રાજકોટ

દૂધનો કાળો કારોબાર : રાજકોટમાં એક વર્ષમાં 90 મંડળીઓ દૂધમાં ભેળસેળ કરતી પકડાઈ

 • મંત્રી જયેશ રાદડિયાની ટકોર, દૂધમાં ભેળસેળ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે
 • રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની 61મી સામાન્ય સભા યોજાઈ
 • 1 વર્ષમાં ભેળસેળ કરતી 90 મંડળીઓ સામે પગલાં લેવાયા - ચેરમેન ગોરધન ધામેલીયા

Jul 23, 2021, 03:29 PM IST

શુ છે રાજકોટના રાજપરિવારનો મિલકત વિવાદ, જેને કારણે ભાઈ-બહેન પહોંચ્યા કોર્ટ

રાજકોટનો રાજપરિવાર સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. ત્યારે હવે રાજપરિવારનો આંતરિક વિવાદ કોર્ટ રૂમ સુધી પહોંચ્યો છે. મિલકતને લઈને રાજકોટ (Rajkot) ના રાજપરિવારનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. માંધાતાસિંહ મનોહરસિંહજી જાડેજા (mandhatasinh jadeja) અને ઝાંસી સ્થિત તેમના જ સગા બહેન અંબાલિકા દેવી વચ્ચે માધાપર અને સરધારમાં આવેલી એક મિલકતને લઇને કાનૂની જંગ શરૂ થયો છે. અંબાલિકા દેવીએ વધુ બે જમીન કેસમાં સગા ભાઇ માંધાતાસિંહ સામે દાવો દાખલ કર્યો છે. 

Jul 22, 2021, 12:32 PM IST

શેરી શિક્ષણનો યુગ ફરી આવ્યો : રાજકોટમાં ગરીબ બાળકો માટે શરૂ થયા ઓપન ક્લાસ 

 • રાજકોટ નગર પ્રાથમીક શિક્ષણ સમિતિનું ઉમદા કાર્ય
 • મ્યુનિ. સ્કૂલોના શિક્ષકો પછાત વિસ્તારના બાળકોને આપી રહ્યા છે શેરી શિક્ષણ
 • ધો.2 થી 8માં ખાનગી સ્કૂલો છોડી 3500 વિદ્યાર્થીઓએ મનપાની સ્કૂલમાં એડમિશન લીધા

Jul 21, 2021, 02:26 PM IST

તરસ્યું નહિ રહે મારુ રાજકોટ... મુખ્યમંત્રી રૂપાણીએ લીધો નર્મદાનું પાણી પહોંચાડવાનો નિર્ણય

રાજકોટવાસીઓને મુખ્યમંત્રી રૂપાણી (vijay rupani) એ મોટી ભેટ આપી છે. રાજકોટવાસીઓને હવે પાણી મુદ્દે કોઈ પારાયણ નહિ થાય. સૌની યોજના દ્વારા રાજકોટ (Rajkot) ના ન્યારી ડેમમાં 300 ક્યુસેક પાણી આપવામાં આવશે. મંગળવાર સુધીમાં ડેમમાં નર્મદા નીર પહોંચી જશે.

Jul 18, 2021, 12:22 PM IST

પંજાબનો વેપારી રાજકોટ એરપોર્ટ પર દોઢ કિલો સોના સાથે પકડાયો

રાજકોટ એરપોર્ટ પરથી દોઢ કિલ્લો સોનુ (gold) ઝડપાયું છે. દિલ્હી IT ને મળેલી બાતમીના આધારે રાજકોટ IT વિભાગ દ્વારા CISF ને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી હતી. 

Jul 17, 2021, 04:32 PM IST

રાજકોટ : મહિલા કોર્પોરેટરનો નાગરિક સાથેના ઉદ્ધતાઈભર્યા વર્તનનો ઓડિયો વાયરલ

રાજકોટ મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ભાજપના મહિલા કોર્પોરેટરનો વાયરલ થયેલો ઓડિયો (audio viral) નો મુદ્દો ચર્ચાયો હતો. રાજકોટ મનપાના જનરલ બોર્ડ પહેલા ભાજપના કોર્પોરેટરનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. આ મુદ્દે હોબાળો થતા તેમણે માફી માંગી હતી. 

Jul 17, 2021, 02:17 PM IST

RAJKOT માં વધારે એક લવ જેહાદનો કિસ્સો, યુવતીને કહ્યું મુસ્લિમ ધર્મ સ્વિકાર નહી તો...

અનેક યુવતીઓ વિધર્મી યુવકોના પ્રેમજાળમાં ફસાઈને હેરાન થતી જોવા મળે છે. આવી યુવતીઓને વિધર્મી યુવકો દ્વારા ધર્મ પરિવર્તન કરવા પણ દબાણ કરવામાં આવે છે. સરકાર દ્વારા આની સામે કડક કાયદો બનવવામાં આવ્યો છે. આવોજ એક લવ જેહાદનો કિસ્સો ધોરાજીમાં સામે આવ્યો જ્યાં વિધર્મી યુવકે એક યુવતીને ફસાવીને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરતા અંતે કાયદાની ચુંગાલ માં ફસાઈ ગયો છે.

Jul 16, 2021, 07:04 PM IST

પિતા બન્યો હેવાન : મસ્તી કરતા 8 વર્ષના બાળકને માર મારતા થયું મોત 

રાજકોટ-કાલાવડ રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં 8 વર્ષના પુત્રને પિતાએ માર મારતા તેનુ મોત થયું છે. નંદનવન સોસાયટીમાં ચોકીદારી કરતા શખ્સે પોતાનો દીકરો તોફાન કરતા તેને ફટકાર્યો હતો. જેમાં બાદમાં પિતા મારવા દોડતા તે પડી ગયો અને રાત્રે દુખાવો ઉપાડતા હોસ્પિટલ લઇ ગયા જ્યાં તેનું મોત નિપજ્યું હતું. પોલીસે બાળકના પિતાની પૂછપરછ શરૂ કરી અને બાળકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

Jul 15, 2021, 01:14 PM IST

રમેશચંદ્ર ફેફરનો કલ્કી અવતારના દાવા વિશે ડોક્ટર કહે છે, આવા લોકોને મહાનતાનો ભ્રમ થાય છે

 • આ એક પ્રકારનો મનોરોગ છે, જેને મેડિકલ સાયન્સની ભાષામાં પેરાનોઇડ ડીસઓર્ડર કહેવાય છે
 • ગામડાના તાંત્રિકો તેમજ નારાયણ સાંઈ અને રાધે મા જેવા લોકો પણ આ રોગના શિકાર હોવાનું મનોચિકિત્સકો માને છે

Jul 14, 2021, 10:18 AM IST

રાજકોટ : વૃદ્ધાએ સાતમા માળથી કૂદીને મોત પસંદ કર્યું, આખી ઘટના CCTV મા કેદ

રાજકોટના પોશ એરિયા કહેવાતા કુવાવડા રોડ પર એક વૃદ્ધ મહિલાએ સાતમા માળથી કૂદીને મોતને વ્હાલુ કર્યું છે. સુખી સંપન્ન પરિવારના વૃદ્ધાના મોતના દ્રશ્યો બિલ્ડીંગમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા છે. કહેવાય છે કે, મહિલા માનસિક બીમારીથી પીડાતા હતા, જેથી તેમણે મોત વ્હાલુ કર્યું હતું.

Jul 10, 2021, 02:37 PM IST

રાજકોટના જાણીતા વકીલ અતુલ સંઘવીનું Live મોત : FB પર ચાલુ લાઈવમાં એટેક આવ્યો

 • રાજકોટના જાણીતા વકીલ અને સંગીતપ્રેમી અતુલ સંઘવીનું એફબી લાઈવ દરમિયાન મોત નિપજ્યું
 • જૂના ગીતો સાંભળતા હતા, ત્યાં અચાનક એટેક આવતા તરફડીયા માર્યા અને ત્યાં જ મોત થયું 

Jul 9, 2021, 12:47 PM IST

રાજકોટમાં ભાજપના નેતાઓને ભીડ ભેગી કરવાની છૂટ, અને રથયાત્રાને નિયમો સાથે મંજૂરી અપાઈ

 • રાજકોટમાં ભાજપના નેતાઓને ભીડ ભેગી કરવાની છૂટ, અને રથયાત્રાને નિયમો સાથે મંજૂરી અપાઈ

Jul 9, 2021, 09:32 AM IST

રાજકોટ : વિજ્ઞાન જાથાની ટીમને જોઈ ઘરમાં ભાગી ગયો વિષ્ણુનો કલ્કી અવતાર

 • જે શખ્સ પોતાને વિષ્ણનો કલકી અવતાર ગણાવતો હતો અને પોતાની જાતને ભગવાન વિષ્ણુનો દશમો અવતાર કહેતો હતો, તે બેફામ ગાળો ભાંડતો જોવા મળ્યો
 • તેણે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના રાક્ષસ ગણાવ્યા હતા. સાથે જ બેફામ ગાળો આપીને વિજ્ઞાન જાથાની ટીમને રાક્ષસમાં ખપાવી

Jul 7, 2021, 04:18 PM IST

સફાઈ કર્મચારીઓના વર્ષો જૂના પ્રશ્નો ઉકેલો, નહિ તો બદલી માટે રહેજો તૈયાર : અંજના પવાર

 •  સફાઈ કર્મચારીઓના પ્રશ્નોનુ યોગ્ય નિરાકરણ લાવવાની રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના સભ્ય અંજના પવારની ખાતરી
 • કલેક્ટર કચેરી ખાતે સફાઇ કર્મચારી આયોગના સભ્યો સાથે અંજનાબેને કર્યો વિચાર વિમર્શ

Jul 7, 2021, 07:21 AM IST

સુખીસંપન્ન ગુજરાતમાં દીકરીઓ પ્રત્યે આવુ ઓરમાયું વર્તન કેમ? રાજકોટમાં નવજાત બાળકી છોડી દેવાઈ

 • સમાજ માટે આવા કિસ્સા લાલબત્તી સમાન છે. સમાજે હવે જાગૃત થવાની જરૂર છે
 • રાજકોટના પડધરીના નાના ખીજડિયા ગામે નવજાત બાળકીને ત્યજી દેવાની ઘટના બની

Jul 4, 2021, 12:10 PM IST

RAJKOT: ધોરણ 8ની બહેનપણીના ભાઇએ સ્કૂલના બાથરૂમમાં બે વાર દુષ્કર્મ આચર્યું, મારૂ કામ પુરૂ હવે તું...

રાજ્યમાં રોચ ચોંકાવનારા સમાચારો અને કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં ધોરણ 8 ની વિદ્યાર્થીની બહેનપણીના ભાઇ જ નજર બગાડી હતી. વિદ્યાર્થીનીને લગ્નની લાલચ આપીને શાળાના બાથરૂમમાં જ બે વાર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ હવસ સંતોષાઇ જતા આરોપીએ વિદ્યાર્થીનીને કહ્યું કે, હવે તું તારા રસ્તે અને હું મારા રસ્તે. હવે આપણા વચ્ચે કાંઇ જ નથી. આ અંગે વિદ્યાર્થીનીએ પરિવારને જાણ કરતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. 

Jul 1, 2021, 06:46 PM IST

RAJKOT માં ટ્રાન્સજેન્ડર-કિન્નરો સામસામે, એકે કહ્યું નગ્ન કરી માર માર્યો બીજાનો એટ્રોસિટીનો આક્ષેપ

ટ્રાન્સજેન્ડરને માર મારવાનો વધારે એક બનાવ સામે આવ્યો છે. શહેરના સામાકાંઠે રહેતા ટ્રાન્સજેન્ડર ચાંદની મકવાણાને કિન્નરોએ સાથે મળીને મોરબી રોડ પર નગ્ન કરીને માર મારવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ અગાઉ આ જ પ્રકારનો બનાવ પાયલ રાઠોડ સાથે બન્યો હતો. જેથી પાયલ રાઠોડ અને ચાંદની મકવાણાએ પોલીસ કમિશ્નરને આવેદન પત્ર આપ્યું છે. જો તે બીજી તરફ કિન્નરોએ આક્ષેપ કર્યો કે તેમને એટ્રોસિટીના કાયદાથી ડરાવવામાં આવી રહ્યા છે. 

Jun 28, 2021, 08:20 PM IST

RAJKOT: શિવશક્તિ ડેરીમાં જ 3 મહિલા 1 પુરૂષે ફિનાઇલ ગટગટાવ્યું, જમીન વિવાદ કારણભૂત

મવડી રોડ પર માલવિયાનગર પોલીસ સ્ટેશન સામે આવેલી શિવશક્તિ ડેરી ફાર્મની અંદર આજે બપોરે 4 લોકોએ એક સાથે ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી હતી. તમામને તત્કાલ 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ ઘટના અંગે માલવિયા નગર પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ આદરવામાં આવી છે. જો કે આત્મહત્યા પાછળ જમીન વિવાદ કારણભુત હોવાનું સામે આવ્યું છે. 

Jun 28, 2021, 04:56 PM IST

RAJKOT: મેઘરાજાની તોફાની બેટિંગના પગલે શહેરમાં ઠંડક, પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની સવારી જોરશોરથી આવી પહોંચી છે અને હવે તો ચોમાસુ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. 3 વાગ્યે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. 4 વાગ્યાથી 5.30 વાગ્યા સુધીમાં શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. જેના પગલે શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે રૈયા રોડ, યુનિવર્સિટી રોડ, કાલાવાડ રોડ, મુંજકા, મોટી મવા, મોટી ટાંકી ચોક, રૈયા રોડ, રેસકોર્ષ રોડ, લીમડા ચોક, ત્રિકોણબાગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. 

Jun 24, 2021, 10:35 PM IST

રાજકોટમાં હિટ એન્ડ રન : જે દીકરીની બાધા પૂરો કરવા પરિવાર નીકળ્યો હતો, તેનુ જ અકસ્માતમાં થયુ મોત

 • રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુચિયાદળ ગામ નજીક અજાણ્યા વાહનચાલકે પરિવારને ટક્કર મારી
 • એકની એક દીકરી ગુમાવ્યાના આઘાતમાં પરિવાર સરી પડ્યો

Jun 23, 2021, 11:05 AM IST