Photos: ખભે હાથ રાખ્યો, ભેટી પડ્યા...યુક્રેનના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને શું દેખાડ્યું, એકદમ ગમગીન થઈ ગયો માહોલ
પોલેન્ડથી 10 કલાકનો પ્રવાસ કરીને પીએમ મોદી આજે ટ્રેનથી યુક્રેનની રાજધાની કીવ પહોંચ્યા. સ્ટેશન પર તેમનું ભવ્ય વેલકમ થયું. ત્યારબાદ તેમની યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કી સાથે મુલાકાત થઈ. બંને નેતાઓ એકબીજાને મળ્યા ત્યારે ભાવુક થયેલા જોવા મળ્યા. જેલેન્સ્કીને પીએમ મોદીએ ગળે લગાવ્યા અને તરત જ યુક્રેનના રાષ્ટ્રપતિએ એવો નજારો દેખાડ્યો કે માહોલ ગમગીન બની ગયો.
જેલેન્સ્કીને મળ્યા પીએમ મોદી
આજે પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી સાથે મુલાકાત કરી. જેલેન્સ્કી પીએમ મોદીને એ જગ્યાએ લઈ ગયા જ્યાં કીવમાં થયેલા બોમ્બ હુમલામાં માર્યા ગયેલા બાળકોની યાદમાં સ્મારક બનાવવામાં આવ્યું છે.
ગળે મળ્યા અને બધા ભાવુક થયા
તે સમયે માહોલ કઈક એવો હતો. ત્યાં ટીવી પર ધમાકા બાદની તસવીરો દેખાડવામાં આવી રહી હતી. પીએમ મોદી એકીટસે જોતા જોવા મળ્યા. જેલેન્સ્કીનો ચહેરો પણ ઉતરી ગયેલો હતો.
મોદીએ સમજાવ્યા
પીએમ મોદીએ જેલેન્સ્કીના ખભે હાથ મૂક્યો અને તેમને કઈક કહેતા જોવા મળ્યા.
આ છે એ તસવીર
ટીવી પર દેખાડવામાં આવી રહેલી તસવીરમાં મે 2022 લખેલુ છે. તે દિવસે ખારકીવમાં થયેલા બોમ્બ હુમલામાં 5 મહિનાના એક બાળકનું પણ મોત થયું હતું. આ તસવીર જોઈને બંને નેતાઓ ગમગીન બની ગયા.
Trending Photos