અરૂણ જેટલીની Unseen તસવીરો, જોવા કરો ક્લિક

અરૂણ જેટલી દુનિયાને અલવિદા કહી અંતિમ યાત્રા પર નીકળી ગયા છે. ભાજપ અને રાજકીય ગલિયારોમાં આ સૌથી મોટુ નુકસાન છે. પીએમ મોદીના વિશ્વવાસપાત્ર જેટલીની મિત્રતા કમાલની હતી. આ બંને એકબીજાને જય પ્રકાશ આંદોલનના સમયથી જાણે છે અને બંને સારા મિત્રો બની ગયા હતા. તે પીએમ મોદીના સૌથી મોટા કાનૂની સલાહકાર રહ્યાં છે. એટલા માટે 2014માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વખત સત્તામાં આવ્યા તો તેમણે આર્થિક વ્યવસ્થામાં જાન ફૂંકવાની જવાબદારી આપી, જેને તેમણે નિભાવી છે. અરૂણ જેટલીએ નાણા મંત્રી રહેતા જે કામ કર્યા, કદાચ આ કારણ છે કે, તેમણે આર્થિક ક્રાંતિના કૌટિલ્ય પણ કહેવામાં આવે છે.

1/11
image

અરૂણ જેટલી દિલ્હી યુનિવર્સિટી કેમ્પસમાં અભ્યાસ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) સાથે જોડાયા અને 1974માં સ્ટુડન્ટ યુનિયનના અધ્યક્ષ બન્યા.

2/11
image

જય પ્રકાશ નારાયણે તેમને રાષ્ટ્રીય છાત્ર અને યુવા સંગઠન સમિતીના સંયોજક બનાવ્યા હતા. ઇમરજન્સી દરમિયા અરૂણ જેટલીએ મીસા કાયદા અતંર્ગત 19 મહિના જેલમાં પસાર કર્યા હતા. જેલમાંથી બહાર નીકળ્યા પછી તેઓ જનસંઘમાં શામેલ થઈ ગયા હતા. 

3/11
image

1980થી 90ના દશક સુધી બીજેપી જ્યારે ભારતમાં મજબૂત સ્થાન બનાવવા સંંઘર્ષ કરી રહી હતી ત્યારે અરૂણ જેટલીએ યુવા બ્રિગેડને પરિપકવ રાજનેતાઓમાં બદલવનું કામ કર્યું હતું. 

 

4/11
image

અરૂણ જેટલીએ જમ્મુ અને કાશ્મીરના કોંગ્રેસી નેતા ગિરધારી લાલ ડોગરાની દીકરી સંગીતા સાથે 1982માં લગ્ન કર્યા હતા. અરૂણ જેટલીના સસરા કોંગ્રેસના વગદાર નેતા હતા અને તેમણે 26 વર્ષ સુધી જમ્મુ અને કાશ્મીરના ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે જવાબદારી નિભાવી હતી. અરૂણ અને સંગીતાના બે સંતાનો દીકરો રોહન અને દીકરી સોનાલી તથા જમાઈ જયેંશ બક્ષી પણ વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 

5/11
image

1991થી બીજેપીના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય રહ્યા. 1999ની લોકસભા ચૂંટણી પહેલાં તેમને બીજેપીના પ્રવક્તા બનાવી દેવામાં આવ્યા. 

 

6/11
image

1999માં તેમને રાજ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા. તેમણે અનેક મહત્વપૂર્ણ વિભાગ સંભાળ્યા હતા.

7/11
image

અરૂણ જેટલી જેટલાં સારા નેતા અને વક્તા હતા તેટલા જ ખ્યાતનામ વકીલ પણ હતા. વકીલાતમાં અરૂણ જેટલીને નામ, દામ, ધન, શોહરત ઘણાં મળ્યા. જેટલીના નિધન બાદ તેઓ પોતાની પત્ની અને બંને બાળકો માટે કરોડો રૂપિયાની સંપત્તિ અને રાજકીય વારસો છોડીને ગયા છે.

8/11
image

2006માં રાજ્યસભામાં વિપક્ષના નેતા બન્યા. આ સમયે તેઓ પોતાની સ્પષ્ટતા અને ત્વરિત વિચારોને કારણે બધાનું સન્માન પામ્યા. 

9/11
image

બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ફાઈનાન્સ મંત્રી અરુણ જેટલીનું 66 વર્ષની વયે 24 ઓગસ્ટના બપોરે નિધન થયું છે. તેઓ 9 ઓગસ્ટથી દિલ્હી સ્થિત એઈમ્સમાં એડમિટ હતા. રવિવારે બપોરે 12.07 મિનીટ પર તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પૂર્વ ફાઈનાન્સ મંત્રી અરુણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફ અને બેચેનીની ફરિયાદ બાદ તેમને 9 ઓગસ્ટના રોજ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

10/11
image

અરૂણ જેટલીના પિતા મહારાજ કિશન જેટલી બહુ જાણીતા વકીલ હતા. અરૂણ જેટલીએ પણ પિતાના પગલે પહેલાં વકીલાતનો જ વ્યવસાય અપનાવ્યો હતો અને પછી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમણે શ્રીરામ કોલેજથી પોતાની કોમર્સની ડિગ્રી લીધી અને પછી દિલ્હી યુનિવર્સિટીમાંથી લોની ડિગ્રી મેળવી હતી. 

11/11
image

અરૂણ જેટલી 1999થી 2012 સુધી DDCAના અધ્યક્ષ રહ્યાં હતાં અને તેમણે આ દરમ્યા કેટલાંય ક્રિકેટર્સના કરિયર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેટલી એક લાંબી રાજકીય ઈનિંગ રમ્યા હતાં પરંતુ ક્રિકેટ પ્રત્યે પોતાના એક ખાસ પ્રેમ માટે પણ તેઓ જાણીતા હતાં.