Parineeti Chopra થી લઈને Alia Bhatt સુધી, બી-ટાઉનની આ એક્ટ્રેસીસની Engagement Ring છે સૌથી મોંઘી!

Parineeti Chopra Engagement Price: બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાએ ગઈકાલે સાંજે AAP નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પરિણીતી અને રાઘવની કિંમતી સગાઈની વીંટીઓની પણ ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. પરંતુ માત્ર પરિણીતી જ નહીં, બોલિવૂડની ઘણી અભિનેત્રીઓએ તેમની સગાઈ પર એક્સ્પેન્સિવ વીંટીઓ પહેરી છે. આવો, જાણીએ કઈ એક્ટ્રેસની સગાઈની વીંટી કેટલી મોંઘી છે.

પરિણીતી ચોપરા

1/5
image

પરિણીતી ચોપરાની સગાઈની વીંટી સોલિટેર ડાયમંડની છે. રિપોર્ટ્સ અનુસાર પરિણીતીની એન્ગેજમેન્ટ રિંગની કિંમત 80 થી 90 લાખની આસપાસ છે.

આલિયા ભટ્ટ

2/5
image

આલિયા ભટ્ટની સગાઈની વીંટી રણબીર કપૂરના લકી નંબર 8 પરથી કસ્ટમાઈઝ કરવામાં આવી હતી. આલિયા ભટ્ટની એન્ગેજમેન્ટ રીંગની કિંમત લગભગ 3 કરોડ છે.

કિયારા અડવાણી

3/5
image

બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણીએ તેના લગ્નમાં ઓવલ શેપની ડાયમંડ રિંગ પહેરી હતી. એક્ટ્રેસની આ વીંટીની કિંમત લગભગ એક કરોડ છે.

કેટરિના કૈફ

4/5
image

બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફની સગાઈની વીંટી બ્લુ સફાયર અને અનેક હીરાની બનેલી છે. અભિનેત્રીની આ વીંટી લગભગ 7.4 લાખની કિંમતની છે.

પ્રિયંકા ચોપરા

5/5
image

અહેવાલો અનુસાર, નિક જોનાસે અભિનેત્રી પ્રિયંકા ચોપરાને તેની સગાઈ પર 20 લાખ ડોલરની હીરાની વીંટી ગિફ્ટ કરી હતી.