Madhya pradesh News

આ છે ભારતનું સૌથી વધુ દીપડા ધરાવતું રાજ્ય, કુનો-નેશનલ પાર્કમાં ચિત્તા સફારીની તૈયારી
kuno national park safari: મધ્યપ્રદેશને વન્યજીવ સંશોધકો માટે સ્વર્ગ તરીકે ગણવામાં આવે છે, તેની સાથે રાજ્યને મોટી બિલાડીઓની ભૂમિ પણ કહેવાય છે. રાજ્યમાં 785 વાઘની સંખ્યા ગર્વથી 'ભારતનું વાઘ રાજ્ય' તરીકેની ઓળખ અપાવે છે, જે એક સમૃદ્ધ જંગલ રાજ્ય પણ છે જે લગભગ 30 ટકા જમીન સૂકા પાનખર જંગલો દ્વારા ઠંકાયેલી છે. મધ્યપ્રદેશએ ન માત્ર ભારતના વાઘ રાજ્ય તરીકે પ્રખ્યાત છે પણ તેની સાથે તે ભારતનું દિપડા રાજ્ય, ભારતનું ઘાડિયાલ રાજ્ય, ભારતનું વરુ રાજ્ય અને હવે ભારતનું ચિતા રાજ્ય પણ છે. મધ્યપ્રદેશમાં 12 રાષ્ટ્રીય ઉદ્યાનો, 6 વાઘ અભ્યારણો અને 24 વન્યજીવ અભયારણ્યો છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ મધ્યપ્રદેશના વન્યજીવન, ખાસ કરીને તેના વાઘ અભ્યારણની મુલાકાત માટે આવે છે. હાલમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલ આંકડા અનુસાર મધ્યપ્રદેશમાં દીપડાની કુલ સંખ્યા 3907 છે, જે તેને ભારતનું સૌથી વધુ દીપડા ધરાવતું રાજ્ય બનાવે છે. 
Mar 4,2024, 15:53 PM IST

Trending news