Post Office ની આ સ્કીમમાં પૈસા લગાવશો તો મળશે મોટો ફાયદો, સરકારે આપી જાણકારી!

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં જો તમારે પૈસા રોકાયેલા છે તો તેમને મોટો ફાયદો થશે. આ સ્કીમ અંગે સરકારે આપી છે માહિતી.  પોસ્ટ ઓફિસ સામાન્ય લોકોને વિવિધ  સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. તમે પણ કોઈ પોસ્ટ ઓફિસ સ્કીમમાં જો ઈન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી રહ્યાં છો તો તમે જાણી લો કે આ સ્કીમમાં તમને વ્યાજનો લાભ સારો મળશે. 
 

પોસ્ટ ઓફિસ સ્કીમ

1/5
image

પોસ્ટ ઓફિસના સેવિંગ એકાઉન્ટ પર ગ્રાહકોને 4 ટકા વ્યાજ દર મળે છે. આની સાથે જ પોસ્ટ ઓફિસની RDમાં ગ્રાહકોને 5.80 ટકા વ્યાજ દર મળે છે.   

પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ

2/5
image

પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં 7 ટકા વ્યાજનો લાભ ગ્રાહકને મળે છે. આ સિવાય પોસ્ટ ઓફિસની માસિક બચત યોજનામાં ગ્રાહકોને 7.10 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે.  

પોસ્ટ ઓફિસની સિનિયર સિટીજન્સ સ્કીમ

3/5
image

પોસ્ટ ઓફિસની સિનિયર સિટીજન્સ સ્કીમમાં ગ્રાહકોને 8 ટકાના દરે વ્યાજ મળે છે. અને આ સિવાય જો પબ્લિક પ્રોવિડન્ટ ફંડની વાત કરવામાં આવે તો તેમાં 7.10 ટકાના દરે વ્યાજ મળે છે. 

નેશનલ સેવિંગ એકાઉન્ટ

4/5
image

પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં પૈસાનું ઈન્વેસ્ટમેન્ટ તમને 7 ટકાના દરે વ્યાજ અપાવશે.  તો જ્યારે કિસાન વિકાસ પત્રમાં પૈસાનું રોકાણ કરનારા રોકાણકારોને 7.20 ટકાના દરે વ્યાજ મળે છે. 

સુકન્યા સમૃદ્ધિ યોજના

5/5
image

આની સિવાય પણ સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના તે દેશની દીકરીઓ માટે છે. જેમાં 7.60 ટકાના દરે વ્યાજ મળે છે. આના સિવાય આ યોજનામાં ઓછામાં ઓછું બેલેન્સ 250 રૂપિયા છે.