સાઈ સમાધિને 100 વર્ષ પૂરા, શિરડીને થઈ લાખો-કરોડોની આવક, Photos

શિરડીના સાઈબાબાને સમાધિ લઈને 100 વર્ષ થઈ ગયા છે. 19 ઓક્ટોબરના રોજ 100 વર્ષ પૂરા થયા. આ ખાસ પ્રસંગે શિરડીના દરબારમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ભવ્ય આયોજનમાં સામેલ થયા હતા. તેમણે શિરડી પહોંચીને બાબાના આર્શીવાદ લીધા હતા અને વિશેષ પૂજા-અર્ચના કરીને આરતીમાં સામેલ થયા હતા. 

સાઈ સમાધિના 100 વર્ષ

1/4
image

આ ખાસ પ્રસંગે શિરડી મંદિરની મનમોહક સજાવટ કરવામાં આવી હતી. મંદિરોને ફૂલો, ફળ અને ઝગમગ રોશનીથી સજાવવામાં આવ્યા હતા. મંદિરની સજાવટ એટલી સુંદર હતી કે, આ પહેલા સાઈ ભક્તોએ મંદિરના આ રૂપમાં ક્યારેય જોયું ન હતું. માહિતી અનુસાર, અંદાજે 3 લાખ 50 હજાર રૂપિયા આ સજાવટ માટે ખર્ચવામાં આવ્યા હતા. જે માટે અંદાજે 8 ટન જેટલા ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

8 ટન ફૂલોથી સજાવ્યું શિરડી મંદિર

2/4
image

વર્ષ 1922માં શિરડી મંદિરને ટ્રસ્ટનાર રૂપમાં રજિસ્ટર કરાયું હતું. ત્યારે દાન પેટીથી એકઠા થયેલી વાર્ષિક આવક અંદાજે 700 રૂપિયા હતી. તેનું વાર્ષિક બજેટ 3500 રૂપિયા રહેતું હતું. બાબાના ભક્તોની સંખ્યા વધવાની સાથે સાથે સાઈ મંદિર ટ્રસ્ટની આવક પણ દિવસેને દિવસે લાખો-કરોડોમાં થતી ગઈ. હવે મંદિર ટ્રસ્ટને ચઢાવાથી થતી આવક અંદાજે 375 કરોડ બતાવવામાં આવે છે. જે પ્રતિદિનના હિસાબે એક કરોડથી પણ વધુ રૂપિયા છે. 

રોજ ચઢે છે કરોડોનો ચઢાવો

3/4
image

15 ઓક્ટોબર, 1918ના રોજ બાબાએ સમાધિ લીધી હતી. તે દિવસે દશેરા હતો. ત્યારથી દર વર્ષે દશેરના દિવસે શિરડીમાં વિશેષ આયોજન કરવામાં આવે છે. તેમની સમાધિની શતાબ્દી પર ન્યાસ દ્વારા સમગ્ર વર્ષ ઉત્સવ ઉજવવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 1 ઓક્ટોબર, 2017ના રોજ શતાબ્દી મહોત્સવનું આયોજન કર્યું હતું. 

બાબાએ લીધી હતી સમાધિ

4/4
image

દશેરાના શુભ અવસર પર બાબાના દર્શન માટે ન માત્ર દેશભરમાંથી, પરંતુ વિદેશમાથી પણ ભક્તો આવે છે. તેમની એક ઝલક માટે શિરડી પહોંચે છે. અમેરિકાથી યુરોપ સુધી બાબાના ભક્તો ફેલાયેલા છે. આ મહોત્સવમાં હાલત એ હતી કે, શિરડી સંસ્થાના અંદાજે 1500 રૂમ પહેલેથી જ બૂક થઈ ગયા હતા. સાથે જ 7500 પ્રાઈવેટ હોટલના દરેક રૂમ હાઉસફૂલ રહ્યા હતા.