dwarka

INDIAN ARMY માં ભરતીનું મોટુ કૌભાંડ? દેવભુમિ દ્વારકાના ભેજાબાજો આચરતા એવુ કૌભાંડ કે...

જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા ધોરણ 10 ના બોગસ સર્ટિફિકેટ બનાવવાના મામલે ખંભાળીયા પોલીસે વિદ્યાર્થીના પિતાની ફરિયાદના આધારે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યા હોવાની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપી કરુભાઈ જીવણભાઈ ભાન ઉર્ફે કે જે ગઢવીની અટકાયત કરી બોગસ સર્ટીફિકેટને કબજે લઈ કેટલા આ પ્રકારે સર્ટી બનાવવામાં આવ્યા કોણ કોણ આ ગુન્હામાં સંડોવાયેલા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. 

Oct 16, 2021, 03:55 PM IST

દ્વારકા અંધશ્રદ્ધામાં હત્યા કેસ : મહિલાઓના ધૂણવા પાછળ જેનેટિક સંસ્કાર, સિન્ડ્રોમ રોગની પીડા કારણભૂત

21મી સદીમાં પણ હજુ અંધશ્રદ્ધા (superstition) નથી અટકી રહી. દ્વારકાના ઓખા મઢીમાં અંધશ્રદ્ધામાં એક મહિલાની હત્યા થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 25 વર્ષીય મહિલાના શરીરમાંથી મેલું અને વળગાડ હોવાનું કહી પરીણિતા પર વિધિ કરાઈ હતી. જેમાં ભૂવાએ મહિલાને શરીર પર અસંખ્યા ડામ આપી સાંકળથી માર મારતા મહિલાનું મૃત્યુ થયું. ધાર્મિક વિધિના નામે મહિલાને પહેલાં તો ખંડેર જેવા મંદિરમાં પરિવાર જ લઇ આવ્યો હતો. જેમાં મેલું અને વળગાડ હોવાનું કહી બેરહેમી પૂર્વ મહિલાનો જીવ લઈ લીધો. 

Oct 14, 2021, 10:26 AM IST

અંધશ્રદ્ધા: આ માતાજી છે અને મહિલા ધૂણવા લાગી, લોખંડની સાંકળથી માર માર્યા બાદ શરીર પર દીધા ડામ

દ્વારકા નજીક ઓખા મઢીમાં એક મહિલાની હત્યાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જો કે, ઘટનાની જાણ થતા દ્વારકા પોલીસે સ્થળ પર પહોંચી મહિલાના મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે દ્વારકા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

Oct 13, 2021, 11:41 PM IST

Photos : ગુજરાતના આ મંદિરમાંથી દરેક પરિણીત સ્ત્રી કંકુ લઈ જવાનું કદી પણ ચૂકતી નથી

દ્વારકા (Dwarka) ના કોયલા ડુંગરે (Koyala Dungar) બિરાજતા હરસિદ્ધી માતાજી (Harsiddhi Mata) નું કોયલા ડુંગર પરનું આ મંદિર આશરે 5000 વર્ષ જૂનું છે. જે ભગવાન કૃષ્ણ (Lord Krishna) એ નિર્માણ કરાવેલ હોવાનું માનવામાં આવે છે. જ્યારે કે ડુંગરની નીચેના ભાગમાં આવેલું મંદિર 800 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. અહીં શેઠ જગડુશાની તથા ઉજ્જૈનનાં વિક્રમ રાજાની કથા પણ જાણીતી છે. ત્યારે નવરાત્રિ (Navratri) ના પર્વે માતાજીના દર્શન કરવા ભાવિકો દૂરદૂરથી પધારે છે.

Oct 11, 2021, 05:19 PM IST

ગુજરાતનો આ બીચ બન્યો પ્રવાસીઓની પહેલી પસંદ, સતત બીજા વર્ષે મળ્યું બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેટ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચને વધુ એક વખત આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી છે. શિવરાજપુર બીચ (shivrajpur beach) ને બીજા વર્ષે બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે. ત્યારે ગુજરાતના મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે ફ્લેગને ફરકાવવામાં આવ્યો હતો. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી દ્વારા વિશ્વકક્ષાનું બીચ બનાવવાની વાત કરવામાં આવી હતી, ત્યારે શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ (blue flag certificate) મળતાં વિકાસને પણ વધુ વેગ મળશે. એટલું જ નહીં દ્વારકા સહિત શિવરાજપુર અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને ફાયદો થશે. બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેટ માટે 33 જેટલા નિયમોનું પાલન કરવાનું હોય છે.

Oct 7, 2021, 10:06 AM IST

દ્વારકાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં આગ લાગતા મચી અફરાતફરી, દર્દીઓ ચિંતામાં મુકાયા

દેવભૂમિ દ્વારકા (Dwarka) જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ (Government Hospital) માં આગ લાગતા અફરાતફરીનો માહલો સર્જાયો હતો. ફાયર વિભાગ (Fire Department) ને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવાનું કામ હાથ ધરાયું હતું

Oct 6, 2021, 04:28 PM IST

આજે દ્વારકાની મધ્યસત્રની ચૂંટણી, 6 વોર્ડની 24 બેઠકો પર થશે ખરાખરીનો ખેલ

જિલ્લાના ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીની અંદર છ વોર્ડની 24 બેઠકો પર આવતીકાલે ચૂંટણી યોજાવાની છે. જેમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી યોજાનાર છે. ભાણવડ પાલિકાની 24 બેઠકો પરના 72 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થશે.

Oct 3, 2021, 12:05 AM IST

ગુજરાતના 11 વર્ષીય શિવાંગે તોડ્યો પોતાનો જ રેકોર્ડ, 1 મિનિટમાં આ કામ કરી એક્સક્લૂઝિવ વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાના એવા વરવાળા ગામે રહેતા અલ્પેશ કંસારાના પુત્ર શિવાંગ કંસારા માત્ર 11 વર્ષની વયે દ્વારકાને રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી છે. શિવાંગ કંસારા 11 વર્ષનો છે અને નાનપણથી જ કંઈક અલગ કરવા અને વલ્ડ લેવલે ખ્યાતિ મળે તે માટે કંઈક કરવાનું જુનુજ જાગ્યું હતું

Sep 28, 2021, 09:23 AM IST

DWARKA: જગતના નાથના મંદિરના પગથીયે ઝરણા વહેતા થયા, ભાગ્યે જ જોવા મળતો નજારો ખાસ જુઓ

મંદિરના જવાના માર્ગ પર સર્જાયેલ અલૌકિક નજારાને જોવા માટે ભક્તોની સાથે સાથે સ્થાનિકોમાં પણ પડાપડી

Sep 24, 2021, 11:10 PM IST

ઈ-બાઈક અચાનક સળગી ઉઠી, દ્વારકામાં બની આશ્ચર્યમાં મૂકી દેતી ઘટના

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં એક આશ્ચર્યમાં મૂકી દેતી ઘટના બની છે. આ ઘટના બાદ તમે ઈ-બાઈક (e bike) ની સવારી કરવી કે નહિ કરવી તે વિચારમાં પડી જશો. ખંભાળીયાના બેઠક રોડ પર એક ઈ-બાઇક સળગી (fire) ઉઠી હતી. 

Sep 19, 2021, 03:18 PM IST

ગુજરાતના દરિયા કાંઠે આવ્યું છે ‘સૂર્યમુખી ગણપતિ’ બાપાનું અદભૂત મંદિર

નિક ભક્તોમાં અતિ પ્રિય આ સ્થાનમાં જમણી સૂંઢં ધરાવતા ચમત્કારિક ગણેશ (Ganesh) બિરાજે છે. જયારે 59 વર્ષ પહેલા અહીં લાઈટ હાઉસના નવીનીકરણ સમયે અહીં જમીનમાંથી આ મૂર્તિનું પ્રાગટ્ય થયું હોવાનું માનવામાં આવે છે.

Sep 11, 2021, 11:39 PM IST

Janmashtami 2021: દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી, બાલ ગોપાલના સ્વાગતમાં મથુરાથી દ્વારકા સુધી મંદિરોમાં ભક્તોની ભીડ

ઝી મીડિયા બ્યૂરો: Krishna Janmashtami 2021: દેશભરમાં આજે જન્માષ્ટમીની (Janmashtami 2021) ધૂમ છે. ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી આખા દેશમાં કરવામાં આવી રહી છે. મથુરામાં કૃષ્ણોત્સવ પર ભગવાન કૃષ્ણની નગરી સંપૂર્ણ રીતે શણગારવામાં આવી છે. લોકો જન્મસ્થળ પર નંદલાના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. મંદિરમાં ભગવાનની મૂર્તિને ફૂલોથી શણગારવામાં આવી છે. મંદિરોમાં કૃષ્ણનો અભિષેક કરવામાં આવ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ભગવાનને કમળના ફૂલ અર્પણ કરવામાં આવી રહ્યા છે. જન્મસ્થળ પર મંદિર પરિસરમાં વૈદિક મંત્રોચ્ચાર ગુંજી રહ્યા છે. લોકો ભક્તિમાં ભાવુક બન્યા છે. મથુરાથી દ્વારકા સુધી મંદિર શણગારવામાં આવ્યા છે. જુઓ તસવીરો....

Aug 31, 2021, 12:30 AM IST

Rajkot: જન્માષ્ટમીના દિવસે રેલવેની ભેટ, રાજકોટ-ઓખા વચ્ચે શરૂ થશે ટ્રેન

જન્માષ્ટમીના દિવસે સૌરાષ્ટ્રવાસીઓને રેલવેએ મોટી ભેટ આપી છે. રેલવેના આ નિર્ણયથી સોમનાથ અને દ્વારકા દર્શને જતા યાત્રીકોને ફાયદો થશે. 

Aug 30, 2021, 09:01 AM IST

ખંભાળિયામાં કાળનું ચક્ર એવુ ફર્યુ કે, એક જ દિવસમાં થયા ત્રણ લોકોના મોત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ફરી એકવાર અકસ્માતનો બનાવ બન્યો છે. ખંભાળિયામાં મોડી રાત્રે કાળનું ચક્ર એવુ ફર્યુ હતું કે, અકસ્માત અને આત્મહત્યાના બનાવોમાં ત્રણના મોત નિપજ્યા છે. એક વ્યક્તિનું અકસ્માતમાં મોત નિપજ્યું છે, તો આત્મહત્યાના બે અલગ અલગ બનાવમાં બે લોકોના મોત નિપજ્યા છે.

Aug 28, 2021, 06:39 AM IST

દ્વારકામાં જન્માષ્ટમીની તૈયારીઓ શરૂ, 900 પોલીસનો કાફલો તૈનાત રહેશે

દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમી પર્વ પર ઓફલાઈન દર્શનને પરવાનગી અપાઈ છે. જેને લઈ મંદિર ટ્રસ્ટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભક્તો દર્શન કરવા આવે તે માટે કોરોના ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરવામાં આવશે. કોરોના મહામારીના કારણે મંદિરમાં ભક્તો વચ્ચે અંતર જળવાઈ રહે તે માટે સર્કલ બનાવવામાં આવ્યા છે. તેના ઉપર ભક્તોએ ઉભા રહેવાનું હશે. મંદિરની અંદર માસ્ક અને સેનેટાઈઝેશનના નિયમોનું ફરજિયાત પાલન કરાવવામાં આવશે. ઓફલાઈનની સાથે ઓનલાઈન દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો વેબસાઈટ અને યુટ્યુબ પરથી દ્વારકાધીશના દર્શન કરી શકશે.

Aug 27, 2021, 03:18 PM IST

કૃષ્ણ ભક્તો માટે સારા સમાચાર, જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ખુલ્લું રહેશે દ્વારકાધીશ મંદિર

કોરોનાને ધ્યાનમાં રાખી ભક્તો કોરોના પ્રોટોકોલનું પાલન કરી મંદિરમાં દર્શન કરી શકશે. આ સાથે મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા ઓનલાઇન દર્શન માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 

Aug 25, 2021, 10:03 PM IST

દ્વારકામાં મોહરમ પર થયો પથ્થરમારો : વાયરલ મેસેજને લઈને થઈ મોટી બબાલ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયામાં મોહરમના તહેવારની ઉજવણી મામલે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. સોશિયલ મીડિયામાં તાજિયાનું જુલૂસ કાઢવા માટેનો મેસેજ વાયરલ થયો હતો. જે બાદ પોલીસે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી હતી. જો કે એ સમયે કેટલાક લોકોએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અથડામણમાં પોલીસ વાનને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાની સાથે જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ સહિત ડીવાયએસપી, SOG , LCB સહિતના પોલીસ કર્મીઓ સલાયા ખાતે પહોંચ્યા હતા. ટોળાને દૂર કરવા માટે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. હાલ સલાયામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Aug 20, 2021, 09:06 AM IST

મજૂર ન મળતા ચિંતામાં મૂકાયેલા દ્વારકાના ખેડૂત માટે ચમત્કાર સાબિત થઈ ડ્રોન ટેકનોલોજી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો હવે વધુ હાઈટેક બન્યા છે. ખંભાળિયા નજીક આવેલ હરીપર ગમે એક ખેડૂતે તેના ખેતરમાં ઉભા પાક પર દવાનો છંટકાવ કરવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. 20 વીઘા જમીનમાં પાકેલી મગફળીના પાક પર ડ્રોન દ્વારા દવા છાંટવામાં આવી હતી. 

Aug 11, 2021, 03:03 PM IST

દ્વારકાની બે બહેનોને રાત્રે ઊંઘમાં સાપ કરડ્યો, આખુ શરીર લીલુ પડી ગયું અને સવારે ઉઠી જ નહિ

તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લામાં સર્પ કરડવા (snake bite) ના કારણે બે માસુમ બહેનોના મોત નિપજ્યાનો કરુણ બનાવ સામે આવ્યો હતો. ત્યારે હવે દ્વારકા (Dwarka) જિલ્લામાં ફરી સર્પદંશમાં બે દીકરીઓનો જીવ ગયો છે. ખંભાળિયાના સલાયા ગામમાં 12 કલાકના અંતરે જ બે બહેનોના મોત નિપજ્યા છે. બંનેના શરીર લીલા રંગના બની ગયા હતા, જેથી સર્પદંશથી બંનેના મોત નિપજ્યા હોવાનું કહેવાય છે. 

Jul 30, 2021, 02:40 PM IST

દ્વારકાના વેક્સિન સેન્ટર પર બે ગ્રુપ વચ્ચે લોહીયાળ અથડામણ, પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ જોરોશોરોથી ચાલી રહી છે તો બીજી તરફ ગુજરાત સરકાર રસીકરણ પણ યુદ્ધનાં ધોરણે ચલાવી રહી છે. સરકાર દ્વારા તમામ પ્રકારે મહત્તમ રસીકરણ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેરોમાં તો રસીકરણ માટે લાંબી લાંબી લાઇનો લાગી રહી છે. શહેરી વિસ્તારમાં રસીઓની શોર્ટેજ પેદા થઇ રહી છે. તેવામાં કેટલીક ચોંકાવનારી ઘટનાઓ પણ સામે આવી રહી છે. ગુજરાતનાં દેવભુમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના ભરાણા ગામમાં ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. 

Jul 1, 2021, 05:39 PM IST