ભરૂચ

ભરૂચ ધર્માંતરણ કેસના તાર સુરત સાથે જોડાયા, હિન્દુઓને ઘર વેચીને ચાલ્યા જવા અપાઈ લાલચ

આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં 150થી વધુ આદિવાસીઓનું ધર્માતર કરવામાં આવ્યું હતું. ત્યારે આ કેસના તાર સુરત સાથે જોડાયા છે. પોલીસ તપાસમાં વધુ એક ખુલાસો થયો છે. ધર્માંતરણ કરાયેલા પરિવારના બાળકોને સુરતના મદરેસામાં અભ્યાસ અર્થે મોકલાયા હોવાનું બહાર આવ્યું છે. 

Nov 21, 2021, 12:19 PM IST

ભાભીએ પતિના મિત્રને કહ્યું મારે મારૂ સર્વસ્વ તમને અર્પણ કરી દેવું છે, પછી મિત્રએ પણ...

શહેરમાં પત્ની સાથે આડા સંબંધમાં ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા યુવાનની તેના જ મિત્રએ કરેલી ઘાતકી હત્યાના બહાર આવેલા CCTV કઠણ કાળજાના લોકોને પણ કંપારી છોડાવી રહ્યાં છે. જો કે ગુજરાતમાં વધારે એક આડા સંબંધનો ચકચારી અને ચોંકાવનારા કિસ્સાનો કરૂણ અંત આવ્યો છે. 

Aug 22, 2021, 10:50 PM IST

Bharuch: હત્યા કર્યા બાદ લાશના ટુકડા લઇને ફરતા રહ્યા 3 બાંગ્લાદેશી હત્યારા, ભારતીય હોવાનાં ડુપ્લીકેટ પુરાવા મળ્યાં

અંકલેશ્વરમાં છેલ્લા ત્રણ દિવસથી સૂટકેસમાંથી માનવ અંગોના ટુકડા મળવાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. આ હત્યાનું કારણ પણ ચોંકાવનારુ સામે આવ્યુ છે, અને આરોપીઓને મોકલાયા છે બાંગ્લાદેશ. ભરૂચના અંકલેશ્વરના અમરતપુરા અને સારંગપુર રેલવે ટ્રેક પાસેથી 3 દિવસમાં 3 ટ્રાવેલ બેગમાંથી હત્યા કરી કાપી દેવાયેલી હાલતમાં માનવ અંગો મળ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ માનવઅંગો પુરુષના હોવાની જાણ થઈ અને બસ શહેરમાં ચર્ચા જગાવનારા અને પોલીસ માટે કોયડા સમાન મર્ડર મિસ્ટ્રીને ઉકેલવા પોલીસે તપાસ હાથ ધરી. અંતે માત્ર 2 દિવસમાં જ આ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાઈ ગયો છે. સાથે જ ગેરકાયદે ઘૂસણખોરી પરથી પણ પડદો હટી ગયો છે. 

Jul 9, 2021, 11:17 PM IST

BHARUCH: તસ્કરો બંધ ઘરમાંથી 25 લાખની ચોરી કરી, માલિકને ખબર પડતા હાર્ટએટેકથી મોત

ઝગડીયા તાલુકાનાં અછાલિયા ગામના મોટા ફળિયામાં આવેલા મકાનને નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદી, ડાયમંડ અને રોકડ સહિત ત્રણ લાખ રૂપિયા મળીને કુલ 25 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ ચોરી અંગે મકાન માલિકને જાણ થતા તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. 

May 29, 2021, 08:21 PM IST

ભગવાનને પ્રાર્થના કરો કે આવી હાલત ન થાય, સ્ટ્રેચર-ખુરશીઓ પર થઈ રહી છે કોરોના દર્દીઓની સારવાર

ભરૂચ જિલ્લામાં કોરોનાની સ્થિતિવ કરી રહી છે. એક તરફ સ્મશાનોમાં કોવિડ દર્દીઓના મૃતદેહો માટે લાઈનો પડી છે. તો બીજી તરફ, દર્દીઓનું વેઈટિંગ લિસ્ટ લાંબુલચક બની રહ્યું છે. આવામાં ભરૂચમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. હોસ્પિટલ દર્દીઓથી હાઉસફુલ બની રહી છે. આવામાં દર્દીઓની દાખલ થવા માટે જગ્યા નથી મળી રહી. હોસ્પિટલમાં જ્યાં મળે ત્યાં દર્દીઓને બેસાડીને ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. ત્યારે જંબુસરની હોસ્પિટલનો આ વીડિયો તમને શોકિંગ લાગશે.

Apr 7, 2021, 08:16 AM IST

બ્રેકિંગ : મનસુખ વસાવાએ રાજીનામુ પાછું ખેંચ્યું

  • મુખ્યમંત્રીએ ખુદ સાંસદ મનસુખ વસાવાની નારાજગી દૂર કરવા કવાયત હાથ ધરી હતી
  • ગાંધીનગરમાં લાંબી બેઠક બાદ આખરે મનસુખ વસાવાએ રાજીનામુ પરત ખેંચ્યું 

Dec 30, 2020, 11:26 AM IST

મનસુખ વસાવાને મનાવવાના પ્રયાસો શરૂ, ઘીના ઠામમાં ઘી પડે તેવુ દેખાઈ રહ્યું છે

ભરૂચ ભાજપના સાંસદ અને દિગ્ગજ આદિવાસી નેતા મનસુખ વસાવા (mansukh vasava) એ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દેતાં રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. તેમણે સાંસદ પદેથી પણ રાજીનામું આપી દીધું છે. પોતાના રાજીનામાનો પત્ર પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યો છે અને સાંસદ પદેથી રાજીનામાનો પત્ર તેઓ લોકસભાના અધ્યક્ષને સોંપવાના છે. તેમણે કારણ આપ્યું છે કે ખરાબ તબિયતના લીધે રાજીનામું આપ્યું છે પરંતુ શું તમે કોઈ નેતાને આ રીતે નિવૃત્તિ લેતા જોયા છે? મિશન 26નો એક આધાર ગણાતા સાંસદ વસાવાએ કેમ રાજીનામું આપ્યું તે હવે સામે આવી ગયું છે. ત્યારે ભાજપ મોવડીઓ દ્વારા મનસુખ વસાવાને મનાવવાના પ્રયાસો શરૂ કરાયા છે. 

Dec 30, 2020, 08:51 AM IST

મનસુખ વસાવાના રાજીનામા વિશે સીઆર પાટીલનું મોટું નિવેદન

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે તે પહેલા જ ભાજપમાં ભૂકંપ સર્જાયો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા (mansukh vasava) એ પક્ષને રાજીનામુ સોંપ્યુ છે. ત્યારે વાયુવેગે ફેલાયેલા આ સમાચાર બાદ સોશિયલ મીડિયામાં તેમનો પત્ર ફરતો થયો છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પત્રકાર પરિષદ કરીને ખુલાસો કર્યો છે કે, ઈકો સેન્સિટિવ ઝોનને લઈને મનસુખ વસાવાની નારાજગી હતી. તેને દૂર કરવા પ્રયત્નો હાથ ધરીશું. 

Dec 29, 2020, 01:39 PM IST

ગુજરાતના રાજકારણમાં ભૂકંપ, ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું

ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવા (mansukh vasava) એ રાજીનામું આપ્યું છે. મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પત્ર લખી પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પક્ષમાંથી રાજીનામું મોકલ્યું છે. તેઓએ પક્ષમાં વફાદારીથી કામ કરવા છતાં કેટલીક ભૂલોથી પક્ષને નુકસાન ન પહોંચે તે કારણ આપીને પક્ષને રાજીનામું સોંપ્યું છે. તેમજ આગામી બજેટ સત્રમાં લોકસભા પદેથી પણ રાજીનામું આપવાનો ઉલ્લેખ પત્રમાં કર્યો છે. 

Dec 29, 2020, 12:46 PM IST

ભરૂચ : વર્દી અને માસ્ક વગર રોફ મારતો પોલીસ કર્મચારીનો વીડિયો વાયરલ થયો

પોલીસ પ્રજાના રક્ષણ માટે હોય છે. પણ પોલીસ કર્મચારીઓના હેવાન બન્યાના પુરાવા પણ મળતા રહે છે. અનેકવાર પોલીસની હેવાનિયતના પુરાવાઓ સામે આવતા રહ્યાં છે. ત્યારે ભરૂચ બાયપાસ રોડ પર બી ડિવિઝન પોલીસનો અત્યાચારનો બોલતો પુરાવો મળ્યો છે. ફ્રૂટની લારીઓ પર પોલીસે દંડા માર્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. 

Dec 27, 2020, 03:22 PM IST

માતાપિતાની કબરની બાજુમાં સુપુર્દ-એ-ખાક થયા અહમદ પટેલ

  • માતાપિતાની કબરની બાજુમાં અહમદ પટેલને સુપુર્દ-એ-ખાક કરાયા.
  • કબ્રસ્તાનની બહાર નમાઝ પઢવામાં આવી હતી.
  •  રાહુલ ગાંધીએ અહેમદ પટેલને કાંધ આપી 

Nov 26, 2020, 10:00 AM IST

સવારે 10 વાગ્યે અહમદ પટેલની દફનવિધિ કરાશે, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજરી આપશે

  • આજે અહમદ પટેલની દફનવિધિમાં ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓની હાજરી રહેશે. 
  • રાહુલ ગાંધી પણ દિલ્હીથી ખાસ વિમાનમાં સુરત આવશે. 
  • એરપોર્ટ પર કોંગ્રેસના નેતા, કાર્યકરો હોદ્દેદારોએ અહમદ પટેલને શ્રદ્ધાંજલિ આપી 

Nov 26, 2020, 08:06 AM IST

મિત્રએ કહ્યું, અહમદ પટેલ ક્રિકેટર બનવા ઈચ્છતા હતા, અનાયાસે રાજકારણમાં પ્રવેશ્યા

અહમદ પટેલના વડોદરાના ચાહક મિત્રએ સાચવ્યા છે તેમના 3000થી વધુ photos 
 

Nov 25, 2020, 03:33 PM IST

નીતિન પટેલનું મોટું નિવેદન, ગુજરાતમાં સ્વસ્થ યુવાઓને પસંદ કરી તેમના પર કોરોના વેક્સીનની ટ્રાયલ કરાશે

  • નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, ગુજરાત પાસે 500 વેક્સીનના ડોઝ પાસે છે. સાથે ડોક્ટરની ટીમ પણ આવી છે. જે ગુજરાતના તબીબોને વેક્સીન આપવાની ટ્રેનિંગ આપશે. સ્વંયસેવકોનું લિસ્ટ પણ તૈયાર થયું છે

Nov 25, 2020, 02:09 PM IST

2017ની રાજ્યસભાની એ ચૂંટણી, જેમાં અહેમદ પટેલની જીત પર કોંગ્રેસ ઓફિસમાં ફટાકડા ફૂટ્યા હતા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ચાણક્ય કહેવાતા અહેમદ પટેલ (Ahmed Patel) નું આજે નિધન થયું છે. બિહાર ઈલેક્શનમાં ખરાબ પ્રદર્શન બાદ ઘેરાયેલી કોંગ્રેસ માટે આ દિગ્ગજ નેતાનું અચાનક જતુ રહેવું પાર્ટી માટે નુકસાન કહેવાઈ રહ્યું છે. એટલે જ તેઓને કોંગ્રેસના ચાણક્ય કહેવામાં આવતા. તેઓએ અનેક પ્રસંગોએ કોંગ્રેસને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યા છે. તેમનું વર્ચસ્વ ગુજરાતના રાજ્યસભાના ઈલેક્શન 2017માં પણ જોવા મળ્યું.  

Nov 25, 2020, 11:51 AM IST

ગુજરાત કોંગ્રેસના નેતાઓએ અહેમદ પટેલના નિધન પર કહ્યું, અમે મોભી અને માર્ગદર્શક ગુમાવ્યા

  • સવારે 10 વાગ્યે તેમનો કોરોના રિપોર્ટ આવશે, જેના બાદ તેમની દફનવિધિનો નિર્ણય લેવાશે. જો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવશે તો દિલ્હીમાં દફનવિધી કરાશે, અને રિપોર્ટ નેગેટિવ આવશે તો પૈતૃક ગામ પીરામણ લવાશે

Nov 25, 2020, 10:08 AM IST