આરબથી ગુજરાતમાં આવેલી સુજાની વણાટ મળ્યો GI ટેગ, ભરૂચના કારીગરો માટે ગર્વનો દિવસ

Bharuch News ભરત ચુડાસમા/ભરૂચ : જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ દ્વારા રોશની પ્રોજેક્ટનું પરિણામ ભરૂચની સુજની વણાટ માટે જીઆઈ ટેગ માટે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની "ભૌગોલિક સંકેત રજિસ્ટ્રી ઑફિસ" દ્વારા "ભરૂચ સુજાની વણાટ" ને ભૌગોલિક સંકેત (GI) ટેગ આપવામાં આવે છે. GI ટેગ મેળવનાર સુજાની ભરૂચ જિલ્લામાંથી પ્રથમ ઉત્પાદન છે. ભરૂચ જિલ્લા માટે આ ગૌરવની ક્ષણ છે. 

1/8
image

ભરૂચ શહેરમાં 200 વર્ષથી સુજનીવાલા પરિવાર વસવાટ કરે છે.કડકડતી ઠંડી અને કાળઝાળ ગરમી સામે રક્ષણ આપતી સુજની બનાવવાની કુનેહભરી કલા ભરૂચના સુજનીવાળા પરિવારે જીવંત રાખી છે. મૂળ અરબસ્તાનની કલા આરબથી હિજરત કરી હિન્દુસ્તાન આવેલા કારીગરો પોતાની સાથે લાવ્યા હતા. સુજની ઓઢવાથી શરીરને રક્ષણ મળે છે અને પાથરવાથી ફર્શની શોભામાં અભિવૃદ્ધિ થાય છે. હાથ વણાટની કલા અરબસ્તાનમાં અલિપ્ત થઇ છે, પરંતુ મૂળ અરબી કારીગરોના વંશજોએ ભરૂચમાં પરંપરાગત રીતે સુજની વ્યવસાયને જીવંત રાખી વારસો ટકાવી રાખ્યો છે. પહેલા 300 થી 400 રૂપિયા ભાવ હતો, હાલ 3000 થી 5000 રૂપિયા ભાવ છે.

અઘરું છે સુજનીનું વણાટકામ

2/8
image

હાથ વણાટ દ્વારા તૈયાર થતી સુજનીને એક એક તાર ગૂંથીને સજ્જ કરાય છે. સુજની ખાસ બનાવટથી આટલી લાભદાયી બની છે. જેમાં તાતણાં ગુથી ચોકઠાં બનાવી રૂ ભરવામાં આવે છે. ચોકઠાં સુજનીને નરમાશ આપવા સાથે તેમાંથી સરળતાથી હવા અવરજવર કરી શકે તેવી બનાવટ ઉપલબ્ધ કરાવે છે. સખત પરિશ્રમ , કુનેહ અને સમય માંગી લેતી સુજનીની કિંમત આજના બ્લેન્કેટ અને ફ્લોર મેટ કરતા ઘણી ઉંચી છે. પરંતુ ભારત કરતા વિદેશમાં તેની વધુ માંગ રહે છે. સખત પરિશ્રમ દ્વારા તૈયાર થતી સુજનીની આધુનિક યુગમાં પણ તેટલી જ બોલબાલા છે.

સુજનીની માંગ વધી, પણ કારીગર ઘટ્યા

3/8
image

સુજનીની માંગ ગુજરાત સહિત અન્ય શહેરોમાં પણ છે, સાથે જગવિખ્યાત સુજની વિદેશોમાં પણ જાણીતી બની છે. વિદેશથી આવતા મહેમાનો કે દેશના જેતે ખૂણામાંથી આવતા લોકોનું ભરૂચમાં વસતા લોકો સુજનીરૂપી ભેટ સોગાદ આપે છે. સુજનીની માગ હાલના જમાનામાં વધી છે. જેને લઈ સરકારની મદદથી કોપરેટીવ સોસાયટી બનાવી મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે.છેલ્લી લુપ્ત થતી કલા છે. ભરૂચમાં હાથથી બનાવાતી સુજનીના ચાર જ લુમ્સ બચ્યા છે.

રફીકભાઈના પરિવારે સાચવી કળા

4/8
image

પહેલાં ત્યાં 3 પરિવારો હતા જેઓ આ હસ્તકલાની પ્રેક્ટિસ કરતા હતા પરંતુ લગભગ દરેક જણ 30 વર્ષ પહેલાં સુજનીના ખુબ જ ઓછા વેચાણને કારણે અલગ વ્યવસાય તરફ આગળ વધ્યા છે. તેમ છતાં રફીક ભાઈ અને તેમનો પરિવાર આ હસ્તકલાને જીવંત રાખવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. રફીકભાઈ એકમાત્ર કારીગર વધ્યા છે પરંતુ અત્યારે તેઓની ઉંમર વધી રહી છે તો સાથે-સાથે તબિયત પણ નાદુરસ્ત રહે છે.

5/8
image

રોશની ટીમના પ્રયાસોને કારણે, કારીગર મુઝક્કિર સુજાનીવાલાને ગુજરાત સરકાર દ્વારા "લેંગ્વિશિંગ આર્ટ માટે રાજ્ય પુરસ્કાર" એનાયત કરવામાં આવ્યો હતો. આ કળાના પુનરુત્થાન માટે કારીગરોનો આત્મવિશ્વાસ વધવા લાગ્યો. બિન-સુજાનીવાલા પરિવાર સાથે નવી પેઢીએ પણ રસ દાખવ્યો અને આ વણાટ કળા શીખવાનું શરૂ કર્યું જેણે તેમને આજીવિકાની તક પણ પૂરી પાડી.   

6/8
image

7/8
image

8/8
image