PM મોદી ગુજરાતના જે એરપોર્ટનું લોકાર્પણ કરવાના છે, તે અંદરથી કેવું આલાગ્રાન્ડ બનાવાયુ છે જુઓ

Hirasar Airport : વડાપ્રધાન પીએમ મોદીના હસ્તે હિરાસર ખાતે ગુજરાતના સૌપ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનો શુભારંભ થશે. હિરાસર દેશનું ૧૨મું ગ્રીનફિલ્ડ એરપોર્ટ-દેશમાં અન્ય ૧૧ ગ્રીનફિલ્ડ એરપોર્ટ કાર્યરત-આવનારા ૩ વર્ષમા અન્ય ૫ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનવાની ધારણા

ગ્રીનફિલ્ડ એરપોર્ટ એટલે શુ?

1/5
image

ગ્રીનફિલ્ડ એરપોર્ટ એટલે એવું એરપોર્ટ કે જે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ હોય. જ્યાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું પાયાથી બાંધકામ શરૂ થયું હોય, કોઇ હયાત એરપોર્ટ કે માળખામાં બદલાવ કે અપગ્રેડ કરીને બનાવાયું ન હોય. સામાન્ય રીતે શહેરની બહાર આવેલી ખેતીની કે વણવપરાયેલી જમીન પર શૂન્યમાંથી સર્જન કરીને પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે તેને ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ કહેવામાં આવે છે. આવા પ્રોજેક્ટ માટે એવી જમીન સંપાદિત કરવામાં આવે છે કે જેનું માળખું ન્યૂનતમ હોય છે, જેનો ફાયદો એ છે કે જમીન પર કોઈ જૂનું બાંધકામ કે રોડ ન હોવાથી નવા પ્રોજેક્ટની ડિઝાઇન માટે કોઇ મર્યાદા નડતી નથી, તરત જ નિર્માણકાર્ય શરૂ કરી શકાય છે અને ખાલી જમીનના ઉપયોગ થકી વિકાસ થાય છે. ઉપરાંત આવી જમીન પર મોટો પ્રોજેક્ટ કરવા માટે શહેરના બહારના અવિકસિત વિસ્તારમાં માળખાગત સુવિધાઓના નિર્માણ સાથે નવા ધંધા રોજગારની તકો ઉભી થાય છે. 

ભારતના ગ્રીનફિલ્ડ એરપોર્ટસ

2/5
image

દેશમાં વધતા જતાં હવાઇ સફર ઉદ્યોગને લીધે હાલના એરપોર્ટસ પર એર ટ્રાફિક ગીચ ન બને અને વિમાનોનું સંચાલન સારી રીતે કરી શકાય તે માટે નવા સુવિધાયુક્ત એરપોર્ટ બનાવવાની જરૂરિયાત સમજીને ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ગ્રીનફિલ્ડ એરપોર્ટસ પોલિસી-૨૦૦૮ અમલમાં મુકવામાં આવી છે, જે અંતર્ગત સમગ્ર દેશમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણ સંબંધિત વિગતવાર માર્ગદર્શિકા, પ્રક્રિયાઓ અને તબક્કાઓ નિર્ધારિત કરવામાં આવ્યાં છે. GFA નીતિ હેઠળ પ્રોજેક્ટના પ્રસ્તાવક,  એરપોર્ટ ડેવલપર અથવા ગ્રીનફિલ્ડ એરપોર્ટની સ્થાપના કરવા ઇચ્છુક સંબંધિત રાજ્ય સરકારે ‘સાઇટ ક્લિયરન્સ’  અને ‘સૈદ્ધાંતિક’  મંજૂરી-એમ બે તબક્કાની મંજૂરી પ્રક્રિયા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને દરખાસ્ત મોકલવાની હોય છે.

3/5
image

GFA નીતિ હેઠળ, ભારત સરકારે ગુજરાતમાં ધોલેરા અને હિરાસર સહિત અન્ય રાજ્યોમાં કૂલ ૨૧ ગ્રીનફિલ્ડ એરપોર્ટ સ્થાપવા માટે ‘સૈદ્ધાંતિક’ મંજૂરી આપી છે. આમાંના ૧૧ ગ્રીનફિલ્ડ એરપોર્ટ કાર્યરત પણ થઇ ગયા છે. જેમાં દુર્ગાપુર, શિરડી, કન્નુર, પાક્યોંગ, કલબુર્ગી, ઓરવાકલ (કુર્નૂલ), સિંધુદુર્ગ, કુશીનગર, ઇટાનગર, મોપા અને શિવમોગા એરપોર્ટનો સમાવેશ થાય છે. હિરાસર એરપોર્ટ દેશનું ૧૨મું ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનશે. આ ૨૧ એરપોર્ટ ઉપરાંત રાજસ્થાનમાં અલવર, મધ્ય પ્રદેશમાં સિંગરૌલી અને હિમાચલ પ્રદેશમાં મંડી ગ્રીનફિલ્ડ એરપોર્ટને કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ તબક્કાની  ‘સાઇટ ક્લિયરન્સ’  મંજૂરી આપવામાં આવી છે. 

4/5
image

આ પોલિસીમાં ઉદારીકરણ લાવીને હવે નવા એરપોર્ટ વિકસાવવાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, જેથી એરપોર્ટ ઇનફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ દ્વારા વિકસતા જતા ભારતની આકાંક્ષાને અનુરૂપ વિકાસ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં પણ સાધી શકાય.  દેશમાં ૩ વર્ષમાં ૬ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ શરૂ કરવામાં આવનાર છે, જેમાં હિરાસર ઉપરાંત નવી મુંબઈ, વિજયપુરા, હસન, નોઈડા (જેવર), અને ધોલેરાનો સમાવેશ થાય છે.  

5/5
image