શ્રીકૃષ્ણના બેટ દ્વારકાની એવી કાયાપલટ થશે કે વર્લ્ડક્લાસ આઈલેન્ડ બની જશે, આવું છે પ્લાનિંગ

Master Plan For Beyt Dwarka Development : દ્વારિકા નગરી કૃષ્ણની નગરી છે. દ્વારકા અને બેટ દ્વારકા... એક શ્રીકૃષ્ણનું ઘર તો બીજો રાજપાઠનો મહેલ. બંને વચ્ચે માંડ 30 કિલોમીટરનું અંતર છે. ગુજરાતના આ પ્રસિદ્ધ યાત્રાધામ બેટદ્વારકાની કાયાપલટ થવા જઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા બેટદ્વારકાના વિકાસને લઈને વર્લ્ડ ક્લાસ પ્લાન બનાવાયો છે. યાત્રાધામ દ્વારકાના બેટ દ્વારકાની વર્લ્ડ ક્લાસ લેવલે કાયાપલટ થશે. 

1/11
image

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થોડાક સમય પહેલા બેટ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. તો પાણીમાં ડુબેલી દ્વારિકા નગરીને સબમરીનથી બતાવવાનો પ્રોજેક્ટ પાઈપલાઈનમાં છે. ત્યારે  ધ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ દ્વારા વર્લ્ડ ક્લાસ લેવલે બેટ દ્વારકા આઈલેન્ડનું ડેવલપમેન્ટ કરાશે. જેમાં ૩ ફેઝમાં કરોડોના ખર્ચે મંદિર પરિસર, બીચ અને તેની આસપાસના વિસ્તારોને ડેવલપ કરવામાં આવશે. 

પ્રથમ ફેઝમાં શું બનશે

2/11
image

બેટ દ્વારકા મુખ્ય મંદિરથી લઇને બીચને કરોડોના ખર્ચે વિકસાવાશે. કુલ ત્રણ ફેઝ માં બેટ દ્વારકાનું નવીનીકરણ કરવામાં આવશે. ધ ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ દ્વારા બેટ દ્વારકા માટે માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે. જેના પહેલાં ફેઝ માટે સરકાર દ્વારા 150 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ફેઝ 1માં દ્વારકાધીશજી મંદિર ડેવલપમેન્ટ, સ્ટ્રીટ બ્યુટિફિકેશન, હેરિટેજ સ્ટ્રીટ ડેવલપમેન્ટ, શંખનારાયણ મંદિર અને તળાવ ડેવલપમેન્ટ તથા નોર્થ બીચ ડેવલપમેન્ટ-પબ્લિક બીચ, ટૂરિસ્ટ વિઝિટર સેન્ટર અને હાટ બજાર અને હિલ્લોક પાર્ક વીથ વ્યૂઈંગ ડેક બનાવવામાં આવશે.

બીજા ફેઝમાં શું બનશે

3/11
image

બેટ દ્વારકા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ-2માં દાંડી હનુમાન મંદિર અને બીચ ડેવલપમેન્ટ, અભય માતા મંદિર અને સનસેટ પાર્ક, તેમજ નેચર એન્ડ મરીન ઇન્ટરપ્રેશન સેન્ટર, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર, કેમ્યુનિટી લેક ડેવલપમેન્ટ અને રોડ એન્ડ સાઈન બનાવવામાં આવશે

ત્રીજા ફેઝમાં શું બનશે

4/11
image

બેટ દ્વારકા ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ફેઝ 3માં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, કોમ્યુનિટી લેક ડેવલપમેન્ટ અને લેક અરાઈવલ પ્લાઝા બનાવવામાં આવશે. બીચથી મંદિર સુધી શટલ સર્વિસ, ઈવ્હીકલ, ડોલ્ફિન વ્યૂઈંગ માટે ફેરી સર્વિસ, ઓડિયો વિઝુઅલ પ્રદર્શન, સ્કિલ ડેવલપમેન્ટ અને ગાઈડ ટ્રેનિંગ વગરે ડેવલપ કરવામાં આવશે.   

5/11
image

ગુજરાત સરકાર દ્વારા પોરબંદર, કચ્છ, દ્વારકા, સિદ્ધપુર ખાતે 318.13 કરોડ રૂપિયા વિકાસ કાર્યો માટે ફાળવવામાં આવ્યા છે. જેમાં બેટદ્વારકાની મોટાપાયે કાયાપલટ થવા જઈ રહી છે. 

બેટ દ્વારકાનું રહસ્ય અને મંદિરની વિશેષતા

6/11
image

બેટ દ્વારકામાં ભગવાન કૃષ્ણનું મંદિર છે. ઉપરાંત, આ મંદિર વલ્લભાચાર્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું અને તે લગભગ 500 વર્ષ જૂનું છે. મંદિરમાં હાજર ભગવાન દ્વારકાધીશની પ્રતિમા વિશે કહેવાય છે કે, તેને રાણી રુક્મિણીએ જાતે જ તૈયાર કરી હતી. એવું માનવામાં આવે છે કે, દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણનો અહીં મહેલ હતો. તેમજ દ્વારકા શહેરના ન્યાયાધીશ ભગવાન શ્રીકૃષ્ણ હતા. તેથી જ અહીંના ભક્તો ભગવાન કૃષ્ણને દ્વારકાધીશ કહે છે. અહીં ભગવાન કૃષ્ણ તેમના મિત્ર સુદામાને મળ્યા હતા. ઉપરાંત, જ્યારે સુદામાજી તેમના મિત્રને મળવા અહીં આવ્યા હતા, ત્યારે તેઓ એક નાના બંડલમાં ચોખા પણ લાવ્યા હતા. આ ચોખા ખાવાથી ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના મિત્રની દરિદ્રતા દૂર કરી હતી. એટલા માટે આજે પણ ચોખા દાન કરવાની પરંપરા છે. મંદિરમાં શ્રી કૃષ્ણની સાથે સુદામાની મૂર્તિઓ પણ છે.

દ્વારિકા ડૂબી હતી, પણ બેટદ્વારકા બચી ગઈ હતી 

7/11
image

દ્વારકાના લોકો અને મંદિરના પૂજારીઓ કહે છે કે, એક સમયે સમગ્ર દ્વારકા શહેર દરિયામાં ડૂબી ગયું હતું. પણ બેટ દ્વારકા બચી રહી. તેથી આ ભાગ નાના ટાપુ પર હાજર છે. આ ઉપરાંત દરિયાનું પાણી પણ અહીં સ્થિર છે. આ મંદિરનો પોતાનો અન્નક્ષેત્ર પણ છે. ભગવાન શ્રી કૃષ્ણના વૈકુંઠ ગયા બાદ તેમણે વસાવેલી દ્વારકા નગરી સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ. આજે પણ ત્યાં તે નગરીના અવશેષો મળી આવે છે.  

8/11
image

9/11
image

10/11
image

11/11
image