Shraddha Kapoor Look: પીળા-ગુલાબી ડ્રેસમાં શ્રદ્ધા કપૂરે ફેન્સને દીવાના બનાવ્યા, આપ્યા કિલર પોઝ

Shraddha Kapoor Photos: શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor)અને રણબીર કપૂર પોતાની આવનારી ફિલ્મ 'તું ઝૂઠી મૈં મક્કાર' ફિલ્મને લઈને સતત ચર્ચામાં છે. આ ફિલ્મ 7 માર્ચે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની રિલીઝ પહેલા ફિલ્મની સ્ટારકાસ્ટ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ શ્રદ્ધા કપૂર 'ધ કપિલ શર્મા' શોના સેટની બહાર જોવા મળી હતી. આ દરમિયાન, શ્રદ્ધાએ પીળા અને ગુલાબી રંગનો ડ્રેસ પહેર્યો છે કે ચાહકો માટે તેના પરથી નજર હટાવવાનું મુશ્કેલ છે. જુઓ શ્રદ્ધા કપૂરના લેટેસ્ટ લૂકના ફોટો જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.
 

પીળા ગુલાબી ડ્રેસમાં જોવા મળી અભિનેત્રી

1/5
image

ધ કપિલ શર્માના સેટની બહાર શ્રદ્ધા કપૂર ગુલાબી અને પીળા કલરના ડ્રેસમાં સ્પોટ થઈ. અભિનેત્રીએ આ ડ્રેસ ખુબ વધુ ફિટિંગ કર્યો છે, જે તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરી રહ્યો છે. 

 

 

વાયરલ થઈ રહી છે તસવીર

2/5
image

આ ચમકદાર ડ્રેસ પહેરીને શ્રદ્ધા વેનિટી વેનમાંથી નીચે ઉતરતા જ પાપારાઝીને જોઈને એક પછી એક પોઝ આપવા લાગી. શ્રદ્ધાના આ ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જે ચાહકોને દિવાના બનાવી રહ્યા છે.

ગ્લેમરસ લાગી રહી છે શ્રદ્ધા

3/5
image

પોતાના લુકને પૂરો કરવા માટે શ્રદ્ધાએ વાળને ખુલ્લા રાખ્યા છે. આ સાથે હાઈ હીલ્સની બૈલી અને સટલ મેકઅપમાં જોવા મળી. શ્રદ્ધા કપૂર આ તસવીરોમાં ખુબ ગ્લેમરસ લાગી રહી છે. 

 

 

લુકના દીવાના થયા ફેન્સ

4/5
image

શ્રદ્ધાનો લુક જોઈને ચાહકોને પોતાના દિલ પર કાબૂ રાખવો મુશ્કેલ થઈ રહ્યો છે. અભિનેત્રીનો આ ડ્રેસ તેને ખૂબ જ સૂટ કરી રહ્યો છે. તસવીરોમાં શ્રદ્ધા એટલી સુંદર લાગી રહી છે કે ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી.

રણબીરની સાથે આપ્યો કિસિંગ સીન

5/5
image

તમને જણાવી દઈએ કે, શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂરની આ ફિલ્મ પણ કિસિંગ સીનને કારણે ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં બંનેનો લિપલોક સીન છે, જેના સ્ક્રીનશોટ વાયરલ થયા છે. લવ રંજને આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે.