Ruturaj Gaikwad Girlfriend Sayali Sanjeev: આ સુંદરીના પ્રેમમાં ક્લીન બોલ્ડ થયો ઋતુરાજ ગાયકવાડ! જાણો કોણ છે આ મરાઠી મુલગી

Ruturaj Gaikwad Girlfriend Sayali Sanjeev: મરાઠી એક્ટ્રેસ સયાલી સંજીવ અને ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડના પ્રેમની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. બંનેની સોશિયલ મીડિયા એક્ટિવિટિઝને જોતા એવા ઇશારા મળી રહ્યા છે, પરંતુ મીડિયા સમાચાર વાયરલ થયા બાદ ઋતુરાજે સયાલી સાથેના સંબંધની કોઈ પુષ્ટિ કરી નથી. અમે તમને જણાવી રહ્યા છે કોણ છે સયાલી અને તે આટલી ફેમસ કેમ છે.

મહારાષ્ટ્રના ધુલેમાં થયો જન્મ

1/4
image

સયાલી સંજીવનો જન્મ 31 જાન્યુઆરી 1993 માં મહારાષ્ટ્રના ધુલેમાં થયો હતો. સયાલીએ તેનો અભ્યાસ નાસિકની આરજેસી બાઈટકો હાઈ સ્કૂલમાંથી કર્યો છે. તે નાનપણથી ભણવામાં હોશિયાર હતી.

સોશિયલ મીડિયા એક્ટિવ છે સયાલી

2/4
image

સયાલી સંજીવે કરિયર માટે મોડલિંગ પસંદ કર્યું તેણે એચપીટી આર્ટ્સ અને આરવાયકે સાયન્સ કોલેજમાંથી ડિગ્રી મેળવી છે. કોલેજમાં તેને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો છે. તેણે બિરલા આઈ કેર, ડેન્ટલ માટે મોડલિંગ પણ કર્યું છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણે શેર કરેલી તસવીરો ફેન્સને ઘણી પસંદ આવે છે.

મરાઠી ટીવી સીરિયલથી ફેમસ સયાલી

3/4
image

સયાલી સંજીવે ટીવ પર એક મ્યૂઝિક વીડિયો સાથે શરૂઆત કરી હતી. ત્યારબાદ તે મરાઠી ટીવી સીરિયલ કાહે દિયા પરદેશથી ફેમસ થઈ હતી. તેનો રોલ ગૌરી ઘણો લોકપ્રિય થયો હતો. તે ગુલમોહર જેવા શોમાં પણ જોવા મળી હતી.

સયાલીએ ફિલ્મોમાં પણ કર્યું કામ

4/4
image

સયાલી સંજીવ સામાજિક કાર્યોમાં પણ પોતાનો રસ દાખવે છે. મોડલિંગમાં પગ મુક્યા બાદ સયાલી સંજીવે રાજૂ પારસેકરની ફિલ્મ પુલિસ લાઇન્સ- એક પૂર્ણ સત્ય સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.