આ મહિલાએ પુત્રના જન્મદિવસ કરતાં પણ ભવ્ય અને અનોખી રીતે ઉજવ્યો શ્વાનનો Birth Day

ગૌરવ દવે/રાજકોટ : જીવ એજ શિવનાં સુત્રને સાર્થક કરતો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટનાં જીવદયા પ્રેમીએ પોતાનાં શ્વાનનાં સાતમા જન્મ દિવસ નિમીતે કમોતે મરી ગયેલા અબોલ પ્રાણીઓની શાંતિ માટે શાંતિ યજ્ઞ કર્યો હતો. એટલું જ નહિં સમાજને નવો રાહ ચિંધતા છોડનાં કુંડા, પક્ષીઓ માટે માટીમાંથી તૈયાર થયેલા માળા અને પાણીનાં પાત્રોનું વિતરણ કર્યું હતું. જોકે આવી રીતે શ્વાનનો જન્મ દિવસની ઉજવણી કરાતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. 
 

1/5
image

રાજકોટ મહાનગરપાલિકામાં સ્નાનાગાર શાખામાં મહિલા સ્વીમીંગ કોચ તરીકે ફરજ બજાવતા અને જીવદયા પ્રેમી અવનીબેન સાવલિયા દ્વારા તેમના પાલતું શ્વાનના સાત(૭)માં જન્મદિવસ અનોખી પ્રેરણામય ઉજવણી કરવામાં આવી હતી. અવનીબેન રાજકોટનાં તંતી પાર્કમાં રહે છે. 

2/5
image

નાનપણ થી જ ખુબ હોંશીયાર અને લાગણીશીલ પ્રેમાળ સ્વભાવ ધરાવે છે. અબોલ પશુ અને પક્ષીઓ માટે અવાર નવાર સેવા કરતા હોય છે. આજે તેનાં પાલતું શ્વાનનાં જન્મ દિવસની અનોખી ઉજવણી કરતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. 

3/5
image

અવનીબેન સાવલિયાએ શ્વાનનાં જન્મદિવસ નિમિતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં સૌ કોઈ પોતાના ઘરની અગાસી પર પાણીના કુંડા મુકતા થાય તે માટે વિનામૂલ્યે પક્ષીઓના પીવાના પાણીના કુંડાનું વિતરણ અને પક્ષીઓના માળાનું વિતરણ કર્યું હતું.   

4/5
image

લોકોમાં સારા સંસ્કારોનું નિર્માણ થાય ધર્મ ભાવના વધે તેવા શુભાષયથી શ્રીમદ ભાગવત ગીતાનું વિતરણ પણ કરેલ. સાથોસાથ પોતે શ્વાન પાળેલ છે તેના સાતમાં જન્મદિવસ નિમિતે પાલતુ પ્રાણીઓના કલ્યાણ માટે શાંતિ હવન કરેલ હતો. 

5/5
image

આમ નાની વયે ઉમદા વિચારો ધરાવતી દીકરી અવનીએ અબોલ જીવના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી સમાજને નવી રાહ ચીંધેલ છે. સંપૂર્ણ આયોજનમાં પોતાના ધર્મપરાયણ સેવાભાવી માનવતાવાદી માતા રંજનબેન સાવલીયા શુભાષીશના અને સહયોગ મળેલ હતો.