nithyananda

નિત્યાનંદ અને તેની બે સુંદર સાધિકા સામે ચાર્જશીટ દાખલ, લાલ શાહીથી ઢોંગી બાબાને વોન્ટેડ જાહેર કરાયો

સ્વામી નિત્યાનંદ (Nithyananda) વિરુદ્ધ લોપામુદ્રા ઉર્ફે મા નિત્ય તત્વપ્રિયા આનંદા અપહરણના મામલામાં પોલીસે 83 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં 50 સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. આશ્રમ (Nityanand Ashram)માં માતાપિતાની મરજી વિરુદ્ધ બાળકોને ગોંધી રાખવાના કેસમાં પોલીસે નિત્યાનંદ તેમજ તેના આશ્રમની બે સંચાલિકાઓ પ્રાણ પ્રિયા અને પ્રિયતત્વાની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 83 પાનાની આ ચાર્જશીટ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવી છે.ચાર્જશીટમાં નિત્યાનંદને લાલ શાહીથી વોન્ટેડ જાહેર કરાયો છે. જ્યારે કે, આશ્રમની બંને સંચાલિકાઓ હાલ પોલીસ દેખરેખમાં છે. 

Jan 22, 2020, 02:12 PM IST

‘નિત્યાનંદની ત્રીજી આંખની શક્તિથી શરીરના વાળનું વેક્સિંગ થાય છે...’ મંજુલા શ્રોફે કહી ચોંકાવનારી વાત

અત્યારસુધી તમે પાખંડી બાબા નિત્યાનંદ (Nithyananda) ના કથિત ચમત્કારોની વાતો સાંભળી હશે. પણ હવે એક એવો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જ્યાં પાંખડી નિત્યાનંદ નહિ, પણ ઉચ્ચ શિક્ષિત અને જાણીતુ નામ એવા મંજુલા શ્રોફ (Manjula Shroff)  બાબાના પાખંડને સત્ય ગણાવવા જઈ રહી છે. આ વીડિયોમાં મંજુલા શ્રોફ નિત્યાનંદના એક કાર્યક્રમમાં તેના ગુણગાન ગાઇ રહી છે. મંજુલા નિત્યાનંદના ચમત્કાર વિશે જણાવી રહી છે. તેમજ મંજુલા શ્રોફ બાબા નિત્યાનંદ સાથે ઘણો સમય વ્યતિત કરે છે તે આ વીડિયોથી પુરવાર થાય છે.

Jan 4, 2020, 08:04 AM IST

નિત્યાનંદ આશ્રમ વિવાદમાં ઈન્દ્રભારતી બાપુ બોલ્યા, ‘આવા તકલાદી સાધુને દેશવટો આપો...’

અમદાવાદના નિત્યાનંદ વિવાદમાં જૂના અખાડાના સંતોનું મોટું નિવેદન સામે આવ્યું છે. જૂના અખાડાના ઉપાધ્યક્ષ અને ગિરનાર મંડળના અધ્યક્ષ ઈન્દ્રભારતી મહારાજનું મોટું નિવેદન સામે આવ્યું છે. ઈન્દ્રભારતી બાપુએ નિત્યાનંદને તકલાદી સાધુ ગણાવ્યા. તેમજ આવા તકલાદી સાધુને દેશવટો આપવો જોઈએ તેવું કહ્યું હતું. પોલીસ ઝીણામાં ઝીણી તપાસ કરી નિત્યાનંદને કડક સજા કરવાની માગ કરી છે. તેમણે કહ્યું અજુગતી પ્રવૃત્તિઓ સાધુ માટે વ્યાજબી નથી. ધર્મ અને દેશને લાંછન લગાડે તેવા સાધુને સાથ નહિ દેવાની લોકોને અપીલ કરી છે.

Nov 20, 2019, 02:58 PM IST

નિત્યાનંદની જેમ તેની શિષ્યા નિત્યનંદિતા પણ બની ઢોંગી, અંધ બાળકોને ભ્રમિત કરતો વીડિયો આવ્યો સામે

નિત્યાનંદ સ્વામી (Nithyananda) ના ઢોંગ વર્ષો પહેલા જ ઉઘાડા પડી ગયા હતા. મહિલાઓ સાથે વાયરલ થયેલી તેની ક્લિપ બાદ તેનો મોટાપાયે વિરોધ થયો હતો. ત્યારે આ ઢોંગી બાબા હાલ અમદાવાદના તેના આશ્રમના માધ્યમથી ફરીથી ચર્ચામાં આવ્યો છે. નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) માં વિવાદ બહાર આવ્યા બાદ રોજ નવા નવા ખુલાસા થઈ રહી છે. તેમજ આશ્રમ દ્વારા ચાલતા ધતિંગ સામે આવી રહ્યાં છે. નિત્યાનંદને પોતાના પિતાનો દરજ્જો આપતી નિત્યનંદિતાએ આશ્રમમાં કરેલી વિવાદાસ્પદ કામગીરીનો એક ચોંકાવનારો વીડિયો (Video) સામે આવ્યો છે. જેમાં 18 વર્ષની નિત્યનંદિતા કેવી રીતે આંખે જોઈ ન શકનારા બાળકોને કેવી રીતે ભ્રમિત કરે છે તેનો વીડિયો સામે આવ્યો છે. 

Nov 20, 2019, 02:29 PM IST
Nitya Nandita video with blind students of Ahmedabad PT3M5S

અંધજન મંડળના છોકરાઓને ભ્રમિત કરતો નિત્યનંદિતાનો વીડિયો જુઓ

નિત્યાનંદિતા અને આશ્રમના અન્ય લોકો અંધજન મંડળમાં દિવ્યાંગ લોકોને ભ્રમિત કરવાનું કામ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો. આ વીડિયો કયારનો છે તેની પૂષ્ટિ થઈ નથી.

Nov 20, 2019, 01:40 PM IST

નિત્યાનંદ આશ્રમ વિવાદ : ગુમ બાળકો મામલે આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા સહિત 2ની ધરપકડ

નિત્યાનંદ આશ્રમ વિવાદ (Nityanand Ashram) મામલે સગીર બાળકો ગુમ થવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અમદાવાદ (Ahmedabad) ગ્રામ્ય પોલીસ 2 સાધ્વીઓની ધરપકડ કરી છે. આશ્રમની સંચાલિકા પ્રાણપ્રિયા સહિત 2ની ધરપકડ કરાઈ છે. બંનેની સગીરાનું અપહરણ કરી ગેરકાયદેસર ગોંધી રાખવાના ગુના હેઠળ ધરપકડ કરાઈ છે. તો બીજી તરફ, નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલ બંને યુવતીઓને શોધવા DGP શિવાનંદ ઝાએ SP અને IGને સૂચના આપી છે. DGPએ SP રાજેન્દ્ર અસારી, IG એ. કે. જાડેજા સાથે આ મામલે બેઠક પણ કરી છે. 

Nov 20, 2019, 10:49 AM IST

નિત્યનંદિતાએ Facebook પર Video અપલોડ કરી સૌને ચોંકાવ્યા, ગૃહમંત્રી અમિત શાહના પુત્રના નામનો કર્યો ઉલ્લેખ

આશ્રમમાંથી નાસી ગયેલી નિત્યાનંદિતાએ સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કર્યો છે. છેલ્લા અનેક સમયના ઘટનાક્રમ અંગે વર્ણન કરતા આ વીડિયોમાં નિત્યનંદિતાએ ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહનો ઉલ્લેખ કરીનો સૌને ચોંકાવી દીધા છે. તેણે આ વીડિયોમાં પોતાના પિતા તેને કેવી રીતે ધમકી આપે છે તે વિશે ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું કે, મારા પિતાના મને કહે છે કે, તેઓના બહુ પોલિટિકલ કોન્ટેકટ છે. અમિત શાહના પુત્ર સાથે પણ કોન્ટેકટ છે. એટલે ચિંતા ના કરે. તેઓ મને સ્વામી નિત્યાનંદ સામે પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધવાનું કહે છે. આ બધી વાતો સાંભળવી યોગ્ય ન લાગતા મેં ફોન કટ કરી નાખ્યો હતો.’

Nov 20, 2019, 09:28 AM IST

નિત્યાનંદ આશ્રમમાં રહેતા 2 બાળકોએ પોલીસ તપાસમાં રડતા રડતા કહ્યું, ‘અમને ઘરે જવું છે...’

વિવાદનું બીજું નામ બનેલા નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) માં ગઈકાલે દિવસ દરમ્યાન સતત તાપસ દોર ચાલ્યો હતો. એસઆઈટી (SIT)ની ટીમને આશ્રમમાં તપાસ દરમિયાન દિલ્હી (Delhi) ની ૨ બાળકીઓએ રડતા રડતા પોલીસ સમક્ષ પોતાના માતા પિતા સાથે જવાની ઈચ્છા દર્શાવી હતી. પોલીસેએ ફરિયાદી જનાર્દન શર્મા (Janardan Sharma) ની મીસિંગ તેમજ તેમના બંને નાના બાળકોના અપહરણ અને ગોંધી રાખવાની ફરિયાદને લઇને આશ્રમમાં એસઆઈટીની ટીમે ધામા નાંખ્યા હતા. એસઆઈટીની ટીમે સીડબલ્યુસીના સભ્યોની હાજરીમાં આશ્રમ સાથે સંકળાયેલ કર્મચારીઓ અને બાળકો સહિત 20 લોકોના નિવેદન લીધા છે.

Nov 20, 2019, 08:04 AM IST

નિત્યાનંદ આશ્રમ વિવાદ: આજ સાંજ સુધી DPS દસ્તાવેજો રજૂ નહીં કરે તો DEO સ્કૂલને ફટકારાશે નોટિસ

અમદાવાદ (Ahmedabad) ના હાથીજણમાં આવેલ નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) ના વિવાદોના મૂળિયા સતત ઉંડા ઉતરતા જઈ રહ્યાં છે. આ વિવાદોમા ડીપીએસ સ્કૂલ (DPS)ની સાંઠગાંઠ હોવાનુ પણ સામે આવ્યું છે. નિત્યાનંદ આશ્રમમાં થતા ગોરખધંધાનું કનેક્શન DPS સ્કૂલ સાથે હોવાના પુરાવા મળી રહ્યાં છે. ત્યારે ડીપીએસ સ્કૂલનું નામ સામે આવતા શિક્ષણ વિભાગ પણ દોડતું થયું છે. 

Nov 19, 2019, 02:33 PM IST

આ CCTV ખોલેશે નિત્યાનંદ આશ્રમનું રહસ્ય : DPS સ્કૂલની બસ આશ્રમના બાળકોને ક્યાં લઈ જાય છે?

અમદાવાદના નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) અને ડીપીએસના જૂઠાણાનો ZEE 24 કલાક દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. બાળકોને ગોંધીને ન રાખ્યાં હોવાનો દાવો CCTV દ્રશ્યોથી ખુલ્લો પડ્યો છે. 

Nov 19, 2019, 12:07 PM IST

Video : મિસિંગ નિત્યનંદિતાએ માતાના આડા સંબંધો વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો

નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) વિવાદ મામલામાં દક્ષિણ ભારતીય પરિવારની દીકરી નિત્યનંદિતા (Nitya Nandita) એ વીડિયો કોલ દ્વારા પોલીસ તથા મીડિયાના પ્રશ્નોનો જવાબ આપ્યો હતો, પરંતુ તેણે પ્રત્યક્ષ રૂપે સામે આવવાની ના પાડી હતી. તેમજ પોતે ક્યાં છે તે જણાવવાની પણ સ્પષ્ટ ના પાડી હતી. તેણે વીડિયો કોલમાં મીડિયા (Media) ની સામે કહ્યું કે, તેના માતાપિતા જુઠ્ઠુ બોલે છે. એટલું જ નહિ, તેણે પોતાના માતાના આડા સંધંબો વિશે ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા.

Nov 18, 2019, 02:53 PM IST

નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી નિત્યનંદિતા આખરે મીડિયા સામે આવી, માતાપિતાને ગણાવ્યા જુઠ્ઠા

નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી દક્ષિણ ભારતીય પરિવારની દીકરી નિત્ય નંદિતા આખરે મીડિયા સામે આવી હતી. તેણે મીડિયા સામે આવીને પોતાના માતાપિતા જુઠ્ઠુ બોલતા હોવાનો આરોપ કર્યો છે. તેણે મીડિયા સામે આવીને કહ્યું કે, હું મારી મરજીથી ફરવા આવી છું, અને મારા માતાપિતા હળાહળ ખોટુ બોલી રહ્યાં છે. હું મારા પરિવારની સમસ્યાઓથી કંટાળીને ઘર છોડીને નીકળી છું. તો બીજી તરફ, નિત્ય નંદિતાએ પોતાના લોકેશનની કોઈ માહિતી આપવાની સ્પષ્ટ ના પાડી હતી. 

Nov 18, 2019, 01:28 PM IST

નિત્યાનંદ આશ્રમ વિવાદ : સતત મળી રહેલા ધમકીઓને કારણે પીડિત પરિવારને અપાયું પ્રોટેક્શન

અમદાવાદમા નિત્યાનંદ આશ્રમ વિવાદ સતત વધી રહ્યો છે. સતત ધમકીઓ મળવાને પગલે દક્ષિણ ભારતથી આવેલી પીડિત પરિવારને પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. તો બીજી તરફ પોલીસે ગાયબ બંને યુવતીઓની શોધખોળ કરી લીધી છે. પોલીસે આશ્રમમાં રહીને બંને યુવતીઓ સાથે વીડિયો કોલિંગ દ્વારા રાત્રે વાત કરી હતી. ત્યારે યુવતીઓ અમદાવાદ પહોંચે ત્યારે નિત્યાનંદ આશ્રમમાં ચાલી રહેલા વિવાદનો અંત આવી શકે છે. 

Nov 18, 2019, 01:15 PM IST

નિત્યાનંદ આશ્રમ અને દિલ્હી પબ્લિક સ્કૂલ વચ્ચેની સાંઠગાંઠનો થયો પર્દાફાશ, જાણો

અમદાવાદના હાથીજણ સ્થિત નિત્યાનંદ (Nithyanand) આશ્રમે પોતાની બે દીકરીઓને ગાયબ કરી દીધી હોવાના આરોપસર તમિલનાડુ (Tamilnadu) નાં માતાપિતા આજે ગુજરાત હાઈકોર્ટ (Gujarat Highcourt) માં હેબિયસ કોર્પસ દાખલ કરશે. માતાપિતાનો આરોપ છે કે એક દીકરીને નિત્યાનંદ વિદેશ ભગાડીને લઈ ગયો છે અને બીજી દીકરીને ગાયબ કરી દીધી છે. છેલ્લા ચાર દિવસથી માતાપિતા અમદાવાદ (Ahmedabad) માં છે પણ આશ્રમ (Nityanand Ashram) સત્તાવાળા માતાપિતાને પોતાની દીકરીઓથી મુલાકાત કરાવી શક્યા નથી. હજુ સુધી યુવતીઓનો કોઈ પતો નથી. યુવતીનાં માતા પિતાએ અમદાવાદના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં આશ્રમના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જો કે પોલીસને પણ યુવતીઓ મળી નથી. છેવટે હારીથાકીને લાપતા દીકરીઓનાં માતાપિતા ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરશે. ત્યારે આ વિવાદ વચ્ચે આશ્રમ અને દિલ્હી પબ્લિક સ્કૂલ (Delhi Public Schoo) વચ્ચેની સાંઠગાંઠનો વિવાદ પણ સામે આવ્યો છે. 

Nov 18, 2019, 08:31 AM IST

અમદાવાદ : મજૂરી કરાવીને બાળકોને રૂપિયા ઉઘરાવવાનો ટાર્ગેટ આપનાર સ્વામી નિત્યાનંદ સામે ગુનો નોંધાયો

અમદાવાદ (Ahmedabad) ના નિત્યાનંદ (Nithyananda) આશ્રમ વિવાદ માં અંતે પરિવારે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં અપહરણ અને ગોંધી રાખવાની ફરિયાદ નોંધાવી છે. બે સગીર બાળકી સાથે ગેરવર્તણૂંક અને શોષણ અંગે FIR નોંધવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. નંદિતા ઉપરાંત તત્વપ્રિયા નામની મોટી યુવતી ગુમ થવા અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. બે સગીરાઓ ગુમ (Missing) થવા અંગે બે અલગ અલગ ફરિયાદ અને અરજી દાખલ કરવામાં આવી છે. 

Nov 18, 2019, 07:55 AM IST
karnisena Hallabol On Nityanand Swami Ashram Hathijan Ahmedabad PT23M56S

કરણી સેના પહોંચી નિત્યાનંદ સ્વામી આશ્રમ, સેવકો અને કાર્યવચ્ચે થઇ માથાકૂટ, જુઓ વીડિયો

યુવતીનાં માતાપિતા અમદાવાદનાં આશ્રમમાં યુવતીને શોધવા આવ્યાં હતાં પરંતુ ત્યાં યુવતી મળી ન હતી. અમદાવાદ પોલીસે પણ નિત્યાનંદ આશ્રમમાં યુવતીની તપાસ કરી હતી પરંતુ તેમને પણ ક્યાંય મળી ન હતી. જેના પગલે આશ્રમ અને પરિવાર વચ્ચે હોબાળો થયો હતો. જ્યારે આજે કરણી સેના (Karni Sena)ની ફોજ હાથીજણમાં આવેલા આશ્રમમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓએ આશ્રમના સત્તાધીશોને સવાલ કર્યો હતો કે, ક્યાં છે અમારી બહેન, અમારી દીકરી નંદિતાને પાછી આપો...

Nov 17, 2019, 06:45 PM IST
Karnisena ashram Nityanand Swami hathijan PT25M54S

નિત્યાનંદ સ્વામી આશ્રમ વિવાદ: કરણી સેનાએ આશ્રમમાં કર્યો હલ્લા બોલ, જુઓ વીડિયો

અમદાવાદનાં (Ahmedabad) હાથીજણ (Hathijan) વિસ્તારમાં આવેલો નિત્યાનંદ આશ્રમ (Nithyananda Ashram) ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ આશ્રમની બેંગલુરુ (Bangalore) સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેના પગલે ગઇકાલે રાતે યુવતીનાં માતાપિતા અમદાવાદનાં આશ્રમમાં યુવતીને શોધવા આવ્યાં હતાં પરંતુ ત્યાં યુવતી મળી ન હતી. અમદાવાદ પોલીસે પણ નિત્યાનંદ આશ્રમમાં યુવતીની તપાસ કરી હતી પરંતુ તેમને પણ ક્યાંય મળી ન હતી.

Nov 17, 2019, 06:30 PM IST
swami nityana ashram ahmedabad girl issue PT8M21S

નિત્યાનંદ સ્વામી આશ્રમ સામે યુવતિના માતાપિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ

નિત્યાનંદના અમદાવાદના આશ્રમમાંથી એક પરિવારના ચાર બાળકો જેમાં 3 દીકરી અને 1 દીકરો છેલ્લા છ મહિનાથી ગોંધી રખાયા હતા. જેમાંથી ચાઈલ્ડ વેલફેર અને પોલીસની મદદથી પરિવારે સગીર ઉમંરનો દીકરો અને દીકરી છોડાવ્યા હતા. નિત્યાનંદ વિવાદ મામલે પુત્રીને મળવા ન દેતા હોવાનો આક્ષેપ કરતા માતા-પિતા ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. હાથીજણ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની માંગ કરી હતી.

Nov 17, 2019, 06:05 PM IST

કરણી સેનાએ નિત્યાનંદના આશ્રમમાં પહોંચીને કર્યો સવાલ, ‘ક્યાં છે અમારી બહેન...?’

અમદાવાદનાં (Ahmedabad) હાથીજણ (Hathijan) વિસ્તારમાં આવેલો નિત્યાનંદ આશ્રમ (Nithyananda Ashram) ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ આશ્રમની બેંગલુરુ (Bangalore) સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેના પગલે ગઇકાલે રાતે યુવતીનાં માતાપિતા અમદાવાદનાં આશ્રમમાં યુવતીને શોધવા આવ્યાં હતાં પરંતુ ત્યાં યુવતી મળી ન હતી. અમદાવાદ પોલીસે પણ નિત્યાનંદ આશ્રમમાં યુવતીની તપાસ કરી હતી પરંતુ તેમને પણ ક્યાંય મળી ન હતી. જેના પગલે આશ્રમ અને પરિવાર વચ્ચે હોબાળો થયો હતો. જ્યારે આજે કરણી સેના (Karni Sena)ની ફોજ હાથીજણમાં આવેલા આશ્રમમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓએ આશ્રમના સત્તાધીશોને સવાલ કર્યો હતો કે, ક્યાં છે અમારી બહેન, અમારી દીકરી નંદિતાને પાછી આપો...

Nov 17, 2019, 04:00 PM IST
exclusive video nithyanand ashram hathijan yogini sarvagya pitham girl statement PT3M24S

અંતે નિત્યાનંદ આશ્રમાં રહેતી યુવતિનું નિવેદન આવ્યું સામે, જુઓ વીડિયો

અમદાવાદનાં (Ahmedabad) હાથીજણ (Hathijan) વિસ્તારમાં આવેલો નિત્યાનંદ આશ્રમ (Nithyananda Ashram) ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. આ આશ્રમની બેંગલુરુ (Bangalore) સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેના પગલે ગઇકાલે રાતે યુવતીનાં માતાપિતા અમદાવાદનાં આશ્રમમાં યુવતીને શોધવા આવ્યાં હતાં પરંતુ ત્યાં યુવતી મળી ન હતી.

Nov 16, 2019, 05:20 PM IST