પાટીદારોના આસ્થાનું કેન્દ્ર ઉમિયા માતાજીના મંદિરના નિર્માણ કાર્યનો થયો પ્રારંભ

અમેરિકા સહિત વિશ્વભરમાં પરિભ્રમણ કરેલાં ગંગાજળથી ભરેલાં 108 નીધિ કળશ અને 500થી વધુ જવેરા સાથેની શોભાયાત્રા યોજવામાં આવી 

ઝી મીડિયા/બ્યૂરો :આજથી આસ્થાના કેન્દ્ર અને વિશ્વના સૌથી ઊંચા ઉમિયા માતાજીના મંદિરના નિર્માણ કાર્યનો પ્રારંભ થઈ રહ્યો છે. અમદાવાદના જાસપુર ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના બેનર હેઠળ પાટીદાર (patidar) અગ્રણીઓ એકઠા થયા છે. વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ જગત જનની મા ઉમિયાના મંદિર (umiya temple) નિર્માણ કાર્યના પ્રારંભ પ્રસંગે મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

1/5
image

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીઓ અને સંતો-મહંતો તથા સમાજ શ્રેષ્ઠીઓ પણ સામેલ થશે. મંદિરના નિર્માણ કાર્યની શરૂઆત પહેલા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.   

2/5
image

અમેરિકા સહિત વિશ્વભરમાં પરિભ્રમણ કરેલાં ગંગાજળથી ભરેલાં 108 નીધિ કળશ અને 500થી વધુ જવેરા સાથેની શોભાયાત્રા યોજવામાં આવી છે. સાથે-સાથે 108 કળશ, કે જે ગુજરાત સહિત દેશ-વિદેશમાં યજમાનો લઈને ફર્યા હતા, એ તમામ કળશો મંદિરના ગર્ભગૃહમાં સ્થાપીને પૂજન કરવામાં આવશે તથા JCB સહિત અન્ય ઓજારો અને ઉપકરણોની પૂજા કરીને મંદિર બનાવવાની પ્રત્યક્ષ રીતે શરૂઆત કરવામાં આવશે.

3/5
image

4/5
image

5/5
image