કેન્દ્ર અને રાજ્ય સરકારના સિંચાઇ વિભાગ વચ્ચે સિમર બંદર થઈ જશે નામશેષ...??

રજની કોટેચા/પોરબંદર: ઉના નજીક આવેલ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ની અમુક જમીન પોર્ટુગીઝ શાસન સમયથી સિમર બંદર માં આવેલી છે અને ત્યાં વર્ષો ના વર્ષો સુધી લોકો વસવાટ કરીને માછીમારી કરી રહ્યા હતા. એ લોકો દીવના નાગરિક હતા અને દીવના લોકોને મળતી તમામ સવલતો પણ એ 63 પરિવારોને મળતી હતી. 

1/8
image

પરંતુ અચાનક 2016માં આ તમામ પરિવારોના નામ દીવમાંથી કમી કરી નાખવામાં આવે છે અને તેના રહેઠાણો પર માત્ર 2 દિવસમાં બુલ્ડોઝર ફેરવીને જમીન ખાલી કરાવી નાખતા આ પરિવારો સિમર બંદર માં જ ગુજરાત સરકાર ના સિંચાઇ વિભાગ ની જમીન રહે છે અને ત્યાં થી માછીમારી ઉદ્યોગ કરે છે ત્યારે સિંચાઇ વિભાગે આવતા બે દિવસ માં આ જગ્યા ખાલી કરવાની નોટિસ આપત્તા આ 2500 થી વધુ લોકો હવે ક્યાં જશે તે સવાલ ઊભો થયો છે.

2/8
image

સિમર બંદર ભોગોલિક રીતે પણ માછીમારી માટે મહત્વનું છે. ભૂતકાળમાં શાપોરજી પલોનજી કંપની પણ અહી આવવાની હતી. પરંતુ સંજોગોવસાત તે કોડીનાર ચાલી ગઈ હતી, ત્યારે સવાલ એ ઊભો થાય છે.

3/8
image

દીવને આ જમીન આપીને કોઈ ફાયદો થવાનો નથી કેમ કે સિમર અને દીવ વચ્ચે વીસ કિલોમીટરનું અંતર છે. સાથે આ જમીન આપી દેવાથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એક લાખથી વધુ લોકો પ્રભાવિત થશે અને રોજગાર વગરના થશે. સિમરની એક બાજુ દીવની જમીન છે. 

4/8
image

તો બીજી તરફ ફોરેસ્ટ ની જમીન છે ત્યારે માત્ર આ 13 એકર જમીન જ સિમર ને બંદર તરીકે ચાલુ રાખશે જો આ જગ્યા ચાલી જાય તો સિમર બંદર કાયમી માટે બંધ થઈ અને ઈતિહાસ માં દર્જ થઈ જશે ત્યારે સરકારે દીવ ની આસપાસ માં આવેલ ગુજરાત ની જમીન માંથી તેને ટુકડો આપી ને સિમર બંદર ને બચાવી લેવું જોઈએ.

5/8
image

એક તરફ ગુજરાતના તમામ બંદરો ના વિકાસ કામો પૂરજોશ માં હાથ ધરાઇ રહ્યા છે ત્યારે એક આખું બંદર જ બંધ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે સરકાર આનો વહેવારિક ઉકેલ લાવે તેવી લોકો ની માંગણી છે.  

6/8
image

7/8
image

8/8
image