PM મોદીએ રોમમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને અર્પિત કર્યા શ્રદ્ધા સુમન, ભારતીય મૂળના લોકો સાથે કરી મુલાકાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 5 દિવસ સુધી વિદેશ યાત્રાએ છે. પ્રધાનમંત્રી જી-20 સમિટમાં ભાગ લેવા ઈટાલી પહોંચ્યા છે. પીએમ મોદી 29થી 31 ઓક્ટોબર સુધી રોમમાં રહેશે. આ દરમિયાન તેઓ ઈટાલીમાં આયોજિત G-20ની બેઠકમાં ભાગ લેશે. . G-20ની આ બેઠક વાસ્તવમાં ગયા વર્ષે, એટલે કે 2020માં યોજાવાની હતી, પરંતુ કોરોનાને કારણે એને સ્થગિત કરવી પડી હતી. હવે એ ઇટાલીના રોમમાં થશે. વડાપ્રધાન 31 ઓક્ટોબરની બપોર સુધી રોમમાં રહેશે. એ પછી ગ્લાસ્ગો જવા રવાના થશે.

1/8
image

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે રોમના પિયાઝા ગાંધીમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી. ત્યારબાદ તેમણે રોમમાં પિયાઝા ગાંધીમાં એકઠા થયેલા ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરી. 

2/8
image

આ પહેલાં પીએમ મોદીએ યૂરોપીય પરિષદના અધ્યક્ષ ચાર્લ્સ મિશેલ અને યૂરોપીય કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન સાથે એક સંયુક્ત બેઠક કરી. આ બેઠકમાં તેમણે ધરતીને સારી બનાવવા માટે આર્થિક અને લોકો વચ્ચે પરસ્પર સંબંધોને મજબૂત કરવાની રીત પર વિચાર વિમર્શ કર્યો .

3/8
image

પીએમ મોદી નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબરથી બે નવેમ્બર સુધી રોમ અને ગ્લાસગોની યાત્રા પર રહેશે. વિદેશ સચિવે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ઇટલીમાં 29 થી 31 ઓક્ટોબર સુધી જી-20 દેશોના ગ્રુપના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રોમ (ઇટલી)માં રહેશે અને ત્યારબાદ 26મી કોન્ફ્રેંસ ઓફ પાર્ટીઝ (સીઓપી-26) માં વિશ્વ નેતાઓની શિખર બેઠકમાં ભાગ લેશે, બ્રિટનના ગ્લાસગો જશે. 

4/8
image

પીએમ મોદી રોમમાં લગભગ 60 કલાક હાજર રહેશે. પ્રધાનમંત્રી પોતાના આ પ્રવાસ દરમિયાન આઠ દેશોના નેતાઓ અથવા રાષ્ટ્ર પ્રમુખો સાથે મુલાકાત કરશે. 

5/8
image

પ્રધાનમંત્રી મોદીની મુલાકાત ઇટલી, સ્પેન, સિંગાપુરના પ્રધાનમંત્રી, જર્મનીના ચાંસલર, ફ્રાંસ અને ઇંડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે.  

6/8
image

આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યૂરોપિયન અને યૂરોપિયન કાઉંસિલના અધ્યક્ષ સાથે મુલાકાત કરશે. કૂતનીતિક મુલાકાતો ઉપરાંત બધાની નજર પ્રધાનમંત્રી મોદી અને પોપ ફ્રાંસિસની મુલાકાત પર હશે. 

7/8
image

પ્રધાનમંત્રી વેટિકનમાં પોપની પ્રાઇવેટ લાઇબ્રેરીમાં તેમના 30 ઓક્ટોબરની સવારે મુલાકાત કરશે. પ્રધાનમંત્રીની મુલાકાત વેટિકનમાં પોપ મુખ્ય સલાહકાર જેમને 'કાર્ડિનલ સેક્રેટરી ઓફ સ્ટેટ' કહેવામાં આવે છે, તેને પણ થશે. 

8/8
image

અત્રે ઉલ્લેખનીય કે પ્રધાનમંત્રી મોદીની જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે અહીં પહોંચ્યા બાદ આ પહેલી સત્તાવાર બેઠક છે. પીએમ મોદી જી-20 શિખર સંમેલનમાં કોરોના મહામારીથી પ્રભાવિત વૈશ્વિક અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવવાના મામલે અન્ય નેતાઓ સાથે ચર્ચા કરશે. આ બેઠકમાં સતત વિકાસ અને જળવાયુંના મુદે પણ ચર્ચા થઇ શકે છે.