Mahendra Singh Dhoni ની Ex Girlfriend કેમ ફરી આવી ચર્ચામાં? જાણો તેણે ધોની વિશે શું કહ્યું

નવી દિલ્લીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને તેમની ગર્લ ફ્રેંડ વચ્ચે કેમ થયું હતું બ્રેકઅપ. તે બન્ને પહેલીવાર ક્યાં મળ્યા હતા. કઈ રીતે થઈ હતી ધોની અને રાય લક્ષ્મીની મુલાકાત. કોણ છે રાય લક્ષ્મી અને કેમ હાલ તેનું નામ સોશલ મીડિયામાં ખુબ ચર્ચામાં આવ્યું છે. આ તમામ સવાલોના જવાબ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.

સાઉથની ફિલ્મોની ફેમસ અભિનેત્રી છે રાય લક્ષ્મી

1/5
image

 

મોટાભાગના લોકો તેમને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેંન્દ્રસિંહ ધોનીની એક્સ ગર્લ ફ્રેંડ તરીકે જ ઓળખે છે. પરંતુ રાય લક્ષ્મી સાઉથનું જાણીતું નામ છે. તે સાઉથની ફિલ્મોની ફેમસ અભિનેત્રી છે. હવે રાય લક્ષ્મીના લગ્નની ચર્ચાએ સોશલ મીડિયા પર જોર પકડ્યું છે.

2008 માં થઈ હતી ધોની અને રાય લક્ષ્મીની મુલાકાત

2/5
image

 

રાય લક્ષ્મી અને ધોનીની મુલાકાત વર્ષ 2008માં થઈ હતી. રાય લક્ષ્મી આઈપીએલની પહેલી સિઝનમાં ટીમ ચેન્નઈ સુપર કિંગ્સની બ્રાંડ એમ્બેસેડર બની હતી. અને તે સમયે પહેલી વાર ધોની આ ટીમનો કેપ્ટન બન્યો હતો. એ સમયગાળા દરમ્યાન જ બન્ને એકબીજાની નજીક આવ્યા હતા. અને બાદમાં બન્નેનું નામ પણ ખુબ ચર્ચામાં આવ્યું હતું. ત્યાર પછી બન્નેનું બ્રેકઅપ થઈ ગયું.

કેમ થયું હતું ધોની અને રાય લક્ષ્મીનું બ્રેકઅપ?

3/5
image

 

આજ સુધી કોઈને નથી ખબર કે ઈન્ડિયન ક્રિકેટ ટીમની આન બાન અને શાન કહેવાતા મહેન્દ્રસિંહ ધોની અને રાય લક્ષ્મીના અલગ થવાનું કારણ શું હતું. આ બન્ને વચ્ચે બ્રેકઅપ શા માટે થયું હતું. થોડાક સમય પહેલાં જ આ અભિનેત્રીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતુંકે, ધોની સાથે નો સંબંધ એ એમના જીવનની સૌથી મોટી ભૂલ હતી. જોકે, તેણે એમ પણ કહ્યુંકે, હવે ધોનીની લગ્ન થઈ ચૂક્યા છે તેને એક પુત્રી પણ છે તેથી હવે આવી વાતોનો કોઈ અર્થ નથી.

2005 માં થઈ હતી કરિયરની શરૂઆત

4/5
image

રાય લક્ષ્મીનો જન્મ 5 મે 1989 ના રોજ કર્નાટકમાં થયો હતો. તેણે પોતાના અભિનય કરિયરની શરૂઆત 2005 માં રિલીઝ થયેલી તમિલ ફિલ્મ `Karka Kasadara` થી કરી હતી. ત્યાર બાદ તે સંખ્યાબંધ તમિલ, કન્નડ, તેલગુ ફિલ્મો કરીને હવે બોલીવુડમાં પગ જમાવી રહી છે.

આ બોલીવુડ ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે રાય લક્ષ્મી

5/5
image

રાય લક્ષ્મી વર્ષ 2016માં રિલીઝ થયેલી સોનાક્ષી સિન્હાની ફિલ્મ અકીરામાં માયાની ભૂમિકામાં જોવા મળી હતી. ત્યાર બાદ તે ઝૂલી-2માં અને ઓફિસર અર્જૂન સિંહ આઈપીએસ બૈચ 2000 જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. રાય લક્ષ્મી સોશલ મીડિયામાં ખુબ જ એક્ટિવ છે અને તે આગામી 27 એપ્રિલના રોજ સગાઈ કરી રહી છે.