Photos : વિદેશી પતિના હાથમાં હાથ નાખીને જોધપુર એરપોર્ટ પર ક્લિક થઈ દેશી ગર્લ પ્રિયંકા
જોધપુરમાં ચાર દિવસના ડેસ્ટિનેશન વેડિંગ બાદ હવે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની ફેમિસી પરત દિલ્હી આવી ગઈ છે. આ કપલ ફેમિલી અને સંબંધીઓ માટે દિલ્હીમાં એક રિસેપ્શન પાર્ટીનું આયોજન કરવાના છે. હાલ આ ફંક્શનની તારીખ સામે આવી નથી. દિલ્હીની પાર્ટીમાં પીએમ નરેન્દ્ર મોદી પણ આવે તેવી શક્યતા છે.
પ્રિયંકા ભારતીય કપડામાં સુંદર લાગી
જોધપુર એરપોર્ટ પરથી સામે આવેલી ન્યૂડી વેલ કપલની તસવીરોમાં પ્રિયંકા ચોપરા ગ્રીન સાડી, લાલ સિંદુર ભરેલી માંગ અને લાલ ચૂડો પહેરીને નજર આવી હતી. તો પતિ નિક જોનાસ પોતાના કેઝ્યુઅલ લૂકમાં દેખાયો હતો. લગ્ન બાદ પ્રિયંકા સુંદર લાગી રહી હતી.
પ્રિયંકાના લગ્ન 1 અને 2 ડિસેમ્બરે થયા
પ્રિયંકાએ નિક સાથે 1 ડિસેમ્બરે ક્રિશ્ચિયન પ્રથાથી અને 2 ડિસેમ્બરે હિન્દુ રીતરિવાજોથી લગ્ન કર્યા હતા.
સોશિયલ મીડિયા પર શેર કર્યા ફોટો
પ્રિયંકા ચોપરાની સાસુએ પ્રિયંકાને બરેલીના નહિ, પરંતુ હીરાના ઝુમકા ગિફ્ટ કર્યા હતા. આ હીરાના ઝુમકાની કિંમત 55 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. જોનસના આખા પરિવારે સમગ્ર લગ્નમાં એન્જોય કર્યું હતું.
બે રીતરિવાજથી લગ્ન
જોધપુરમાં લગ્ન કરનારી પ્રિયંકાએ પોતાની મહેંદી અને સંગીતની ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પ્રિયંકા અને નિકના લગ્નની તસવીરોથી સ્પષ્ટ માલૂમ પડે છે કે, બધાએ કેટલી મસ્તી કરી હશે.
પ્રિયંકાએ પોતાના પિતાને યાદ કર્યાં
લગ્નમાં પોતાના પિતાને યાદ કરીને પ્રિયંકા બહુ જ ભાવુક થઈ ગઈ હતી. (ફોટો સાભાર : Yogen Shah)
Trending Photos