ચર્ચામાં છે પ્રિયંકા ચોપરાની રેસ્ટોરન્ટ, શું તમને ખબર છે બીજા બોલીવુડ સેલેબ્સ ના શું છે બિઝનેસ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં આવા ઘણા સ્ટાર્સ છે જે અભિનયની સાથે સાઈડ બિઝનેસ પણ કરે છે.

અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ હાલમાં જ એક રેસ્ટોરન્ટ શરૂ કરી છે. ન્યૂયોર્કમાં શરૂ કરવામાં આવેલી આ રેસ્ટોરન્ટની ખૂબ ચર્ચા ચાલી રહી છે. પ્રિયંકાની આ રેસ્ટોરન્ટમાં ભારતીય ભોજન પણ પીરસવામાં આવશે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં આવા ઘણા સ્ટાર્સ છે જે અભિનયની સાથે સાઈડ બિઝનેસ પણ કરે છે.

1/8
image

સુનીલ શેટ્ટી એક સફળ ઉદ્યોગપતિ છે. તે જીમ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ અને ક્લબ ચલાવે છે. સુનીલ શેટ્ટીનું પોતાનું પોપકોર્ન એન્ટરટેઈનમેન્ટ નામનું એક પ્રોડક્શન હાઉસ પણ છે.

2/8
image

અભિનેત્રી શિલ્પા શેટ્ટી સલૂન અને સ્પા ચેનને Co-Owns કરે છે. આ ફ્રેન્ચાઇઝીનું નામ આઈઓસિસ(Iosis) છે.

3/8
image

એક્ટર બોબી દેઓલ મુંબઇમાં એક રેસ્ટોરન્ટ ચલાવે છે. રેસ્ટોરન્ટમાં ઈન્ડો-ચાઈનીઝ કુઝીન સર્વ કરવામાં આવે છે.  

4/8
image

જુનિયર બચ્ચન આજકાલ ફિલ્મ બિગ બુલને લઈને ચર્ચામાં છે. અભિષેક બચ્ચન એક્ટિંગ ઉપરાંત પ્રો કબડ્ડી લીગ ફ્રેન્ચાઈઝીની ટીમ જયપુર પિંક પેન્થરના માલિક છે. અજય દેવગન વિશે વાત કરીએ તો તેમનુ Ffilms નામનું એક પ્રોડક્શન હાઉસ છે. આ ઉપરાંત 2015માં અજય દેવગને  વિઝ્યુલ ઈફેક્ટ કંપની NY VFXWAALA શરૂ કરી હતી.  

5/8
image

અર્જુન રામપાલ Chasing Ganesha નામની એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે. આ સિવાય તે Lap – The Lounge નામની એક લૉન્જ-બાર-રેસ્ટોરન્ટ પણ ચલાવે છે.

6/8
image

ઋતિક રોશન લાઈફસ્ટાઈલ બ્રાન્ડ HRXનાં ઓનર છે. HRX ખૂબ જ લોકપ્રિય બ્રાન્ડ છે. આ સિવાય ઋતિક રોશને ક્યોર ફીટ નામના સ્ટાર્ટઅપમાં પણ ઈન્વેસ્ટ કર્યુ છે.  

7/8
image

મિથુન ચક્રવર્તી લક્ઝરી હોટલ્સની ચેન ચલાવે છે. આ ચેનનું નામ Monarch Group of Hotels છે.

8/8
image

અભિનેતા રોનિત રોય Ace Security and Protection નામની એક સુરક્ષા એજન્સી ચલાવે છે. આ કંપની મોટા સ્ટાર્સને પર્સનલ સિક્યોરિટી પૂરી પાડે છે.