ભગવાન શ્રી રામનની નગરી દીપોત્સવથી પ્રગટી ઉઠી, જુઓ અયોધ્યાની ખાસ તસવીરો

દિવાળીના આ તહેવારમાં અયોધ્યા શહેરની ભવ્યતા જોવા મળી. ત્યારે દેશની સાથે જ વિશ્વની નજર પણ આ પ્રસંગ પર છે. ચાલો જોઈએ તેના ખૂબ જ સુંદર તસવીરો...

દિવાળીના તહેવાર પર ભગવાન શ્રી રામની નગરી અયોધ્યાને આ વખતે રોશનીથી ઝાકમઝોળ કરી દેવાઈ છે. ત્યારે યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે અયોધ્યામાં સરયુ કિનારે ભવ્ય દીપોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી અને રાજ્યપાલ ઉપરાંત રાજ્ય સરકારના અનેક મંત્રીઓએ સરયુ નદીની આરતી કરી હતી. કોવિડ-19 પ્રોટોકોલને કારણે નયા ઘાટ પર વિવિધ આરતી સ્થળો બનાવવામાં આવ્યા હતા. દીપોત્સવમાં ભાગ લેવા અયોધ્યા પહોંચેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહેલા શ્રી રામ જન્મભૂમિ મંદિર ગયા અને રામલાલાના દર્શન કર્યા. આ પ્રસંગે ઢળતી સાંજે 6 લાખ દીવાથી ભગવાન શ્રી રામની નગરીને રોશન કરવામાં આવી હતી. દિવાળીના આ તહેવારમાં અયોધ્યા શહેરની ભવ્યતા જોવા મળી. ત્યારે દેશની સાથે જ વિશ્વની નજર પણ આ પ્રસંગ પર છે. ચાલો જોઈએ તેના ખૂબ જ સુંદર તસવીરો...

1/8
image

2/8
image

3/8
image

4/8
image

5/8
image

6/8
image

7/8
image

8/8
image