ચારેબાજુ કાટમાળ, લોહીથી લથપથ મૃતદેહો! હમાસની ભૂલ કે ઈઝરાયેલે કર્યો હુમલો! મોત માટે જવાબદાર કોણ?

Israel-Hamas War News: ઇઝરાયલ અને હમાસ વચ્ચે 12મા દિવસે પણ યુદ્ધ ચાલુ છે અને અત્યાર સુધીમાં હજારો લોકો મોતને ઘાટ ઉતરી ગયા છે. તે દરમિયાન મંગળવારે મોડી રાત્રે ગાઝા સિટી હોસ્પિટલમાં બોમ્બ પડતાં લગભગ 300થી વધુ લોકોના મોત થયા છે. જો કે હમાસનો દાવો છે કે આ ઘટનામાં 500 પેલેસ્ટાઈનના મોત થયા છે.
 

1/5
image

ગાઝાની હોસ્પિટલમાં મંગળવારે મોડી રાત્રે અચાનક એક બોમ્બ પડ્યો અને પછી જોરદાર વિસ્ફોટ થયો. આ વિસ્ફોટ પછી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જ્યારે વાતવરણ ડહોળાઈ ગયું હતું. ચારેબાજુ માત્ર કાટમાળ જ દેખાઈ રહ્યો હતો. આ પછી ચારેબાજુ લોકોની ચીસો સંભળાઈ.

2/5
image

હોસ્પિટલમાં બ્લાસ્ટ થયા બાદ દરેક જગ્યાએ કાટમાળ અને લોકોના મૃતદેહો દેખાતા હતા. ગાઝાની અહલી અરબ હોસ્પિટલમાં વિસ્ફોટમાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોના મૃતદેહો મધ્ય ગાઝા પટ્ટીમાં ગાઝા શહેરમાં અલ-શિફા હોસ્પિટલની સામેના કેમ્પસમાં રાખવામાં આવ્યા છે.

3/5
image

હમાસે ગાઝામાં શહેરની હોસ્પિટલ પર થયેલા બોમ્બ વિસ્ફોટ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે. હમાસે તેને યુદ્ધ અપરાધ ગણાવ્યો છે. ગાઝાના સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, હોસ્પિટલ પર થયેલા હુમલામાં 300 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે.

4/5
image

ઈઝરાયલે તેના પર લાગેલા આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે અને કહ્યું છે કે આ ઈસ્લામિક જેહાદ છે. હોસ્પિટલ પર પડેલો બોમ્બ હમાસ દ્વારા જ છોડવામાં આવેલો બોમ્બ હતો, જે તેમના વિસ્તારમાં પડ્યો હતો. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ કહ્યું છે કે નિષ્ફળ રોકેટ હુમલા માટે ઈસ્લામિક જેહાદ જવાબદાર છે.

5/5
image

હોસ્પિટલ હુમલા અંગે ઈઝરાયેલનો દાવો છે કે હમાસના રોકેટના કારણે હોસ્પિટલમાં વિસ્ફોટ થયો હતો. ઈઝરાયેલની સેના દ્વારા એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં રોકેટ હોસ્પિટલ પર પડતું જોવા મળી રહ્યું છે. ઇઝરાયલી સેનાનો દાવો છે કે હમાસ દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા હતા ત્યારે એક રોકેટ હોસ્પિટલ પર પડ્યું હતું.