Chandanpur Village: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા અનુસાર, સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા 'ચુડેલ' ગામનું નામ બદલીને હવે 'ચંદનપુર' કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયની મંજૂરી બાદ, ગુજરાત સરકાર દ્વારા આ ફેરફાર અંગેના તા. ૦૭ જુલાઇ, ૨૦૨૬ ના રોજ પ્રસિદ્ધ કરેલ જાહેરનામાંથી તમામ સંબંધિત સરકારી વિભાગોને સરકારી રેકોર્ડમાં જરૂરી સુધારા કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
Surat Flood Relief Package:સુરતમાં સર્જાયેલી પૂર હોનારતને પગલે રાજ્ય સરકાર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. આ આપત્તિનો ભોગ બનેલા સુરતીઓ માટે સરકારે એક મોટી રાહત જાહેરાત કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજીને પૂર પીડિતો માટે ખાસ સહાય પેકેજની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે સરકાર મુશ્કેલીની આ ઘડીમાં સુરતના નાગરિકોની સાથે છે અને નુકસાનીનો સર્વે કરાવીને તમામ પ્રભાવિત લોકોને વહેલી તકે યોગ્ય આર્થિક સહાય પહોંચાડવામાં આવશે, જેથી તેઓ ફરી બેઠા થઈ શકે.
Gujarat Monsoon2026: સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ વચ્ચે રાજ્ય સરકાર એલર્ટ. મંત્રી જીતુ વાઘાણી આજે સવારે 10 વાગ્યે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી છે. જેમાં સૌરાષ્ટ્રના ૩ મહત્વના જિલ્લાઓ ભાવનગર, રાજકોટ અને અમરેલીમાં પ્રવર્તમાન વરસાદી સ્થિતિની સમીક્ષા કરાઈ છે. ભાવનગરના પ્રભારી મંત્રી કૌશિક વેકરિયા, સ્થાનિક સાંસદ અને ધારાસભ્યઓ સહિત પદાધિકારીઓ હાજર છે. આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના વડા - કલેક્ટરઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓ જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન સાથે બેઠકમાં હાજર રહ્યા.
Gandhinagar News:ગુજરાત સરકાર દ્વારા UPSC (સંઘ લોક સેવા આયોગ)ની તૈયારી કરતા રાજ્યના તેજસ્વી ઉમેદવારો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને પ્રોત્સાહક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે પ્રોત્સાહન સહાયના દરોમાં સુધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સ્પીપા (SPIPA) અને તેના અધિકૃત તાલીમ કેન્દ્રોમાં અભ્યાસ કરતા ઉમેદવારોને તેમની તૈયારીના દરેક તબક્કે મોટી આર્થિક રાહત મળશે.
Gujarat Congress:ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે. શાળા શરૂ થયાને 10 દિવસ વીતી ગયા, હજુ લાખો વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો નથી. ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ સૌથી વધુ પ્રભાવિત થયો છે, જેમના કારણે તેમનો અભ્યાસ અટક્યો છે.208 રૂટમાંથી માત્ર 15 રૂટમાં જ પુસ્તકો પહોંચ્યા. 193 રૂટ અને રાજ્યના ૪૦૦થી વધુ વિતરણ કેન્દ્રો પર હજુ પુસ્તકો નથી
Dwarka News: દ્વારકા જગત મંદિરના દર્શનાર્થે આવતા લાખો ભક્તો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય. ફોર લેન બાયપાસ રોડ ના પ્રોજેકટ થી બદલાશે દ્વારકાનો નકશો. પ્રોજેક્ટથી દિન પ્રતિદિન વધતી ટ્રાફિક ની સમસ્યાનું ભારણ ઘટશે. દ્વારકા આવતા શ્રદ્ધાળુઓ સરળતાથી મંદિર સુધી પહોંચી શકશે. ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ પર હવે 4.50 કિમી લાંબો ભવ્ય 'ફોર લેન બાયપાસ રોડ' સાકાર થશે.
Gandhinagar News: રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિઓ વિભાગમાં ફરજ બજાવતા એક જિલ્લા યુવા વિકાસ અધિકારીએ અદ્દભૂત કલા ઉપર મહારથ મેળવી છે. આ અધિકારી પ્રાચીનકાલથી લઇને અર્વાચીન કાલ સુધી પ્રવર્તતી પરંપરા મુજબની ૩૭૩ પ્રકારની પાઘડીઓ બાંધી શકે છે. પોતાની આ કલાને જીવંત રાખવા પોલીસ સબ ઇન્સ્પેક્ટરના બદલે સાંસ્કૃતિક વિભાગમાં જવાનું પસંદ કરનારા આ અધિકારી દેશના વિવિધ પ્રાંતોમાં ફરીને આ કલાને શીખ્યા છે.
રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોની વ્યવસ્થાઓમાં ગુણવત્તા સુધારણા અને નવા પ્રવાસન સ્થળ વિકસાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે 'જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી'ની રચના કરાઈ છે.
Gujarat Farmers Relief Package:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ધરતીપુત્રોની સંવેદના સમજીને જાહેર કરેલા ઉદારતમ સહાય પેકેજનો લાભ મેળવવા માટે 14મી નવેમ્બર શુક્રવાર બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી ઓનલાઇન અરજી પોર્ટલ કાર્યરત થશે. મુખ્યમંત્રીના દિશાદર્શનમાં નુકસાનીનો સર્વે-પંચરોજકામ અને પેકેજની જાહેરાત અને ઠરાવ થવા સુધીની સમગ્ર વહિવટી પ્રર્કિયા સરકારના સંબંધિત વિભાગોએ 24X7 કાર્યરત રહીને એક અઠવાડિયામાં પુરી કરવાના અપનાવેલા સંવેદનશીલ અભિગમ માટે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો.
Visavadar News: રાજ્ય સરકારના ખેડૂતો માટેના સહાય પેકેજ મામલે વિસાવદરના ધારાસભ્ય સામે વિસાવદર એપીએમસીના ચેરમેનનું અલગ નિવેદન. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ રાજ્ય સરકારના પેકેજની ટીકા કરી. જોકે વિસાવદરના માર્કેટયાર્ડ ચેરમેન વિનુભાઈ હાપાણીએ સરકારના પેકેજને ઐતિહાસિક જણાવ્યું. વિસાવદર માર્કેટ યાર્ડના ચેરમેને ટૂંકા ગાળામાં રાજ્ય સરકારે નિર્ણય લઈને ખેડૂતોને સહાયભૂત થયાનો દાવો કર્યો.
Gujarat Farmers Relief Package News: ગુજરાતના ખેડૂતો માટે રાહત આપતા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ (માવઠા)ને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે જગતનો તાત આર્થિક સંકટમાં મુકાયો છે. જો કે, હવે આ આફત વચ્ચે સરકારે 10 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે.
Gandhinagat News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-4ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા 7000 હજારની મર્યાદામાં એડહોક બોનસ વર્ગ-4ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.
Gandhinagar News: ગુજરાતમાં ખાનગી ટ્યુશન સંચાલકો સામે રાજ્ય સરકાર બનાવશે કાયદો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ ના વળપણ હેઠળ બનાવી કમિટી. આઠ સભ્યોની કમિટી ખાનગી ટ્યુશન ક્લાસીસ અંગે તૈયાર કરશે મુસદ્દો. નિષ્ણાંત વ્યક્તિઓને કમિટી સભ્ય તરીકે રાખી શકશે. કમિટી આ કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરી સરકારને આપશે. શિક્ષણ વિભાગે નોટિફિકેશન જાહેર કર્યું
Gandhinagar News: રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની 9 જિલ્લાની 10 પેટા તીજોરી કચેરીઓને તાળા વાગશે. રાજ્ય સરકાર દ્વારા 10 પેટા તિજોરી કચેરી બંધ કરવાનો નિર્ણય લીધો છે. નાણા વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણયમાં 15 દિવસમાં પેટા તિજોરી કચેરી બંધ કરવામાં આવશે. આ કચેરીઓમાં ઓછું કાર્યભારણ હોવાથી નાણાં વિભાગ દ્વારા સમિક્ષા કરી નિર્ણય લેવામાં આવ્યો છે.
રિસર્ચ પ્રોજેક્ટ મંજૂર કરવા માટે સ્ટેટ રીસર્ચ એડવાઇઝરી કમીટી સમીક્ષા કરશે અને વિભાગની સ્ટેટ સમીતિ મંજૂરી આપશે. પ્રોજેક્ટ્સ એક થી ત્રણ વર્ષની સમય મર્યાદાના હોવા જરૂરી છે.
Gujarat Education Board: પૂરક પરીક્ષાને ધ્યાને લઈ રાજ્ય સરકારનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય. જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાનું ચૂકી ગયા છે, તેમના માટે આગામી સમયમાં ફરી પરીક્ષા લેવામાં આવશે:- શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા
Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોના જન સુવિધા વૃદ્ધિ માટે ગુજરાતના 6 શહેરોમાં આઉટગ્રોથ એરીયા ડેવલોપમેન્ટ, આગવી ઓળખ તથા માળખાકીય વિકાસ કામો માટે 3395 કરોડ રૂપિયા ફાળવાશે. ત્યારે આ શહેરોમાં વિકાસના કામો થવાથી જમીન અને મકાનોના ભાવમાં ઉછાળો આવશે.
india pakistan war update: ગુજરાત સરકારના કર્મચારીઓની રજા રદ કરાઈ છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓની રજા રદ થઈ છે, સાથે મહેસૂલ વિભાગે પણ કર્મચારીઓની રજા રદ કરી છે. અગાઉ પોલીસ કર્મચારીઓની રજા રદ કરાઈ હતી.
ગામતળની બહાર અથવા વાડી વિસ્તારમાં વસવાટ કરતા પરિવારોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. ગામતળ બહાર વિવિધ હેતુ માટે વીજ જોડાણો આપવાની સર્વગ્રાહી નીતિના નિયમોમાં કરાયા ત્રણ મહત્વના ફેરફાર કરવામાં આવ્યો છે.
આથી નાણાં વિભાગે પરિપત્ર કરીને જે મહિલા કર્મચારી નોકરીમાં જોડાતા પહેલા માતૃત્વ ધારણ કર્યું હોય તો બાળકના જન્મની તારીખ માંથી 180 દિવસ બાદ કરવાના અને એ પછીના બાકી રહેલા દિવસોની રજા ગણાશે
શિક્ષકોની ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની સ્પેશિયલ ભરતીને મંજૂરી આપી છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે સ્માર્ટ ફોન યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં ૧૫૩૨ ખેડૂતોને રૂ. ૬૫ લાખથી વધુની સહાય ચૂકવાઈ. વધુમાં વધુ ખેડૂતોને આ યોજનામાં આવરી લેવા વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્રમાં નાણાકીય જોગવાઈમાં વધારો કરાયો.