિલ્લીમાં મોટા થયેલ જયશ્રી ઉલાલ અમેરિકી ઉદ્યોગપતિઓમાં સામેલ છે. તે વર્ષ 2008થી અરિસ્ટા નેટવર્ક્સ સાથે જોડાયેલા છે. અને સીઈઓ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. સાન ફ્રાન્સિસ્કો સ્ટેટ યૂનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કરનારા જયશ્રીને ફોર્બ્સ મેગેઝીન તરફથી દુનિયાના પાંચ સૌથી પ્રભાવી લોકોમાં સામેલ કરવામાં આવ્યા હતા.
અજયપાલ સિંહ બન્ગા
રિટાયર્ડ લેફ્ટનન્ટ હરભજન સિંહ બન્ગાના પુત્ર અજયપાલ સિંહ બન્ગા 1990થી માસ્ટર કાર્ડ સાથે જોડાયેલા છે. માસ્ટરકાર્ડની સાથે તે પ્રેસિડેન્ટ અને સીઓઓ તરીકે જોડાયા હતા. જોકે એપ્રિલ 2020માં તેમને માસ્ટરકાર્ડના સીઈઓ નિયુક્ત કરવામાં આવ્યા. બન્ગા આ સમયે યૂએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના ચેરમેન પણ છે. બન્ગાએ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ અને દિલ્લી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.
શાંતનુ નારાયણ
હૈદરાબાદમાં જન્મેલા શાંતનુ નારાયણ વર્ષ 2007થી એડોબ ઈન્કના સીઈઓ અને ચેરમેન છે. હૈદરાબાદની ઉસ્માનિયા યુનિવર્સિટીથી બેચલરની ડિગ્રી હાંસલ કરનારા નારાયણે બાર્કલેમાં આવેલી કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી MBAનો અભ્યાસ કર્યો. નારાયણના માતા-પિતા બંને કામ કરતા હતા. એડોબ જોઈન કરતાં પહેલાં તે એપલ સાથે જોડાયા હતા.
સુંદર પિચાઈ
પિચાઈ સુંદરાજન કે સુંદર પિચાઈએ વર્ષ 2004માં ગૂગલની સાથએ પોતાની કારકિર્દી શરૂ કરી હતી. આજે તે સર્ચ એન્જિન ગૂગલ ઉપરાંત તેની બીજી એક કંપની આલ્ફાબેટની સાથે સીઈઓ તરીકે જોડાયેલા છે. 49 વર્ષીય પિચાઈએ IIT ખડગપુર અને કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે.
અરવિંદ કૃષ્ણા
ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી કાનપુરથી અભ્યાસ કરીને નીકળેલા રિટાયર્ડ મેજર જનરલ વિનોદ કૃષ્ણાના પુત્ર અરવિંદ કૃષ્ણા છેલ્લાં 20 વર્ષથી IBMની સાથે છે. તેમણે ઈલિનિયોસ યૂનિવર્સિટીથી PH.Dની ડિગ્રી મેળવી છે. 31 જાન્યુઆરી 2020માં તેમણે વર્જિનિયા રોમેટ્ટીની જગ્યાએ સીઈઓ તરીકે IBMની કમાન સંભાળી.
Trending Photos