PICS: રિયાલિટી શોમાં અચાનક ભૂત આવી જતા લોકોના હાજા ગગડી ગયા, તમે પણ જુઓ ડરામણી તસવીરો

'ભૂત'ની તસવીરો વાયરલ

1/4
image

મુંબઈ: ડાન્સિંગ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર 4ના સેટ પર આ વખતે ભૂત ખુબ હંગામો કરશે. તેની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. જેને જોઈને બધા હક્કા બક્કા રહી ગયા છે. 

સેટ પર આવી ગયું ભૂત

2/4
image

વાત જાણે એમ છે કે સુપર ડાન્સર ચેપ્ટર 4ના સેટ પર અચાનક ભૂત સામે આવી ગયું. જેને જોઈને સેટ પર હાજર દરેક જણ ડરી ગયા. આ ડરામણા  ભૂતને જોઈને લોકો ભાગી ગયા. હાલ આ ભૂતની તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે.   

ઘૂંટણથી નીચે સુધી લાંબા હાથ

3/4
image

સુપર ડાન્સર ચેપ્ટર 4ના સેટ પર જોવા મળેલા ભૂતની તસવીરો ખુબ ડરામણી છે. આ ભૂતના હાથ ઘૂંટણથી પણ નીચે જોવા મળ્યા. 

આખરે કોણ છે આ ભૂત

4/4
image

હકીકતમાં આ કોઈ ભૂત નહીં પરંતુ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી છે. જે આ વખતે ભૂત બનીને સેટ પર લોકોને ડરાવવાની છે.