રાંધણ ગેસ પડશે 300 રૂપિયા સસ્તો, સબસિડીવાળા બેંક ખાતાથી લિંક કરાવી લો આધારકાર્ડ

મોંઘવારી (Inflation) ના આ સમયમાં બચત (Saving) તો લગભગ પૂર્ણ થઈ ગઈ છે. રાંધણ ગેસ (Domestic Gas Cylinder) ની કિંમત રેકોર્ડ સ્થર પર છે. નવેમ્બર 2020માં 594 રૂપિયાની કિંમતવાળા રાંધણ ગેસ હવે 819 રૂપિયાનો થઈ ગયો છે પરંતુ જો તમે સબસિડી લો છો તો 300 રૂપિયા સુધી બચાવી શકો છો.

વઘી ગઈ છે સબસિડીની રકમ

1/5
image

અત્યારે એ જોવા મળી રહ્યું છે કે રાંધણ ગેસની કિંમત 10-20 રૂપિયા થઈ ગઈ છે પરંતુ હવે સરકારે સબસિડીની રકમમાં વધારો કરી દીધો છે. રાંધણ ગેસ પર સબસિડી 153.86 રૂપિયાથી વધીને 291.48 રૂપિયા થઈ ગઈ છે.

કેવી રીતે બચાવી શકો છો 300 રૂપિયા

2/5
image

જો તમે રાંધણ ગેસ પર સબસિડી માગતા હોય તો તમારે સબસિડીવાળા ખાતાને આધાર કાર્ડથી લિંક કરવું પડશે. આધાર કાર્ડ લિંક કરશો એટલે તમારા ખાતામાં 300 રૂપિયા આવી જશે.

ઘરે બેઠા લિંક કરો આધાર કાર્ડ

3/5
image

જો તમારુ LPG કનેક્શન આધાર કાર્ડથી લિંક નથી તો તમે ઘરે બેઠા લિંક કરી શકો છો. ઈન્ડિયનના ગ્રાહકો https://cx.indianoil.in પર પુરી જાણકારી મળી શકશે. ભારત ગેસના ગ્રાહક https://ebharatgas.com પરથી LPG કનેક્શનને આધારા સાથે લિંક કરી શકશો.

ખૂબ મોંધો થઈ ગયો છે રાંધણ ગેસ

4/5
image

કાચા તેલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો  હોવાથી તેની અસર રાંધણ ગેસ પર પડી છે. 4 મહીના પહેલા રાંધણ ગેસ 594 રૂપિયામાં મળતો હતો જે હવે દિલ્હીમાં 819 રૂપિયામાં મળી રહ્યો છે. નવેમ્બરથી માર્ચ મહિનાની વચ્ચે રાંધણ ગેસની કિંમત 255 રૂપિયા વધી ગઈ છે જે 25 ટકાની નજીક છે.

Paytm ની સ્પેશિયલ ઓફર

5/5
image

જો તમે રાંધણ ગેસનું બુકિંગ મોબાઈલ એપ Paytm મારફતે કરો છો તો પહેલી વખત બુકિંગ કરનાર યૂઝર્સને 100 રૂપિયાની છૂટ Paytm આપી રહ્યું છે. જો તમે પહેલા ક્યારેય Paytmથી ગેસ બુકના કરાવ્યો હોય તો તમે આ ઓફરનો ફાયદો ઉઠાવી શકશો.