એક-બે નહી પરંતુ 7 છોકરીઓએ Sajid Khan પર લગાવ્યો છે Sexual Harassmentનો આરોપ

ફિલ્મમેકર સાજિદ ખાન (Sajid Khan) પર અત્યાર સુધી ઘણા આરોપો લાગતા રહ્યા છે. સમયાંતરે અત્યાર સુધી અભિનેત્રી સામે આવીને તેમના પર સેક્યુઅલ મિસકંડકટ (Sexual Misconduct)ના આરોપ લગાવી ચૂકી છે. ત્યારબાદથી પણ અત્યાર સુધી સાજિદ તરફથી કોઇ નિવેદન સામે આવ્યું નથી. તાજેતરમાં છે જિયા ખાન (Jiah Khan) ની બહેન કરિશ્માએ પણ સામે આવીને સાજિદ પર આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે તેમની બહેન સાથે સાજિદે ખોટું કર્યું છે. સાથે જ હવે શર્લિન ચોપડાએ પણ આ મામલો ફરીથી ઉઠાવ્યો છે. 

1/7

જિયા ખાન

જિયા ખાન

દિવંગત અભિનેત્રી જિયા ખાન (Jiah Khan) સાથે પણ સાજિદ ખાન (Sajid Khan) એ સેક્સુઅલ મિસકંડક્ટ કર્યું. એવું તેમની બહેનનું કહેવું છે. જિયા ખાનની બહેન કરિશ્માએ બીબીસીની એક ડોક્યુંમેંટ્રીમાં સાજિદ ખાન પર સનસનીખેજ આરોપ લગાવ્યો છે. કરિશ્માએ કહ્યું કે સાજિદે તેમની બહેનના ટોપ અને બ્રા ઉતારવા માટે કહ્યું હતું. 

2/7

મોડલ પોલા

મોડલ પોલા

મોડલ પોલા (Model Paula)એ પણ પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું કે જ્યારે તે 17 વર્ષની હતી તો સાજિદ ખાને તેમની સાથે ગંદી હરકતો કરી હતી. પોલાએ જણાવ્યું કે સાજિદએ તેમને પોતાની સામે કપડાં ઉતારવા માટે કહ્યું હતું. 

3/7

શર્લિન ચોપડા

શર્લિન ચોપડા

જિયા ખાનવાળો મામલો બહાર આવ્યા બાદ એક્ટ્રેસ શર્લિન ચોપડા (Sherlyn Chopra)એ પણ સાજિદ ખાન પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે જણાવ્યું કે સાજિદ ખાને 2005માં તેમની સામે પોતાનો પ્રાઇવેટ પાર્ટ નિકાળી દીધો હતો અને તેને ફીલ કરવા માટે કહ્યું  હતું. 

4/7

સલોની ચોપડા

સલોની ચોપડા

એક્ટ્રેસ સલોની ચોપડા (Saloni Chopra)એ પણ સાજિદ ખાન પર આરોપ લગાવ્યો. સલોનીએ જણાવ્યું કે સાજિદ ખાને તેમની સાથે પણ ખોટી હરકત કરવાનો પ્રયત્ન કર્યો હતો. 

5/7

રેચલ વ્હાઇટ

રેચલ વ્હાઇટ

એક્ટ્રેસ રેચલ વ્હાઇટ (Rachel White)એ પણ સાજિદ ગંભીર આરોપ લગાવ્યો હતો. રેચલએ જણાવ્યું કે તે મારી સાથે ગંદી વાતો કરવા લાગ્યા અને કહ્યું કે ફિલ્મમાં રોલ માટે તેમને કપડાં ઉતારવા પડશે. આ સમગ્ર ઘટનાને રેચલે ટ્વિટર પર પોસ્ટ કરી હતી. 

6/7

કરિશ્મા ઉપાધ્યાય

કરિશ્મા ઉપાધ્યાય

મીટૂના આંદોલન દરમિયાન કરિશ્મા ઉપાધ્યાય (Karishma Upadhyay) નામની એક પત્રકારે પણ સાજિદ ખાનની આવી હરકતો પર વાત કરી હતી. કરિશ્માએ ટ્વીટ કરી લખ્યું હતું કે જ્યારે તે સાજિદ ખાનનો ઇન્ટરવ્યું લેવા ગઇ તો સાજિદ પોતાનો પેનિસ બહાર નિકાળવા લાગ્યા હતા. 

7/7

અહાના કુમરા

અહાના કુમરા

'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર', 'લિપસ્ટિક અંડર માય બુર્કા' અને ઘણી વેબ સીરીઝમાં કામ કરી ચૂકેલી અહાના કુમરા (Aahana Kumra)એ પણ સાજિદ ખાન પર ચોંકાવનારો આરોપ લગાવ્યો હતો. અહનાએ કહ્યું હતું કે સાજિદે તેમને ઘણા અટપટા પ્રશ્નો પૂછ્યા હતા. સાજિદે પૂછ્યું કે તેમને 100 કરોડ મળે તો તે એક સાથે સેક્સ કરશે.