ફેમિલી મેન ગણાતો શાહિદ એક સમયે હતો જબરદસ્ત લફરેબાજ, જાણો ભૂતકાળના રહસ્યો

Feb 25, 2020, 04:32 PM IST

બોલિવૂડ સ્ટાર શાહિદ કપૂર આજે તેનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ચાહકોએ શાહિદને જન્મદિવસની શુભકામના પાઠવી છે. શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે પણ શાહિદના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. મીરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરીલાઇન પર પોતાની અને શાહિદની રોમેન્ટિક તસવીર શેર કરી છે. તસવીરના કેપ્શનમાં મીરાએ લખ્યું છે - Happy Birthday to Love of my life. શાહિદ આમ તો ચહેરા પરથી ભલોભોળો દેખાય છે પણ આમ છુપો રુસ્તમ છે. મોટાભાગને લોકો શાહિદની પ્રેમિકા તરીકે કરીના કપૂરને જ ઓળખે છે પણ બહુ ઓછા લોકોને ખબર છે કે તેના લગ્ન પહેલાં જાહેરમાં ઢગલાબંધ પ્રેમપ્રકરણો ચાલ્યા છે અને ખાનગીનો સ્કોર તો અલગ.

1/9

આજે બોલિવૂડના કબીર સિંહ એટલે કે શાહિદ કપૂરનો જન્મદિવસ છે. તેની કરિયર અનેક વળાંકવાળી રહી છે. શાહિદની લવલાઇફ પણ ભારે હેપનિંગ રહી છે. 

2/9

શાહિદ કપૂર ફિલ્મોમાં આવ્યો એ પહેલાં અનેક આલબમ અને એડમાં કામ કરી ચૂક્યો છે. શાહિદ અને તેના હિટ આલબમની હિરોઇન હૃષિતા ભટ્ટના સંબંધો પણ ચર્ચાસ્પદ બન્યા હતા. 

3/9

શાહિદનું નામ તેની પહેલી કો સ્ટાર અમૃતા રાવ સાથે પણ જોડાયું હતું. આ બંને અનેકવાર એકબીજા સાથે જોવા મળ્યા હતા. 

4/9

શાહિદ બોલિવૂડમાં ચોકલેટી બોય તરીકે જાણીતો હતો. શાહિદે પોતાની પહેલી ફિલ્મથી અનેક લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. 

5/9

શાહિદ અને કરીનાની મુલાકાત ફિદાના શૂટિંગ વખતે થઈ હતી. તેમની વચ્ચે પહેલાં મિત્રતા અને પછી પ્રેમ થયો હતો. શાહિદ અને કરીનાનો સંબંધ જગજાહેર હતો અને બંને આ વિશે ગંભીર હતા. જોકે થોડા વર્ષોના ડેટિંગ પછી આ સંબંધનો અંત આવ્યો હતો. 

6/9

કિસ્મત કનેક્શનના સેટ પર શાહિદ અને વિદ્યાના રોમેન્સની ચર્ચાઓ બહુ ચાલી હતી. જોકે બંનેમાંથી કોઈએ આ વાતનો સ્વીકાર નહોતો કર્યો. 

7/9

શાહિદ અને પ્રિયંકાનું ડેટિંગ પણ ચર્ચાસ્પદ બન્યું હતું. જોકે આ સંબંધ બહુ લાંબો નહોતો ચાલ્યો. 

8/9

2015માં શાહિદે દિલ્હીની મીરા સાથે લગ્ન કરી લીધા હતા. આજે તે બે બાળકોનો પિતા છે.

9/9

પોતાની એક્ટિંગ કરિયર શરૂ કરતા પહેલાં શાહિદે હિન્દી ફિલ્મ મોહનદાસ બી.એ.એલએલબી.માં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે.