Porcupine સાથેની લડાઈમાં Leopardની હાર, 90 મિનિટની ખુંખાર લડાઈના ફોટો થયા વાયરલ

નવી દિલ્લીઃ જંગલમાં ઘણા પ્રકારના ખુંખાર જાનવર હોય છે. અમુક જાનવરો એટલા ખતરનાક હોય છે ને કે, બાકી બધા તેમની સામે આવતા ડરે છે. દીપડો તેમાથી એક છે. પણ જો કોઈ એવું કહે કે, દીપડો અન્ય એક જાનવરને જોઈને ભાગ્યો તો. એક દીપડાએ કાંટાળી શાહુડી પર અટેક કરી દીધો. પણ લાંબી લડાઈ બાદ પણ તેને જીત ન મળી. જુઓ આ વાયરલ ફોટો.

દીપડાનો શાહુડી પર હુમલો-

1/4
image

થોડા દિવસ પહેલાં વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર (Wildlife Photographer) મૈરિયેટ લેન્ડમેન  (Mariette Landman) આફ્રિકાના ક્રૂગર નેશનલ પાર્કમાં હતા. ત્યાં તેમને એક એવા દ્રશ્યો જોયા જે જોઈને તેઓ વિચારવા પર મજબૂર થઈ ગયા. એક દીપડાએ શાહુડી પર અટેક કરી દીધો. 

શાહુડીની શાનદાર ચાલ-

2/4
image

જણાવી દઈએ કે, શાહુડી પોતાની કાંટાળી ચામડી માટે જાણીતી છે. તેને દીપડા સામે પોતાનો બચાવ કરવા માટે આ જ કાંટાનો સહારો લીધો. દીપડાના હુમલાનો સામનો કરવા માટે તેને આ કાંટાળી ચામડી ખૂબ જ કામ લાગી.

શાહુડી સામે દીપડાની હાર-

3/4
image

દીપડો લાંબા સમય સુધી શાહુડીના કાંટાનો સામનો ન કરી શક્યો. પોતાના શિકાર સામે દીપડો ખુદ લોહીલુહાણ થઈ ગયો. ફોટોગ્રાફર મુજબ, આ લડાઈ 90 મિનિટ સુધી ચાલી હતી. તેમને આજ સુધી આવી લડાઈ નથી જોઈ. આ એકદમ નવો અનુભવ હતો.

લડાઈમાં દીપડો ઈજાગ્રસ્ત-

4/4
image

90 મિનિટની આ લડાઈમાં દીપડાને પહોંચેલી આ ઈજાને તે ઠીક કરતો જોવા મળ્યો. આખરે છેલ્લે દીપડાએ હાર માની લીધી અને ફરી બંને પોતપોતાના રસ્તે ચાલ્યા ગયા. કોઈએ પણ પહેલાં આવી અનેખી લડાઈ નહીં જોઈ હોય.

Photo Credit: The Sun